________________
સમાધિ મરણ
૧૩૩
शिक्षापाठ ५२ : समाधि मरण આજ્ઞા આરાધનમાં જે જીવન ગાળે છે, તે અવિરાધક જીવને પ્રાયે સમાધિમરણની પ્રાપ્તિ હોય છે. જ્ઞાનીઓ કહે છે કે એકવાર જે સમાધિમરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળશે.’ મૃત્યુનું આવવું અનિયત છે. તે ગમે ત્યારે, ગમે તેને, ગમે તે અવસ્થામાં, અગમચેતી વિના આવી પડે છે ને વગર નોટિસે આ કાયાની કોટડી ખાલી કરવી પડે છે. માટે જન્મેલાને મૃત્યુ ધ્રુવ છે, નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ એમ જાણી, વિચક્ષણ જનો તેથી નહિ ડરતાં, ગાંસડા પોટલા બાંધી તેનું સામૈયું કરવાને સદા તૈયાર જ રહે છે. ‘વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને વર્તે છે. ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે.
X X એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે.” શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું માર્મિક વચન છે કે-જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી પલાયન કરી શકે એમ હોય, અથવા હું નહિ જ મરૂં એમ જે જાણતો હોય તે ભલે સુખે સુએ! આનો પરમાર્થ બોધ એ છે કે આત્માર્થીએ પ્રથમથી જ અપ્રમત્ત જીવન ગાળી આત્મસમાધિનો અભ્યાસ કરવા યોગ્ય છે.
જેને દેહાદિમાં દઢ આત્મબુદ્ધિ છે, તે પોતાનો અંતકાળ આવ્યું, મિત્ર-સ્વજનાદિનો વિયોગ થશે એમ દેખી મૃત્યુથી અત્યંત ડરે છે. પણ જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે, તે તો દેહ મરે છે, હું મરતો નથી, હું તો અજર અમર અવિનાશી આત્મા છું, એમ ભાવતો હોઈ મૃત્યુથી લેશ પણ ડરતો નથી, અને તેનું જૂનું વસ્ત્ર બદલાવી નવું વસ્ત્ર ગ્રહવા જેવું લખે છે. આવી સમાધિભાવનાથી દેહાદિનું મમત્વ ત્યજી જે સમત્વ ભજે છે, તેને મૃત્યુ સમયે પણ સમાધિ રહે છે, અને તે મૃત્યુને મહોત્સવ માની આનંદથી ભેટે છે. આ સમાધિમરણની પ્રાપ્તિ અર્થે જ્ઞાની પુરુષોએ આલોચના, ક્ષમાપના, દુષ્કતનિન્દા, સુકૃતપ્રશંસા, પાપસ્થાનક ત્યાગ, વ્રતગ્રહણ, ભાવના, અનશન, ચઉશરણ,