Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 295
________________ ૨૭૪ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા રાજચંદ્રજીની અન્નય વીતરાગ ભક્તિ પદે પદે નિઝર છે. બન્ને પરમાત્મદર્શનને પામેલા સાક્ષાત દ્રષ્ટા પુરુષો છે. બન્નેની વીતરાગ શાસન પ્રત્યેની સાચી અંતર્દાઝ નિષ્કારણ કરુણાથી શાસનપ્રભાવનની ભાવના સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. બન્નેએ અપૂર્વ ભક્તિથી વીતરાગમાર્ગની અનન્ય સેવા કરી છે, દર્શનપ્રભાવક ગ્રંથાદિ વડે ‘સત્ય ધર્મના ઉદ્ધારરૂપ અનન્ય ઉપકાર કર્યો છે. જેમ જેમ આ મહાત્માઓની યથાર્થ પીછાન-ઓળખાણસ્વરૂપદર્શન થતું જશે, તેમ તેમ તેમના પરમ ઉપકારનો જનતાને પરિચય થતો જશે. પણ તે પૂજ્યપણું પીછાનતાં લોકોને વખત લાગે છે, તેટલો તેમને પોતાને જ લાભઅંતરાય રહે છે. જગત વદે કે નિંદે તેનું આવા સમદર્શી સત્પુરુષોને કાંઈ પ્રયોજન નથી કે તેથી તેમને કંઈ લાભ-હાનિ નથી. લાભ-અલાભ તો વંદક-નિંદકને પોતાને જ છે. સ્વદેહમાં પણ નિ:સ્પૃહ અને નિર્મમ એવા આ અવધૂત વીતરાગ સત્પુરુષોએ તો વંદક-નિંદક બન્નેને સમ ગણ્યા છે, અને સ્તુતિનિંદાથી નિરપેક્ષપણે નિષ્કારણ કરુણાથી જગતનું કલ્યાણકાર્ય કરી તેઓ ચાલતા થયા છે. સમાનશીલ અને સમાનધર્મી સત્સંગી સાચા સંત સુહદોનો વિરહ બન્નેને અત્યંતપણે સંવેદાયો છે, છતાં તેઓનો પુરુષાર્થ અસીમ છે, અસાધારણ છે. મોક્ષમાર્ગના પ્રવાસી આ વિરલા પુરુષસિંહોએ અપૂર્વ આત્મજાગૃતિપૂર્વક મોક્ષમાર્ગે અપ્રમત્ત અખંડ પ્રયાણ આદર્યું છે. “ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ” એ શ્રી આનંદઘનજીના ઉદ્ગાર, તથા ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો,’ ગમે તેટલા દુ:ખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો–ઈત્યાદિ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો આ વાતની સાક્ષી પૂરે જ બન બન્ને ઉચ્ચતમ કોટિના નૈસર્ગિક કવીશ્વર (Born poets) છે, “કવિ' પ્રભાવકો છે. પણ તેઓએ પોતાની અપૂર્વ કવિત્વશક્તિ પરમ શાંતરસમય પરમાર્થમાં જ અવતારી છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાખવાની બન્નેની આશયશક્તિ અદ્ભુત છે, અસાધારણ છે. બન્નેનું

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312