Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 297
________________ ૨૭૬ (વંશસ્થ) સ્વયંપ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તતા; તે સંતના સંત મહત્ મહંતના, શ્રી રાજને હો મનનંદ વંદના! પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા शिक्षापाठ १०१ : हितार्थी प्रश्नो } भाग १ પ્રશ્ન : જિનનો ‘મૂળ માર્ગ' શું? ઉત્તર : સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનું અભેદ એકપણું આત્મામાં પરિણમવું તે જિનનો મૂળ માર્ગ. પ્રશ્ન : તે મૂળ માર્ગનું મૂળ શું? ઉત્તર : સમ્યગ્દર્શન. કારણકે ‘વંસળમૂતો થમ્યો' સમ્યગ્દર્શન મૂલ હોય તો જ ધર્મવૃક્ષ ઊગે; અને દર્શન સમ્યક્ હોય તો જ જ્ઞાન-ચારિત્ર સમ્યક્ હોય. પ્રશ્ન : સમ્યગ્દર્શન એટલે શું? ઉત્તર : તત્ત્વનું સ્વરૂપ જેમ છે તેમ સમ્યપણે દેખવું, અનુભવવું, અત એવ સહવું તે સમ્યગ્દર્શન. પ્રશ્ન : તત્ત્વ શું? ઉત્તર : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ નવ; અથવા પુણ્ય-પાપનો બંધમાં અંતર્ભાવ કરતાં સાત તત્ત્વ. 7 પ્રશ્ન : આ નવ તત્ત્વનો પરમાર્થ શો? ઉત્તર : આ નવે તત્ત્વ જીવ અને અજીવ એ બે તત્ત્વમાં સમાય છે. જીવ તે ચેતન અને અજીવ તે અચેતન-જડ. એ બન્નેનો સ્વભાવ પ્રગટ ભિન્ન છે, એવું ભેદજ્ઞાન પામી શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન.

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312