________________
અધ્યાત્મ
૧૮૩
અત્રે રૂપકઘટના કરીએ તો યોગરૂપ અષ્ટદલકમલ છે. આ આઠ યોગદષ્ટિરૂપ તેની આઠ પાંખડી-કમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવથું જનરૂપ યોગકર્ણિકા છે. તે આત્મભાવરૂપ કર્ણિકામાં ભગવાન આત્મા-ચૈતન્યદેવ પરંબ્રહ્મ બિરાજે છે. યોગદષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ યોગકમલ વિકાસ પામતું જાય છે. એકેક યોગદષ્ટિરૂપ પાંખડી ખૂલતાં અનકમે એક ચિત્તદોષ નિવૃત્ત થતો જાય છે, એકેક ગુણ વિકાસ પામતો જાય છે, અને એકેક યોગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ યોગદષ્ટિ ઉન્મીલન પામતાં, યોગરૂપ અષ્ટદલકમલ સંપૂર્ણ વિકાસને પામે છે. મિત્રાદષ્ટિમાં તૃણ અગ્નિકણ સમા બોધપ્રકાશથી શરૂ થયેલો યોગદષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતો જઈ, પરાદષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સમો સોળે કળાએ ખીલી ઊઠે છે.
અષ્ટાંગ યોગની ઘટના પણ અધ્યાત્મપણે આ પ્રકારે : યોગમાર્ગે પ્રવર્તતો જોગીજન પરભાવ-વિભાવથી આત્મસ્વરૂપનું હિસન ન થવા દેવાનો નિરંતર જાગ્રત ઉપયોગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું પરિપાલન કરે છે; શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમનું સેવન કરે છે; પરભાવની બેઠકરૂપ દેહાધ્યાસ છોડી દઈ, આત્મભાવમાંઆસન જમાવે છે; બાહ્ય ભાવનું વિરેચન કરી, અંતરાત્મભાવના પૂરણ-કુંભનરૂપ ભાવપ્રાણાયામ સાધે છે; વિષયવિકારમાંથી ઇંદ્રિયોને પ્રત્યાહત કરી, પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે; આત્મસ્વભાવમાં આત્માને ધારી રાખવારૂપ ધારણા ધરે છે; સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવે છે; અને શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિ અનુભવે છે.
અને જિનનો રત્નત્રયીરૂપ મૂળમાર્ગ પણ કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ હોઈ, મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, અંતરંગ