Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૪ પશાવબોધ મોટાગાળા शिक्षापाठ १०४ : हितार्थी प्रश्नो} भाग ४ પ્રશ્ન : યોગદષ્ટિ જનોમાં દર્શનવિવાદ કેમ ન હોય? ઉત્તર : સમદષ્ટિ એવા યોગદષ્ટિ જોગીજનો પડદર્શનને શુદ્ધ આત્મદર્શનના અથવા જિનદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેઓ સમન્વય કરી, છએ દર્શનને આત્મબન્ધરૂપ જાણી સમદૃષ્ટિથી આરાધે છે. “પદર્શન જિન અંગ ભણીજે. (શ્રી આનંદઘનજી) પ્રશ્ન : તેવો દર્શનસમન્વય તેઓ શી રીતે સાધે છે,? . ઉત્તર : તે સમદષ્ટિ જનો યથાયોગ્ય ન વિભાગ કરી જાણે છે. એટલે તે મહાજનો સ્યાદ્વાદશ હોઈ, તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ કથંચિત-કોઈ અપેક્ષાએ સાચા છે, એમ “સાત પદનો ન્યાસ કરીને તે સમાધાન-સમન્વય કરે છે. એટલે જ “જિનવરમાં દર્શન સઘળા છે, દર્શન જિનવર ભુજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે.” (શ્રી આનંદઘનજી) પ્રશ્ન : સ્યાદ્વાદને કોઈ સંશયવાદ કહે છે તેનું કેમ? ઉત્તર : એમ કહે છે તેને મહાન અનેકાન્ત સિદ્ધાન્તના સ્વરૂપનું ભાન જ નથી. કારણકે ભિન્ન ભિન્ન નયઅપેક્ષાઓનો અનેકાન્ત સ્વીકાર કરે છે, છતાં અમુક કોઈ એક નયની અપેક્ષાએ તો તે આ આમ જ છે એવો નિ:સંશય નિશ્ચય કરાવે જ છે. પ્રશ્ન : એકાંતવાદ અને અનેકાંતવાદમાં શો ફેર? ઉત્તર : એકાંતવાદ આ વસ્તુ એકાંત આમ જ છે એમ નિરપેક્ષ કથન કરી આગ્રહ કરે છે; અનેકાંતવાદ આ વસ્તુ આ અમુક અપેક્ષાએ આમ છે એમ સાપેક્ષ નિરાગ્રહ કથન કરે છે. એટલે એકાંતવાદી ભલે આગ્રહી હોય, પણ સર્વસમન્વયકારી અનેકાંતવાદી તો સર્વથા સર્વત્ર નિરાગ્રહીજ હોય.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312