________________
૧૫૪
પશાવબોધ મોશમાળા
૨૯. નહિ દેખતાં છતાં હું દેવને દેખું છું એમ કહે. ૩૦. અને દેવોનો જે અવર્ણવાદ કરે.
તે સર્વ મહામહનીય કર્મ બાંધે. અર્થાત્ આવા નિર્ધસપણાથી, તીવ્ર હિંસાથી, મહા મૃષાવાદથી, મહા માયા કપટયુક્ત દાંભિકપણાથી, ચોરીથી, વ્યભિચારથી, વિશ્વાસઘાતથી, કૃતઘ્નપણાથી, મતભેદ કલહાદિ ઉપજાવવારૂપ તીર્થભેદથી એ આદિ મહામોહરૂપ કારણોથી જીવ સિત્તેર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મહામોહનીય કર્મનો બંધ કરે, એમ શ્રી તીર્થકરે કહ્યું છે. (દોહરા) નિર્ધ્વસ પરિણામે કરી, હિંસાદિથી મતિઅંધ;
- તીર્થભેદાદિથી કરે, મહા મોહનીય બંધ..
शिक्षापाठ ६० : तीर्थंकर पद प्राप्ति स्थानक
તીર્થવિરાધનાથી મહામોહનીય કર્મ બાંધે, તેમ તીર્થઆરાધનાથી તીર્થકર નામકર્મ બાંધે. તીર્થંકર પદ એ આ વિશ્વનું સર્વોત્કૃષ્ટ પદ છે. જગતતારક ધર્મતીર્થ સ્થાપી જે શુદ્ધ ધર્મચક્રનું પ્રવર્તન કરે તે તીર્થકર. આ પરમોત્તમ પદની પ્રાપ્તિ આ અરિહંતાદિ ઉત્તમ વીસ સ્થાનકની સમદષ્ટિપણે ઉત્કૃષ્ટ આરાધનાથી થાય છે :
- પહેલું અરિહંત પદ : ચાર ઘાતિકર્મ ક્ષય કરી જેણે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે, એવા દેહ છતાં દેહાતીત દશામાં વિચરતા જીવન્મુક્ત શુદ્ધ આત્મા તે અરિહંત. બીજું સિદ્ધ પદ : અષ્ટ કર્મ નષ્ટ કરી જે વિદેહમુક્ત સહજાન્મસ્વરૂપી શુદ્ધ ચૈતન્યમૂર્તિ લોકાગ્રે સુસ્થિત છે તે સિદ્ધ. ત્રીજું પ્રવચન પદ : વીતરાગ સર્વજ્ઞપ્રણીત પરમ આગમ તે પ્રવચન. આ પ્રવચનના આધારભૂત ચતુર્વિધ સંઘ છે, એટલે તે પણ પ્રવચન કહેવાય છે. આ પ્રવચનનું વાત્સલ્ય કરવું, સપ્ત ક્ષેત્રમાં સીદાતા ક્ષેત્રની વિવેકથી સારસંભાળ સેવાભક્તિ કરવી તે પ્રવચન પદની આરાધના. ચોથું આચાર્ય પદ : શુદ્ધ આત્મસ્વરૂપની