________________
૧૩૨
પ્રશાવબોધ મોક્ષમાળા
કેવલ એક આત્માર્થે જ તાત્ત્વિક સમજણપૂર્વક ધમનુષ્ઠાન કરે છે, એવા આ સાચા આત્માર્થી મુમુક્ષુ આત્માઓ જ, સમદષ્ટિ આદિ ભાવ પામવાની યોગ્યતાવાળા હોવાથી, દ્રવ્યથી જિન આજ્ઞાના અધિકારી છે. અને ભાવઆજ્ઞાના અધિકારી તો તેથી પણ ઉંચી દશાવાળા સમ્યગૃષ્ટિ, ચારિત્રી આદિ જ છે. આ દ્રવ્ય-ભાવ આજ્ઞાના અધિકારીપણાની ઉત્તરોત્તર વૃદ્ધિ પણ જ્ઞાનીની આજ્ઞાના આરાધનથી હોય છે.
આ આજ્ઞાનું આરાધન એ જ જ્ઞાની ભગવાનની મોટામાં મોટી પૂજા-ભકિત-સેવા છે. કોઈ નોકર હોય ને શેઠની આજ્ઞા ન પાળે ને કહે કે હું તેનો સેવક છું, એ કેમ બને? આ તો “ચાકર તેરા, કહ્યા નહિ કરું” એના જેવો ઘાટ થયો! માટે સાચો ભક્ત સેવક તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે; અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સત્ પુષ્પોથી પ્રભુની પૂજા કરે. કારણકે–‘પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવાં સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે,–જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભકિત છે.’ માટે આત્મકલ્યાણને ઇચ્છનાર મુમુક્ષુએ આજ્ઞાપ્રધાન બની, જ્ઞાનીની મુખ્ય આજ્ઞારૂપ આ સદ્વર્તનનું અર્થાત્ આત્મસ્વભાવરૂપ સત્વશીલનું યથાશક્તિ સેવન કરવું જોઈએ; અને પરભાવ-વિભાવ પ્રત્યે ગમનરૂપ વ્યભિચારથી તે શીલનો ભંગ ન થવા દેતાં, આત્મસ્વભાવમાં રહી અહિંસાદિ સદ્વર્તનમય શીલ પાળવું જોઈ એ. આમ આશ્રવનું નિવારણ ને સંવરનું સેવન કરતો રહી, જે પ્રભુની આજ્ઞાભક્તિમાં લીન થાય છે, તે આત્માર્થી મુમુક્ષુ જીવ પરમ આત્મસમાધિમય પ્રભુનું પરમ પદ પામે છે. “પ્રભુ આણા ભક્ત લીન, તિણે દેવચંદ્ર પદ કીન.” (દોહરા) આશ્રવ ત્યજી સંવર ભજી, પાળે જિન આજ્ઞા જ;
તે આત્માર્થી મુમુક્ષુ જન, શીઘ લહે શિવરાજ.