Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 302
________________ હિતાર્થી પ્રશ્નો-ભાગ ૩ ૨૮૧ - शिक्षापाठ १०३ : हितार्थी प्रश्नो} भाग ३ પ્રશ્ન : કર્મના પ્રકાર કયા? તેનું સામાન્ય સ્વરૂપ શું? ઉત્તર : દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ કર્મના ત્રણ પ્રકાર છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મ તે દ્રવ્ય કર્મ, રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવિક ચેતન પરિણામ તે ભાવકર્મ, અને શરીર તે નોકર્મ. દ્રવ્યકર્મ-નોકર્મ પુદગલાશ્રિત હોઈ જડ છે, અને ભાવકર્મ આત્માશ્રિત હોઈ ચેતન છે. અત્રે ચોખાની કોઠીનું દષ્ટાંત: ધાન્ય તે દ્રવ્યકર્મ, કોઠી તે નોકર્મ અને ચોખાને લાગેલો મીણો તે ભાવકર્મ. પ્રશ્ન : આ કર્મ પ્રકારો સાથે આત્માનો સંબંધ કેવા પ્રકારનો છે? ઉત્તર : શિલ્પીની જેમ આત્મા દ્રવ્યકર્મનો નિમિત્ત-નૈમિત્તિક ભાવે કર્તા છે, ભાવકર્મનો પરિણામ-પરિણામી ભાવે કર્તા છે. નોકર્મ અર્થાત્ શરીર સાથે આત્માનો પીરનીરવત, અગ્નિલોહવત એકોત્રાવગાહ સંબંધ છે. પ્રશ્ન : એ ત્રણ કર્મની સંકલના શી છે? ઉત્તર : નોકર્મ એ દ્રવ્યકર્મ અને ભાવકર્મનું વાહન છે, અર્થાત્ એમાં સ્થિતિ કરતો આત્મા રાગ-દ્વેષ-મોહરૂપ ભાવકર્મ કરે, તો તેના નિમિત્તે દ્રવ્યકર્મ બંધાય છે, અને તેથી પુન: નોકર્મ-શરીર ધારણ, એમ પરિપાટી ચાલ્યા કરે છે. પ્રશ્ન : એ કર્મબંધની સાંકળ કેમ તૂટે? ઉત્તર : જીવ ભાવકર્મ-રાગદ્વેષમોહરૂપ વિભાવ ન કરે, તો દ્રવ્યકર્મ ન બંધાય, એટલે અનુક્રમે નોકર્મ-શરીર ધારણ કરવું ન પડે અને બંધસંકલના તૂટે. કર્મના અન્નદાતા રાજા મોહને મારે એટલે બધાં કર્મ આપોઆપ મરે. પ્રશ્ન : મોહને મારવાનો ઉપાય શો? ઉત્તર : દર્શનમોહને હણવાનો અચૂક ઉપાય સમ્યગુ બોધ અને ચારિત્ર મોહને હણવાનો અચૂક ઉપાય વીતરાગતા. આમ સમ્યગુદર્શન

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312