________________
૨૦૬
પ્રશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ७७ : समिति गुप्ति ઉપયોગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે, છતાં તે દેહથી આ આત્મા માનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરવો? તો કે ઉપયોગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યક યોગથી. આ મન-વચન-કાયાનો એવો સમ્યક યોગ કરવો, એવું કર્મકૌશલ દાખવવું, કે જેથી તે આત્માને સ્વરૂપ સાધનામાં બાધક ન થતાં સાધક થઈ પડે. “યો : હું શતમ્ " અને તેને માટેની વિધિ આ છે કે મન-વચન-કાયાના યોગનું એવું સંક્ષિપ્તપણું કરવું, ગુપ્તપણુંસુરક્ષિતપણું કરવું કે જેથી કરીને ઉપયોગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, સ્વરૂપગુપ્ત થાય. આનું નામ જ મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ છે. હવે જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી મન-વચન-કાયાના યોગની જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે, તે એવી સમ્યક કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સંયમન રહે. એવા એકાંત આત્મસંયમના હેતુથી જ, નિજ સ્વરૂપના લક્ષપૂર્વક ને જિન આજ્ઞા અનુસાર, મન-વચન-કાયાની જે સમ્યક પ્રવૃત્તિ તેને “સમિતિ” એવું યથાર્થ નામ આપ્યું છે. અને આવી જે સમ્યક પ્રવૃત્તિ તે પણ ક્ષણ પણ ઘટતી જઈ છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ ‘સમિતિ’ કહી છે, જેમાં સમસ્ત દ્વાદશાંગી સમાય છે. સમ્ = સમક, જિનવચનાનુસાર, ઈતિ = આત્માની ચેષ્ટા,-એ અપેક્ષાએ ગુપ્તિ પણ સમિતિ જ છે. ત્રણ ગુપ્તિ અને પંચ સમિતિ મળીને અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. કારણકે જનની જેમ પુત્રનું હિત અને શુભ કરે, તેમ આ અષ્ટ પ્રવચન માતા સાધક સંયમીને પ્રવચનનું– આગમજ્ઞાનનું પરિણમન કરાવી, ચારિત્રગુણગણની વૃદ્ધિ કરી શિવસુખ પમાડે છે. આમાં ગુપ્તિ છે તે સંવરમયી છે ને તે ઉત્સર્ગ માર્ગ છે; સમિતિ છે તે સંવર-નિર્જરારૂપ છે ને તે અપવાદ માર્ગ છે. અયોગી ભાવ કરવાની રુચિવાળા મુનિવર યોગનિવૃત્તિરૂપ ગુપ્તિ ધારે; અને જે