Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 289
________________ ૨૬૮ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા શ્રીમદ્ પહેલેથી તે છેલ્લે સુધી, શ્રી જિનના પરમાર્થમાર્ગના-વીતરાગ દર્શનના જ સાચેસાચા પરમાર્થસત અનુયાયી, પ્રરૂપક ને પ્રણેતા છે, તેમાં જ તમેની પરમાવગાઢ શ્રદ્ધા છે, તેનો જ તેમને અવિચળ અખંડ વિનિશ્ચય છે, અને તેના સેંકડો ઉલ્લેખો તેમના ગ્રંથમાં ઠેરઠેર મળે છે. શ્રીમદ્દ અધ્યાત્મ જીવનવિકાસ. શ્રીમદ્ભા આ અધ્યાત્મ જીવનવિકાસના મુખ્ય ત્રણ વિભાગ વા તબક્કા પાડી શકાય : (૧) સંવત ૧૯૪૭ પહેલાંનો સમય. ઉત્તરોત્તર બળવત્તર બનતો જતો ક્ષયોપશમ અત્રે ઝળહળી ઊઠે છે. તેમાં કુશાગ્રબુદ્ધિના સ્વામીપણાને લીધે પરીક્ષાપ્રધાનીપણે સ્વસમયપરસમયના તલસ્પર્શી અવગાહન, પડ્રદર્શનનો સુક્ષ્મ ઊહાપોહ આદિ દષ્ટિગોચર થાય છે; પરમ વૈરાગ્યની ફુરણા વર્તે છે. ‘ઓગણીસમેં ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.' વીતરાગ માર્ગની અનુપમ દૃઢ શ્રદ્ધા છે. (૨) બીજો તબક્કો સંવત ૧૯૪૭થી ૧૯૫૩ સુધીનો સમય. ‘ઓગણીસમેં ને સુડતાલીશે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે : શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાચું રે.’ આમ અત્રે શુદ્ધ સમકિત પ્રકાશ્ય છે, પ્રત્યક્ષ નિશ્ચયરૂપ આત્માનુભવ ઉપજ્યો છે, ગ્રંથિભેદ થઈ સ્વસંવેદનજ્ઞાનરૂપ નિશ્ચય વેધસંવેદ્ય પદ પ્રગટયું છે, નિર્વિકલ્પ દશારૂપ પરમ આત્મશાંતિ આવિર્ભત થઈ છે; અને તે તેમણે “ધન્ય રે દિવસ આ અહો! જાગી જે રે શાંતિ અપૂર્વ રે,' એ નામના અદ્ભુત આત્માનુભવના ઉદ્ગારરૂપ પરમ આત્મોલ્લાસમય કાવ્યમાં અમર કરેલ છે. આ બીજા તબક્કામાં તેમની દર્શન-શ્રદ્ધા સાક્ષાત નિશ્ચય અનુભવરૂપ હોઈ અત્યંત વજલેપ ગાઢ બની છે. વીતરાગના તે પરમ અનુયાયી, અનન્ય ભકત પ્રતીત થાય છે. દર્શનમોહ વીત્યા પછી ચારિત્રમોહની ક્ષીણતા ભણી તેમનું આત્મવીર્ય પરમ ઉલ્લાસથી સતત પ્રવૃત્તિ કરી રહ્યું છે. તેમની વીતરાગતા સમયે સમયે પ્રવર્ધમાન થતી જાય છે ત્યાં બાહ્ય ઉપાધિનો પ્રારબ્ધોદય ઉગ્ર રૂપ પકડે છે ને તેનો ખેદમય ચીત્કાર શ્રીમદ્ આ શબ્દોમાં વ્યક્ત કર્યો

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312