________________
સંપાદકીય
અવતરણિકામાં લઘુવૃત્તિકાર લખે છે કે ‘યથાવત્તર માધ્યકૢ વક્ષ્યતિ' પરંતુ તે ભાષ્યગાથાઓ ક્યાંથી ચાલુ થાય છે તેનો કોઈ નિર્દેશ ર્યો નથી. તથા કોઈક અવતરણિકામાં ‘માધ્યાદ્દવસેયઃ' લખી ભાષ્યગાથાઓ લખી છે, પરંતુ તે ભાષ્યની ગાથાઓ ક્યાં સુધી સમજવી અને ક્યાંથી નિર્યુક્તિગાથાઓનો ફરી પ્રારંભ થાય છે એ એક મુશ્કેલી ભર્યો પ્રશ્ન છે. સ્થાપનાદોષ પછીની ટીકાના કર્તા શ્રી વીરાચાર્યજીએ પણ પોતાની ટીકામાં ભાષ્યગાથા સૂચવતો એક પણ નિર્દેશ કર્યો નથી. તેથી એમાં પણ ટેલીક ભાષ્યગાથાઓ હશે પરંતુ તેનો તાગ મેળવવો ખૂબ કઠિન છે.
પૂ.વીરગણીજી તથા મલયગિરિસૂરિજી પોતાની વૃત્તિમાં કોઈક જગ્યાએ સ્પષ્ટપણે લખ્યું છે કે ‘માધ્યાર આહ' વગેરે પરંતુ એવા કેટલાક જૂજ સ્થાનો છે જ્યાં લઘુવૃત્તિકાર ભાષ્યકારની ગાથા સૂચવે છે ત્યાં ઉપરોક્ત બે ટીકાકારોએ અવતરણિકામાં કાંઈ લખ્યું નથી એટલે કદાચ એમને એ ગાથાઓ નિર્યુક્તિ તરીકે અભિપ્રેત હોય. આવી અનેક ગૂંછો હોવાથી અમે (નિ॰) ડે (મા॰) એવા કોઈ સંકેતો આપ્યા નથી અને ભાષ્યગાથાને અલગ ગાથાક્રમાંક ન આપતાં ક્રમશઃ ગાથાક્રમાંક રાખ્યા છે. તેથી પૂર્વે મુદ્રિત મલયગિરિષ્કૃત ટીકા સહિત પિંડનિર્યુક્તિમાં આપેલા ગાથામાંક અને આમાં આપેલા ગાથાક્રમાંકમાં ભિન્નતા રહેશે એટલું વાચકવર્ગે ખાસ નોંધવામાં લેવું.
વિશેષમાં જે ગાથાઓ માત્ર મૂળ હસ્તાદર્શોમાં મળે છે પરંતુ તેની વ્યાખ્યા કોઈ પણ ટીકાકારે ન કરી હોય એવી ગાથાઓનો સમાવેશ અમે ટિપ્પણમાં કર્યો છે. અને જે ગાથાઓ મૂળહસ્તાદર્શોમાં મળે છે અને તેની વ્યાખ્યા મલયગિરિષ્કૃત તથા વીરગણિકૃત ટીકામાં પણ મળતી હોય પરંતુ લઘુવૃત્તિકારે તે ગાથાઓની વ્યાખ્યા ન કરી હોય એવી ગાથાઓને અમે મૂળક્રમાંકમાં સ્થાન આપ્યું છે અને નીચે તત્સંબંધી ટિપ્પણ આપી છે.
૧૨
આ પ્રસ્તુત પ્રકાશનમાં અમે કેટલાક સામાન્ય પરિશિષ્ટોનો પણ સમાવેશ કર્યો છે. પ્રથમ પરિશિષ્ટમાં નિર્યુક્તિગાથાઓનો અકારાદિ ક્રમ આપ્યો છે. બીજા પરિશિષ્ટમાં ટીકામાં આવતા સાક્ષિપાઠોનો અકારાદિ ક્રમ લીધો છે. ત્રીજા અને ચોથા પરિશિષ્ટમાં અનુક્રમે સંકેત સૂચિ અને ઉપયુક્તગ્રંથસૂચિ આપી છે. મૂળ નિર્યુક્તિગાથાઓનાં સંશોધન અને સંપાદન માટે ઉપયોગમાં લીધેલા હસ્તાદર્શોની સંજ્ઞા અને ક્યા ભંડારના છે તે નીચે પ્રમાણે છે.
પૂર્વે સંશોધન અને સંપાદન માટે ઉપયોગમાં લેવાતા હસ્તાદર્શો માટે ‘ક ખ ગ ઘ’ વગેરે સંજ્ઞાઓ અપાતી હતી પરંતુ એ પદ્ધતિ નહિ અપનાવતા જે પ્રતો જે ભંડારની છે અથવા જ્યાંની છે તે ભંડારના નામનો આઘ અક્ષર અથવા તે હસ્તપ્રત જે સ્થળના ભંડારની છે તે સ્થળના નામનો આઘ અક્ષર લીધો
છે.
૧. ૦ આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ ખંભાતનગરમાં રહેલા શાંતિનાથ તાડપત્રીય જૈન ગ્રંથ ભંડારમાં વિદ્યમાન છે. આ તાડપત્રીય હસ્તાદર્શ ૧૩ મી સદીના પૂર્વાર્ધમાં લખાયેલો છે. આ પ્રસ્તુત હસ્તાદર્શના અંતે લેખન સંવત લખેલો છે. તે આ પ્રમાણે છે. “સંવત્ ૨૨૦૬ વિ ?? સોમે પુસ્તિયં સિદ્ધિતેત્તિ.''
-
ર. ને આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ જેસલમેર સ્થિત ખરતરગચ્છીય આ.શ્રી જિનભદ્રસૂરિજી દ્વારા સંસ્થાપિત તાડપત્રીય જૈન ગ્રન્થ ભંડારમાં વિદ્યમાન છે. આ તાડપત્રીય હસ્તાદર્શ
-