________________
ઉન્મત્તતા
૨૩૫
વિભાવપણે વર્તે છે, અને પોતાના સત્સ્વરૂપથી નિપાતને પામી સન્નિપાતી નામને યથાર્થ કરે છે; તેમ રાગ-દ્વેષ-મોહરૂપ ત્રિદોષ સન્નિપાતનું ઉન્મત્તપણું જે જીવને લાગુ પડયું છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પોતાનું ને પોતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલયે છે-લવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીતપણે-વિભાવપણે વર્તે છે. આમ ત્રિદોષ સન્નિપાતની ઉન્મત્તતાથી જીવને નિજ સ્વરૂપથી નિપાતઅધ:પાતરૂપ પ્રમત્તતા થાય છે. એટલે પછી ઝાડના ઠુંઠામાં પુરુષની ભ્રાંતિ જેને ઉપજી છે એવા ઉન્મત્ત પુરુષની જેમ, દેહાદિમાં જેને આત્મભ્રાંતિ ઉપજી છે એવો આ મોહમૂઢ જીવ ઉન્મત્ત ચેષ્ટિત કરે છે; અર્થાત્ પરભાવમાં રાચી, પર વસ્તુની તુચ્છ પ્રાપ્તિથી ઉન્મત્ત બની
આ પામર જીવ કાકીડાની પેઠે નાચે છે; અને જાતિ, કુલ, રૂપ, બલ, લાભ, ઐશ્વર્ય, બુદ્ધિ, શ્રુત, એ આઠ પ્રકારના મદથી છકી જઈ, પોતાની પામરતાનું પ્રદર્શન કરે છે.
કારણકે ઉપમિતિભવપ્રપંચ કથામાં ભાવિતાત્મા મહાત્મા સિદ્ધિર્ષિએ અપૂર્વ લાક્ષણિક શૈલીથી વર્ણવ્યું છે તેમ મોટા મનોરથોને સેવનારા એવા મહા કુલવાન, મહા બલવાન, મહા સમૃદ્ધિમાન ચક્રવર્તી આદિ પણ સત્પુરુષોને મન, “જડ ચલ જગની એઠ’ ચાટનારા ક્ષુદ્ર “નિપુણ્યક ટ્રંક” જેવા પામર ભાસે છે, તો પછી બીજાઓનું તો પૂછવું જ શું? ઉચ્ચ જાતિ-કુલઆદિ સંપન્નજનો જ મદને સેવે છે એવું નથી, પણ હીનજાતિ આદિવાળા પણ મદોન્મત્તપણાથી મુક્ત નથી, બ્રાહ્મણ, ભરવાડઆદિ કોઈ પણ જાતિવાળો પણ પોતપોતાની જાતિનું અભિમાન ધરી, અમારૂં કુલ આવું ને અમારા બાપદાદા આવા, એવો ફાંકો રાખીને ફરે છે, ને પોતાના તુચ્છ પરિવારને પણ ઇંદ્રના પરિવાર જેવો લેખે છે! ક્વચિત્ કોઈ પોતે વિરૂપ છતાં પોતાને મકરધ્વજ જેવો સ્વરૂપવાન માને છે! ક્વચિત્ બિલાડીથી ડરનારો પણ હું વાઘને હરાવી દઉં એવો બળવાન છું એવી શેખી કરતો દેખાય છે! ક્વચિત્ બે-ચાર હજાર રૂપિયા જેવા ધનલાભને ધનદનો વૈભવ માની મનમાં મલકાય છે ! ક્વચિત બે-ત્રણ ક્ષુદ્ર ગામના