________________
૨૧૪
પ્રશાવબોધ મોક્ષમાળા
અસુરે અનેક પ્રકારના મહા ઉપસર્ગો કરી, છેવટ થાકીને લાગત ત્રણ દિવસ મૂશળધાર વૃષ્ટી કરી, એટલે કંઠ સુધી જલમાં ડુબી ગયા છતાં કરુણામૂર્તિ ભગવાન પાર્શ્વનાથજીએ તો તે કમઠ પ્રત્યે પણ દયામય અમીદષ્ટીની જ વૃષ્ટી કરી. શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથ રાજના ભવમાં બાજ પક્ષીને પોતાની જાંગનુ માંસ કાપી શરણે આવેલા નિર્દોષ પારેવાનું રક્ષણ કર્યું. ભાવદયાસાગર શ્રી મુનિસુવ્રતસ્વામી એક અશ્વ જેવા સુપાત્ર જીવને પ્રતિબોધ પમાડવા લાંબો વિહાર કરી ભરૂચ પધાર્યા,–કે જ્યાં અશ્વાવબોધ તીર્થ પ્રસિદ્ધિ પામ્યું. મેઘકુમારે પૂર્વે હાથીના ભવમાં સસલાની રક્ષા કરી અનુપમ દયા દાખવી હતી. વનમાં દાવાનલ લાગ્યો હતો. સર્વ પ્રાણીઓ જીવ બચાવવા નાશભાગમાં પડયા હતા. હાથી પણ ભાગીને એક સ્થળે આશ્રય લઈને ઉભો રહ્યો. તેણે એક પગ ઉંચો કર્યો. ત્યાં એક શરણાર્થી સસલું તે પગની જગ્યા તળે આવી ઊભું રહું હાથીએ તે જોયું, એટલે દયાદ્રિ પરિણામથી વિચાર્યું કે અરે ! હું પગ નીચે મૂકીશ તો આ બિચારું જે અત્રે આશ્રયાર્થે આવેલ છે તે ચગદાઈ મરશે. એમ વિચારી શુભ ધ્યાનથી એ પગ એમ જ ઊંચો રહેવા દઈ યોગીની જેમ રિઘેર રહ્યો. એમ ને એમ લાગટ ત્રણ દિવસ વ્યતીત થયા, ત્યારે દાવાનલ શમ્યો, અને સસલું અન્યત્ર ચાલ્યું ગયું. એટલે પછી હાથી પગ નીચે મૂકતાં ત્રણ દિવસના થાકથી તૂટી પડયો. આમ સકામ નિર્જરા કરી શુભ ધ્યાને મરણ પામી તે હાથી શ્રેણિક રાજાની રાણી ધારિણીના પુત્ર મેઘકુમારરૂપે જન્મ્યો; અને પછી ભગવાન મહાવીરનું ઉપદેશામૃત પામી આ ભવસાગર તરી ગયો.
ભવરોગથી આર્ત જીવોને અનંત જન્મ-જરા-મરણાદિ મહા દુ:ખ ભોગવી રહેલા દેખીને કરુણાસિન્ધ મહાત્માઓને દયા વછૂટે છે કે-આ બિચારા જીવોના આ અનંત દુ:ખનો અંત કેમ આવે? વિષયકષાયથી આર્ન થઈ ત્રિવિધ તાપ પામી રહેલા આ જીવો બાપડા પોતાના હાથે દુર્ગતિની ખાડમાં ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે, તેને કેમ ઊંચે આણવા? વીતરાગ વચનામૃતના હસ્તાવલંબ વિના તેઓનો આ દુર્ગતિ ગર્તામાંથી નિસ્તાર કેમ ઘટે? વીતરાગ દેવરૂપ ભાવવૈદ્યના