Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 292
________________ શ્રીમદ્ રાજચંદ્ર કે મહાવિભૂતિ-ભાગ ૨ शिक्षापाठ ९९ : श्रीमद् राजचंद्र एक महाविभूति } भाग २ શ્રીમદ્દ્ની કૃતિઓનું દિગ્દર્શન ૨૭૧ આવા સત્પુરુષોનું આપણે ચરિત્રસંકીર્તન કરીએ કે ન કરીએ, ગુણગાન ગાઈએ કે ન ગાઈએ, જયંતિઓ ઉજવીએ કે ન ઉજવીએ. પણ તે તો પોતાની અમર સુકૃતિઓથી સદા જયવંત ને જીવંત જ છે. શ્રી ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે કે-સુકૃતી એવા તે રસસિદ્ધ ક્વીશ્વરો જયવંત છે, કે જેમની યશ:કાયમાં જરામરણજન્ય ભય નથી. ભર્તૃહરિની આ ઉક્તિ શ્રીમના સંબંધમાં અક્ષરશ: ચરિતાર્થ થતી દેખાય છે. પોતાની એકએકથી સરસ ઉત્તમ કાવ્યમય સુકૃતિથી જયવંત એવા આ શ્રીમદ્ વીશ્વર પોતાની યશ:કાયથી સદા જીવંત જ છે: શ્રીમદ્ રાજચંદ્રની કીર્તિકૌમુદી વિસ્તારતી એમની એકેક ચિરંજીવ કૃતિ એટલી બધી અમૃતમારીથી ભરી છે કે તેનો રસાસ્વાદ લેતાં રસના થાકતી નથી, પણ લમ થાકે છે. તથાપિ અત્રે તે પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને જ સંતોષ માનશું. આ પૂર્વના પ્રબલ આરાધક આજન્મ યોગીએ દશબાર વર્ષની લઘુ વયે સર્જેલી કાવ્યકૃતિઓમાં પણ એમની નૈસર્ગિક કવિપ્રતિભા (Poetic genius) અત્યંત ઝળકી ઊઠી છે. સોળમા વર્ષ પહેલાં આ શતાવધાની કવિએ પ્રૌઢ વિચારણામય સુંદર કલાત્મક સંકલનાથી ગૂંથેલી પુષ્પમાળા તેમજ મહાનીતિ આદિ, જાણે કોઈ પ્રાચીન મહર્ષિ અભિનવ સૂત્રરચના કરતા હોય એવો ભાસ આપે છે. સોળ વર્ષની વયે માત્ર ત્રણ દિવસમાં મોક્ષમાળા (બાલાવબોધ) જેવો અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રંથ આ મહાત્માએ સુમધુર ભાષામાં પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી ગૂંથ્યો છે. (જે અનુપમ કૃતિની લઘુ ભિંગની હોવાનું સૌભાગ્ય આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાને પ્રાપ્ત થયું છે). તે જ અરસામાં આ મોક્ષમાળાના ઉપહારરૂપે આ ભાવિતાત્માએ રચેલો ભાવનાબોધ જેવો શાંતસુધારસસરિતા સમો ભાવવાહી ગ્રંથ

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312