________________
સંપાદકીય
સંપાદન પદ્ધતિ પ્રસ્તુત પિંડનિર્યુક્તિની ટીકા અઘયાવત્ અપ્રગટ અને અપ્રકાશિત હતી. તેથી અંગે પ્રસ્તુત ગ્રન્થનાં સંપાદન માટે અનેક હસ્તપ્રતોનો અમે ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત
ટીકાનાં સંશોધન અને સંપાદનમાં બહુધા અમે પૂર્વેના મહાત્માની પદ્ધતિને જ અપનાવી છે. તેમ છતાં, તેમાં જે કંઈ થોડી ઘણી વિશેષતાઓ છે તે અમે દર્શાવીએ છીએ.
વાચકવર્ગને વાંચનમાં સુગમતા પડે તે માટે જ્યાં ટીકાકાર મૂળના શબ્દોને લઈ તે શબ્દોનો અર્થ કરતા હોય ત્યાં તે મૂળનો શબ્દ અને ટીકાકાર દ્વારા બનાવાયેલ તેના અર્થ વચ્ચે ‘=' આવી નિશાની વાપરી છે. તેમ જ મૂળ નિયુક્તિના શબ્દો જે ટીકામાં ટીકાકારે લીધેલા છે તેને જુદા તારવવા માટે અને આ મૂળનો શબ્દ છે એ સ્પષ્ટપણે ખ્યાલ આવે તે માટે તે શબ્દોને બોલ્ડ કરેલા છે.
અમે મોટા ભાગે જ્યાં અર્થાન્તર થતો હોય ક્યાં તો વિભક્તિનો ભેદ હોય એવા પાઠાન્તરો નીચે ટિપ્પણમાં લીધા છે. અને જે શુદ્ધ પાઠ અમને પ્રતીત થતો હોય તેને મૂળમાં સ્થાન આપ્યું છે. પરંતુ માત્ર લહીયાની અશુદ્ધિ સ્પષ્ટ પણે લાગતી હોય એવા પાઠાન્તરોની ભરમાર ટિપ્પણમાં કરી નથી. વળી કેટલાક સ્થળે જ્યાં ત્રણ હસ્તાદર્શમાં સાચો પાઠ લાગતો ન હોય ત્યાં અમે ત્રણે હસ્તપ્રતોના પાઠને જોડી સંદર્ભનુસાર સમ્યક પાઠ મૂકી ત્રણે હસ્તાદર્શના પાઠોને નીચે ટિપ્પણમાં મૂક્યાં છે.
પ્રસ્તુત ટીકાનાં સંપાદનમાં અમારી સમક્ષ પૂ વીરગણિકૃત ટીકા (જે મુદ્રણાલયાધીન છે.) અને ૫ મલયગિરિસૂરિજીકૃત ટીકાને રાખી હતી. જ્યાં પૂ.મલયગિરિસૂરિકૃત અને ૫, વીરગણિકૃત વૃત્તિમાં પ્રસ્તુત ટીકા કરતાં અર્થભેદ દેખાતો હોય ક્યાં તો કંઈ વિશેષતા હોય તે બધાની નોંધ યથાશક્ય અમે વિશેષ ટિપ્પણ (- વિટિ) માં કરી છે.
કેટલાક અઘરા શબ્દો જેના અર્થ પ્રચલિત નથી એવા શબ્દોના અર્થને સંદર્ભનુસાર યથામતિ અમે વિશેષ ટિપ્પણમાં (= વિટિ ) સ્થાન આપ્યું છે. તેમજ તા. સંજ્ઞક હસ્તપ્રતમાં (જેનો પરિચય અમે આગળ આપ્યો છે.) પૂર્વેના કોઈક વિદ્વાન વાચકે ટિપ્પણી કરી છે. તે ટિપ્પણો જેટલી અમે ઉકેલી શક્યા છે તે ટિપ્પણોનો સમાવેશ વિ ટિમાં કર્યો છે. અને તે ટિપ્પણો લખી તેની બાજુમાં નાટિ. આ પ્રમાણેની સંજ્ઞા આપી છે. વિશેષ ટિપ્પણોને સૂચવવા TV - આવા ચિહ્નો મૂળમાં મૂકી તેનો સમાવેશ નીચે વિટિ = વિશેષ ટિપ્પણ કૉલમમાં ર્યો છે.
ટકાના શુદ્ધપાઠ માટે જેમ અનેક હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે તેમ મૂળ નિર્યુક્તિગાથાઓને શુદ્ધ કરવા માટે પણ અમે અનેક હસ્તાદર્થોનો ઉપયોગ કર્યો છે. અને તેના પણ પાઠાન્તરો અમે ટિપ્પણમાં આપ્યાં છે.
આજે જે નિયુક્તિ સહિત ભાષ્ય ગ્રંથો મળે છે તેમાં નિર્યુક્તિ તથા ભાષ્યનું એવું મિશ્રણ થઈ ગયું છે કે નિયુક્તિ તથા ભાષ્યને છુટા પાડવા મુકેલ છે. પ્રસ્તુત પિંડનિયુક્તિ માટે પણ એવું જ છે. પ્રસ્તુત પ્રકાશિત ટીકામાં અમે ગાથાઓની બાજુમાં (નિ.) કે (મ) આવા કોઈ સંકેતો મૂક્યા નથી. કારણ કે આમાં કેટલીક ગાથાઓ એવી છે કે જેને વાંચતા અને વિચારતા અમને એવું પ્રતીત થાય છે કે તે ગાથાઓ ભાષ્યની હોવી જોઈએ છતાં આજે નિર્યુક્તિગાથાઓ તરિકે પ્રસિદ્ધ છે. વળી કેટલીક ગાથાઓની