Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 266
________________ ભન્ક ત્રિમૂર્તિ-ભાગ ૨ ૨૪૫ બળવાન છે તે બતાવી આપે છે. અને આ પરમાર્થગુરૂ આનંદઘનજીના પગલે અધ્યાત્મયોગ વિષયમાં ઘણા આગળ વધેલા શ્રીયશોવિજયજીએ પણ તેની ઉત્તમ પ્રસાદી આપણને અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ, બત્રીશ બત્રીશી, યોગદષ્ટિસજઝાય આદિ એમના ચિરંજીવ કીર્તિસ્થંભ સમા અનેક મહાગ્રંથો દ્વારા આપી છે. પાતંજલઆદિ યોગ સાથે મૈત્રીભર્યો સમન્વય સાધતા આ અધ્યાત્મવિષયક ગ્રંથરત્નો એ અધ્યાત્મ વિષયમાં છેલ્લામાં છેલ્લા શબ્દ છે, Most up-to-date છે, અધ્યાત્મસંબંધી સર્વ વિષયોનો તે જાણે મહાકોષ-ખજાનો છે. અધ્યાત્મપરિણત મહાયોગી દેવચંદ્રજી પણ કેવા અંતરાત્મપરિણામી હતા, તે તેમની સ્તવનાવલીમાં પ્રહવતી સહજ સુપ્રસન્ન અધ્યાત્મધારા પરથી, અને અધ્યાત્મગીતા-દ્રવ્યપ્રકાશ આદિ તેમના કીર્તિલિશ સમા ગ્રંથરત્નોથી સુપ્રતીત થીય છે. આમ યોગદષ્ટિરૂપ દિવ્ય નયનથી પરમાર્થમય જિનમાર્ગનું દર્શન કરી આ દિવ્ય દષ્ટાઓએ પોતાના સંગીતમય દિવ્ય ધ્વનિથી આ દિવ્ય જિનમાર્ગનું આપણને દર્શન કરાવ્યું છે. આ દિવ્ય ધ્વનિ એટલી બધી અમૃતમાધુરીથી ભરેલો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસ જલનિધિ એવો આ દિવ્ય નાદ અખૂટ રસવાળો અક્ષયનિધિ છે. આ ભક્ત ત્રિમૂર્તિનો દિવ્ય ધ્વનિ હજ તેવોને તેવો તાજો સકર્ણ જનો સાંભળે છે અને નિરવધિ કાળ પર્યત સાંભળશે! (શિખરિણી) વહાવી છે જેણે સરસ સરિતા ભક્તિરસની, બહાવી છે ધારા અમૃતમય આત્માનુભવની; જગાવી છે જોગાનવતણી ધૂણી જાગતી જગે, ત્રિમૂર્તિ જોગીન્દ્રો પ્રણમું જસ જ્યોતિ ઝગઝગે.

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312