________________
૧૪
સંપાદકીય વેદના સ્પષ્ટ પણે તરવરતી દેખાય. તે કવિના શબ્દો –
ઊંચી ઈમારતના ગુંબજો સહુ જાણે છે.
પણ પાયામાં જે પોલ્યા એને બહુ ઓછા જાણે છે. બસ, આવી જ બીના આ પ્રસ્તુત પ્રકાશન માટે છે. એકલ પડે આ કાર્ય મારા જેવા અબુધ માટે અશક્ય પ્રાયઃ હતું. પરંતુ મુક્તિપુરીના નિઃસ્વાર્થ સાધકોના ટકે અને તેઓના નિર્ભેળ પ્રેમ અને હામના કારણે આજે આ કાર્ય પૂર્ણ થયું છે. તે ઉપકારીઓને નત મસ્તકે વંદન.
અનંતોપકારી અરિહંત પરમાત્મા શ્રી મુનિસુવ્રત સ્વામી અને આસન્નોપકારી શ્રી મહાવીર સ્વામી જેની અસીમ કૃપાની અનુભૂતિ સમ્પાદન કાર્ય કાળે અવિરત પણે થતી હતી.
અનંત લબ્લિનિધાન ગુરૂ ગૌતમસ્વામી જેમના નામનું સ્મરણ માત્ર કાર્યસિદ્ધિનું પ્રયોજક છે તેમને શી રીતે વિસરાય ?
પિંડનિયુક્તિના રચયિતા ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી અને વૃત્તિકાર યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિજી તથા શ્રી વીરાચાર્યજી સંપાદન કાળે સતત દિવ્ય સહાય કરતા હોય એવો સ્પષ્ટ અનુભવ થતો હતો.
મારા જીવનના આદર્શ જેમનું નામ મારા માટે મંત્ર તુલ્ય છે એવા સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. પણ આ અવસરે અચૂક સ્મરણીય છે.
દુર્લભ એવા આ ગ્રંથરત્નની પ્રાપ્તિ જેની દિવ્યકૃપા અને સહાય વગર અસંભવિત હતી એવા વર્ધમાન તપોનિધિ ૫.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ની સ્મૃતિ અવિસ્મરણીય બની રહેશે.
જેઓના ગુણવૈભવ અને અગાધજ્ઞાનસમદ્રનો પરિચય પૂર્વે શબ્દો દ્વારા થયેલો પરંતુ સાક્ષાત્ જ્યારે નિકટથી માણ્યા ત્યારે લાગ્યું કે આ મહાપુરૂષના ગુણવૈભવને શબ્દોમાં બાંધવા એટલે ભૂજા દ્વારા સ્વયંભૂરમણસમુદ્રને તરવા જેવું છે. મારા અત્યંત હિતચિંતક એવા ગચ્છા ગીતાર્થમૂર્ધન્ય ૫.પૂ. આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબે સંપાદનની અનુમતિ આપવા દ્વારા મને ઉપકૃત ર્યો છે.
પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ શ્રેય જેઓના ફાળે જાય છે એવા ભવોદધિતારક સંઘાસનકૌશલ્યાધાર ગુરૂદેવ પ.પૂ.આ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. તેમની અનેક્વારની પ્રેરણા રહેતી કે “જિનશાસને તમને વણમાંગ્યું અકૂપાપાર આપ્યું તમે જિનશાસનને શું આપ્યું?” બસ, આ પ્રેરણા જ પ્રસ્તુત કાર્યનું પ્રારંભબિંદુ હતું. કાર્યના શ્રીગણેશ કર્યા પછી થોડાક મહિનામાં અધીરાઈનો શિકાર બનેલો અને પરિશ્રમસાધ્ય આ કાર્યથી જરાક કંટાળી ગયેલો એક વાર ગુરૂજી પાસે જઈને કહ્યું કે આ કાર્ય મારાથી નહિ થાય. ઉપાડતા તો ઉપાડી લીધું પરંતુ મારા ગજા બહારની વસ્તુ છે. ત્યારે ફરીથી વાત્સલ્યપૂર્ણ પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા મને નવપદ્ઘવિત કર્યો અને કાર્યમાં જોમ પૂર્ય અને અવસરે અવસરે ઊઘરાણી લેતાં કે “ક્યાં પહોંચ્યું ?” આ નિર્મળ પ્રેમ અને હુંફના કારણે આ પ્રકાશન સંભવિત થયું. મારી શંકાઓનું સચોટ સમાધાન આપવા દ્વારા આ ગ્રંથની શુદ્ધિમાં જમ્બર વધારો કર્યો. તેમના આ અનહદ ઉપકારના ઋણમાંથી મુક્ત થવા માટેનો ઉપાય સર્વજ્ઞ જ બતાવી શકે તેમ છે.
મારા સંસારી પિતાશ્રી દિપકભાઈ અને માતુશ્રી હેમાબેન જેઓના ઉપકારની સ્મૃતિ વિસરે વિસરાય એવી નથી. તેઓની મારા પ્રત્યેની અપાર લાગણી મારી ઉન્નતિ માટેની અવિરત પ્રભુને પ્રાર્થના મારા