Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 262
________________ ભક્ત ત્રિમૂર્તિ-ભાગ ૧ ૨૪૧ આત્માનંદમય વીતરાગ દશા દેખીને સાનંદાશ્ચર્ય અનુભવે છે! અને પોતાની સમસ્ત વિદ્વત્તાનું સર્વ અભિમાન એકસપાટે ફગાવી દઈ, બાલક જેવી નિર્દોષ પરમ સરલતાથી કહે છે કે લોઢા જેવો હું આ પારસમણિના સ્પર્શથી સોનું બન્યો! અહો કેવી નિર્માનિતા કેવી સરલતા! કેવી નિર્દભતા! કેવી ગુણગ્રાહિતા! આને બદલે બીજો કોઈ હોત તો તેને અભિમાન આડું આવી ઊભું રહેત. પણ યશોવિજયજી ઓર પુરૂષ હતા, એટલે આનંદઘનજીનો દિવ્ય ધ્વનિ એમના આત્માએ સાંભળ્યો ને તે સતના ચરણે ઢળી પડ્યો; અને આ પરમાર્થગરૂ આનંદઘનજીના સમાગમ પછી એમનો અંતપ્રવાહ અધ્યાત્મયોગ ને ભક્તિવિષયના પંથે વિશેષ કરીને મુખ્યપણે ઢળ્યો હશે એમ આ ઉપરથી સ્વાભાવિક અનુમાન થાય છે. અને તેમના પછી થોડા વર્ષે થયેલા તત્ત્વરંગી મહામુનિ દેવચંદ્રજી પણ આ પોતાના પુરોગામી બને ભકતરાજોની જેમ ભક્તિ અમૃતરસમાં કેવા સોળે કળાએ ખીલ્યા છે ને અધ્યાત્મતરંગિણીમાં કેવા અપૂર્વ ભાવથી ઝીલ્યા છે, એ એમની સુધાર્ષિણી સ્તવનાવલી પરથી સમજાય છે. . આ ભક્ત ત્રિમૂર્તિમાં પ્રત્યેકની શૈલી કંઈ ને કંઈ વિશિષ્ટતાવાળી છે.શ્રી આનંદઘનજીના સ્તવનોમાં સહજ સ્વયંભૂ અધ્યાત્મપ્રધાન ભક્તિરસ પ્રવહે છે; અને તેની શૈલી સરલ, સાદી ને સંસ્કારી તેમજ અર્થગૌરવવંતી ને આશય ગંભીર છે. શ્રીમાન દેવચંદ્રજીના સ્તવનોમાં ઉત્તમ તાત્વિક ભક્તિની પ્રધાનતા છે; દ્રવ્યાનુયોગની મુખ્યતાથી પ્રભુનું શુધ્ધ તત્ત્વ સ્વરૂપ વિસ્તારથી વર્ણવી ને તેની ભકિતની કાર્યકારણભાવની તલસ્પર્શી સૂક્ષ્મ મમાસા કરી, પ્રભુના ગુણાતિશયથી ઉપજત પરમ પ્રીતિમય અદ્ભુત ભક્તિ અત્રે મુખ્યપણે ગાવામાં આવી છે, અને તેની શૈલી પ્રથમ દર્શને કંઈક કઠિન, અર્થઘન ને પ્રૌઢ છતાં ઊંડા ભક્તિરસપ્રવાહવાળી પ્રતીત થાય છે. શ્રી યશોવિજયજીના સ્તવનાવલીમાં પ્રેમ લક્ષણા ભકિત મુખ્યપણે વર્ણવી હોઈ, તે પરમ પ્રેમરસપ્રવાહથી છલકાતી છે; ને તેની શૈલી આબાલવૃધ્ધ સમજી શકે એવી અત્યંત સરલ, સાવ સાદી ને સુપ્રસન્ન છે. આ પરમ ભક્ત ત્રિમૂર્તિની કૃતિની સામાન્ય તુલના માટે એક સ્કૂલ

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312