________________
૯૨
ઘણાવબોધ મોક્ષમાળા
જૂગાર, માંસાહાર, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચોરીપરધનહરણ, પરસ્ત્રીગમન-એ મહાદુ:ખદાયી સખ વ્યસનને દેશવટો દેવો. પરસ્ત્રી પ્રત્યે વિકારી દષ્ટિ ને વ્યભિચારી વૃત્તિ નહિ કરતાં, મા
હેન સમી નિર્મલ દષ્ટિ રાખી સશીલની વૃદ્ધિ કરવી. પ્રાણ જાય પણ અનીતિથી ન રળવું એવી ટેકથી ધન આદિના ઉપાર્જનમાં ન્યાયનીતિ-પ્રમાણિકતાનું ઉચ્ચ પ્રમાણ જાળવવું. દા. ત. ‘કોઈથી મહા વિશ્વાસઘાત, મિત્રથી વિશ્વાસઘાત, કોઈની થાપણ ઓળવવી, વ્યસનનું સેવવું, મિથ્યા આળનું મૂકવું, ખોટા લેખ કરવા, હિસાબમાં ચૂક્વવું, જુલમી ભાવ કહેવો, નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો. જૂનાધિક તોળી આપવું, એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું, કર્માદાની ધંધો, લાંચ કે અદત્તાદાન –એ વાટેથી કંઈ પણ રળવું નહીં' ઇત્યાદિ પ્રકારે વ્યવહારશુદ્ધિ સાચવવી એમાં જનતાનું આ લોકપરલોક બન્નેનું કલ્યાણ છે.
અને આવી વ્યવહારશુદ્ધિથી પ્રમાણિકપણે ઉપાર્જન કરેલા ધનનું સાર્વજનિક ઉપયોગ માટે દાનાદિ કરવું તેનો પણ અત્ર સાર્વજનિક શ્રેયમાં સમાવેશ થાય છે. જેમકે-દીન દુ:ખી જનતા માટે વિવેકપૂર્વક પોતાના ન્યાયોપાર્જિત દ્રવ્યનો યથાશક્તિ સવ્યય કરવો. આત્મસમર્પણ બુદ્ધિવાળી ત્યાગભાવનાથી અન્નદાન-ઔષધદાન આદિ દેવા, દેશકાળને અનુસરી દવાખાના-ઈસ્પિતાલ વગેરે કરાવવા. તેમજ રોગચાળો ફાટી નીકળે ત્યારે, અથવા દુષ્કાળ-અતિવૃષ્ટિઅનાવૃષ્ટિ આદિ કુદરતી કોપ આવી પડે ત્યારે, સંકટ સમયે પોતાના તન-મન-ધનની સર્વ શક્તિ ખર્ચીન, જાતિધર્મના ભેદભાવ વિના, જનતાની-દરિદ્રનારાયણની જેટલી બને તેટલી નિ:સ્વાર્થ નિર્દભ સેવા કરવી. આ સાર્વજનિક લોકકલ્યાણના સુકૃત્યમાં પણ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનું ઔચિત્ય જાળવવું ઉચિત છે. આ બધુંય પ્રશસ્ત હોઈ, પરંપરાએ યોગબીજનું કારણ થાય છે; કારણકે પુષ્ટ આલંબનને આશ્રીને કરવામાં આવેલા તે દાનાદિ સેવાધર્મને લીધે પ્રવચનની. ઉન્નતિ થાય છે, જેથી કરીને લોકોને બીજાધાન આદિ ભાવની પ્રાપ્તિ થઈ, પોતાને ને પરને કલ્યાણ કારણ થઈ પડે છે.