Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 268
________________ વિભાવ -ભાગ ૧ ૨૪૭ ગ્રહણ કરે છે. અર્થાત્ આ ભાવકર્મનું નિમિત્ત પામી પુદ્ગલ દ્રવ્ય સ્વયં દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. આ દ્રવ્યકર્મથી દેહાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે; અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકર્મનો ઉદય થાય છે. તે ઉદય થયે જે આત્મા રાગ-દ્વેષ-મોહ વિભાવભાવે પરિણમે, તો તે નવીન ભાવકર્મનો બંધ કરે છે; અને આ ભાવકર્મના નિમિત્તે પુન: દ્રવ્યકર્મ બંધન ને તેથી દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. ભાવકર્મને માટે “મલ’ અને દ્રવ્યકમને માટે “રજ' એવી યથાર્થ સંજ્ઞા છે. મલ-ચીકાશ હોય તો રજ ચોંટે, તેમ ભાવમલરૂપ આસક્તિસ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચુંટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવે ભાવકર્મ-દ્રવ્યકર્મનો અરઘટ્ટઘટ્ટીન્યાયે અનુબંધ થયા કરે છે. વિભાવરૂપ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ દુષ્ટચક (Vicious circle) ચાલ્યા કરે છે; અને તેથી જન્મમરણના આવર્તરૂપ-ફેરારૂપ ભવચક્ર પણ ઘૂમ્યા કરે છે. આમ અનાદિકાળથી આ વિભાવરૂપ ભાવકર્મથી આત્માના જ્ઞાનદર્શન સ્વભાવનો ઉપમર્દ થયો છે, કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ ક્યરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, આવૃત થયો છે, પણ આત્મવસ્તુનો તે જાતિસ્વભાવ મૂળનાશ નથી પામ્યો. આ જે વિભાવ છે તે પણ પરભાવ નૈમિત્તિક છે; અર્થાત વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધર્મ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા પરભાવનો કર્તા થઈ સંસારમાં રખડે છે. જેમ પરચકના આક્રમણથી પુરમાં ઉપમર્દ-ઉપપ્લવ મચી રહે છે, અંધાધુંધી (Chaos) ફેલાઈ જાય છે, સ્વપરનો ભેદ પરખાતો નથી ને અરાજકતાથી સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે; તેમ વિભાવરૂપ પરચકના આક્રમણથી ચૈતન્યપુરમાં ઉપમર્દ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, સ્વપરનો ભેદ પરખાતો નથી, સ્વપરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે, અને ચેતનરાજના ‘પદભ્રષ્ટપણાથી અરાજકતાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વસ્થાનથી ચુત થયેલો ‘ઠેકાણા વિનાનો” સ્વરૂપપદથી

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312