________________
કર્મના નિયમો
૨૧૧
૪. જીવ જે કર્મબંધ કરે છે તે દેહસ્થિત આકાશમાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહી કરે છે, વ્હારથી લઈને નહિ.
૫. ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ-પ્રદેશબંધ યોગથી થાય છે અને સ્થિતિબંધ-અનુભાગબંધ કષાયથી થાય છે. એક સમયે સાત અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે, અને “ખોરાક તથા વિષના દષ્ટાંતે' બધી પ્રવૃતિઓમાં તેના ભાગની વહેંચણી થાય છે. કેવલિ ભગવાનને માત્ર એક સમયનો સાતા વેદનીયનો જ બંધ હોય છે.
૬. ‘જેમ જેમ જીવ કર્મ પુદગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે.'
૭. “જે આત્માનો અંત વ્યાપાર (અંતર્ પરિણામની ધારા) તે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે. માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી.'
૮. આયુષ્ય કર્મ બા.-(૧) કોઈ પણ એક ભવમાં ભાવી એક જ ભવનું આયુષ્ય બંધાય. (૨) કોઈપણ ભવની આયુષ પ્રકૃતિ તે એક જ ભવમાં વેદાય,–બીજી પ્રકૃતિઓ અન્ય ભવમાં પણ વેદાય. (૩) “જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભોગવે છે, તે આખા ભવની એક જ બંધ પ્રકૃતિ છે.’ તે ભવની શરૂઆતથી જ આ આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે. એટલે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ અપકર્ષાદિ હોઈ શકે નહિ. (૪) ‘આયુષુ ઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહિ;' જે જે પ્રકારે બંધ પડ્યો હોય તે તે પ્રકારે ઉદયમાં આવી ભોગવાય. કારણકે આયુષ્યના બે પ્રકાર છે : સોપકમ-અપવર્તનીય અર્થાત્ શીઘ ભોગવી લેવાય એવું, અને નિરુપકમ-અનાવર્તનીય અર્થાત નિકાચિત. (૫) મનુષ્ય તિર્યંચ આદિ જે જે પર્યાયમાં જીવ વર્તતો હોય તેને તે તે આયુનો ઉદય હોય.
૯. ઉદય બે પ્રકારનો છે–પ્રદેશોદય અને વિપાકોદય. ‘વિપાકોદય બાહ્ય રીતે વેચાય છે, અને પ્રદેશોદય અંદરથી વેદાય છે.'