Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૦ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા અને ઉત્તમ અધ્યાત્મયોગનો પ્રવાહ વહાવી જગત પર પરમ ઉપકાર ક્યાં છે. મતદર્શન આગ્રહથી પર એવા આ વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા મહાપ્રતિભાસંપન્ન તત્ત્વદષ્ટાઓ કોઈ સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત જગતના છે. આજથી લગભગ અઢીસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આનંદઘનજી અને યશોવિજ્યજી બન્ને સમકાલીન હતા. આનંદઘનજી જેવા સંતનો દર્શન-સમાગમ એ યશોવિજયજીના જીવનની એક કાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતનો સમાજ એવી પરમ અવધૂત જ્ઞાનદશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામી સપુરૂષને ઓળખી ન શક્યો ને આ ‘લાભાનંદજી” નો (આનંદઘનજી) યથેચ્છ લાભ ઊઠાવી ન શક્યો. પણ શ્રી દેવચંદ્રજી એ કહ્યું છે તેમ “તેહ જ એહનો જાણંગ ભોકતા, જે તુમ સમ ગુણરાયજી!” અર્થાત્ તેવો જ તેવાને ઓળખે, સાચો ઝવેરી ઝવેરાત પારખી શકે, તેમ તે સમયે પણ શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રીઆનંદઘનજી જેવા મહાપુરૂષરત્નને તેમના યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા. આ પરમ અવધૂત, ભાવનિગ્રંથ આનંદઘનજીના દર્શનસમાગમથી શ્રી યશોવિજયજીને ઘણો ઘણો આત્મલાભ ને અપૂર્વ આત્માનંદ થયો. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રીયશોવિજયજીએ મહાગીતાર્થ આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદી રચી છે. તેમાં તેમણે પરમ આત્મોલ્લાસથી મસ્ત દશામાં વિહરતા આનંદઘનજીની મુક્તકંઠે ભારોભાર પ્રશંસા કરતા ગાયું છે કેપારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લોહ જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો!કેવી ભવ્ય ભાવાંજલિ! હવે અત્રે આ ઉપરથી એક વિચારણીય રસપ્રદ પ્રસંગ ઉપસ્થિત થાય છે કે-આવો ન્યાયનો એક ધુરંધર આચાર્ય, પદર્શનનો સમર્થ વેત્તા, સક્લ આગમ રહસ્યનો જાણકાર, વિદ્રદશિરોમણિ યશોવિજયજી ઉપાધ્યાયજી જેવો પુરૂષ, આ અનુભવયોગી આનંદઘનજીના પ્રથમ દર્શન સમાગમે જાણે મંત્રમુગ્ધ થયો હોય, એમ આનંદતરંગિણીમાં ઝીલે છે, અને તે યોગીશ્વરની અદ્ભુત

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312