Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 304
________________ હિતાથી પ્રશ્નો-ભાગ ૩ ૨૮૩ પ્રશ્ન : આવો અદ્ભુત માર્ગ જેથી પ્રાપ્ત થાય તે સદ્ગુરુ કેવા હોય? ઉત્તર : આત્મજ્ઞાની ગીતાર્થ એવા વીતરાગ સત્પુરુષ તે સદગુરુ, પ્રશ્ન : ગીતાર્થ એટલે શું? ઉત્તર : ગીતાર્થ એટલે જેણે શાસ્ત્રનો-સૂત્રનો અર્થ-પરમાર્થ ગીત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય એકતાર આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે તે ગીતા. આવા સાક્ષાત્ દષ્ટા યોગી પુરુષ જ જીવને દિવ્ય યોગદષ્ટિ અપ દિવ્ય જિનમાર્ગનું સમ્યગુદર્શન કરાવે છે. પ્રશ્ન : દરિાગ અને સમ્યગુદર્શનમાં શો ફેર? ઉત્તર : દષ્ટિરાગથી થતું દર્શન રાગભાવથી રંગાયેલું હોય છે ને સમ્યગદર્શન તેવા રંગ વિનાનું સ્વચ્છ હોય છે. દષ્ટિરાગમાં મતનું માન્યપણું ને સમ્યગુદર્શનમાં સનું માન્યપણું છે. દષ્ટિરાગી મારું તે સાચું માને છે ને સમદષ્ટિ સાચું તે મારૂં માને છે. એટલે જ ઓઘદષ્ટિવાળા અંધશ્રદ્ધાળુ દષ્ટિરાગી પોતાના કુલધર્મના ગમે તેવા ગુરુને પણ સદ્ગુરુ માની બેસે છે; પણ યોગદષ્ટિવાળા સત્યશ્રદ્ધાળુ સમદષ્ટિ તો કથારૂપ ગુણલક્ષણસંપન્ન સદ્દગુરુને જ સદ્ગુરુ માને છે. પ્રશન : યોગદષ્ટિ અને ઓઘદષ્ટિમાં શો ફેર? ઉત્તર : યોગદષ્ટિ તે સમદષ્ટિ મુમુક્ષુનીદષ્ટિ, અને ઘષ્ટિ તે મિથ્યાદષ્ટિ ભવાભિમંદીની દૃષ્ટિ. ઓઘદષ્ટિ લૌકિક, ગાડરીઆ પ્રવાહ જેવી, અંધ શ્રધ્ધાવાળી હોય. યોગદષ્ટિ અલૌકિક તત્ત્વમાર્ગાનુસારિણી, અને શ્રદ્ધાવાળી હોય; ઓઘદૃષ્ટિ જનો દર્શનભેદ બાબત પરસ્પર વિવાદ કરે, પણ યોગદષ્ટિ જનો વિવાદ ન કરે. (દોહરા) ભાવકમ છૂટે તો ત્રુટે, બંધ સંકલના આપ; મોહને મારે તો મરે, કર્મો આપોઆપ. ગીતાર્થ સદ્ગુરુ યોગથી, સ્વરૂપ અવંચક યોગ; કિયા ફલ અવંચક વળી, યોગદષ્ટિ સંયોગ.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312