________________
૨૦૪
પશાવબોધ મોક્ષમાળા
અનિત્ય પક્ષમાં હિંસાદિ નહિ ઘટે, માત્ર પરિણામી નિત્ય આત્મામાં જ ઘટશે. (૨) દેહથી આત્મા એકાંતે અભિન્ન જ હોય, તો મરણનો અભાવ થશે. કારણકે મૃત દેહમાં પણ પંચભૂતોનુ કંઈ પણ વિકલપણું જોવામાં આવતું નથી; અને જે મરણ ઘટે છે એમ કહો, તો પરલોકગામી જૂદો જીવ નહિં હોવાથી સર્વ શિષ્ટ જનને ઇષ્ટ એવા પરલોકનો અભાવ થશે. અને (૩) દેહથી આત્મા એકાંતે ભિન્ન જ હોય તો પુરુષને ઈષ્ટ-અનિષ્ટ સ્પર્શ આદિનું વેદન નહિ થાય; નિગ્રહ-અનુગ્રહ પણ નિરર્થક થઈ પડશે; અને દેહે કરેલા કર્મનો આત્માથી સુખદુ:ખ અનુભવરૂપ ભોગવટો નહિ થાય, તેમજ આત્માએ કરેલા કર્મનો દેહથી પણ તેવો ભોગવટો નહિ થાય; અને આમ સર્વલોકપ્રતીત દષ્ટનો અને શાસ્ત્રસિદ્ધ એવા ઈષ્ટનો અપલાપ થશે. માટે દેહથી એકાંતે ભિન્ન કે એકાંતે અભિન્ન આત્મામાં હિંસાદિ ઘટતા નથી, પણ દેહથી ભિન્નભિન્ન આત્મામાં જ ઘટે છે. આમ એકાન્તવાદથી અન્યથા એવા અનેકાન્તવાદથી જ આ હિંસાદિની સિદ્ધિ થાય, એમ તત્ત્વવાદ છે.
એમ સૂક્ષ્મ તત્વ પ્રતીતિ કરી, મુમુક્ષુએ સર્વ તત્વના તસ્વરૂપ આત્મતત્વનો સૂક્ષ્મ વિચાર કરવા યોગ્ય છે. કારણકે જ્ઞાનીઓ કહે છે કે- “હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જૂદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિર્વસ્ત અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દે,-કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવા સતુશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે.* આ જગતમાં જે કોઈ પરમ સર્વોત્કૃષ્ટ, પરમોત્તમ તત્વ હોય તો તે આ અંતમાં ઝળહળી રહેલી કેવલ એક, શુદ્ધ, અદ્વૈત જ્ઞાનજ્યોતિ જ છે. શુદ્ધ ચૈતન્યચમત્કારરૂપ આ કેવળ જ્ઞાનજ્યોતિજ અબાહ્ય છે, બાકી બીજું બધું બાહ્ય છે. અર્થાત્ કર્મ, નોકર્મ આદી આત્માથી બાહ્ય છે, તે ભલે વ્હાર આળોટત્યા કરે, પણ તેનો આત્મામાં અન્ત:પ્રવેશ નથી. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ સાથે * શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૫૩૯