________________
પ્રસ્તાવના
શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનમાં ૨૩૯ મી નિર્યુક્તિની ટીકામાં ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ મ.સા. પોતે કહે છે કે “મારા વડે પિંડનિયુક્તિનું વ્યાખ્યાન કરાયેલું છે એટલે અહીં એનુ વ્યાખ્યાન કરાતું નથી.’’
આટલાથી સુસ્પષ્ટ થઈ જાય છે કે પ.પૂ. યાનિીમહત્તરાસન શ્રી હરિભદ્રસૂરિજી એ પિંડનિયુક્તિ ઉપર ટીકા લખી છે.
રે
એક વિમર્શ એક બાજુ પ.પૂ. શ્રી વીરગણિજી પોતાની પિંડનિર્યુક્તિ ઉપર રચેલી શિષ્યહિતા નામની ટીકામાં લખે છે કે પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મ.સાહેબે સ્થાપનાદોષ સુધીની નિવૃતિ રચી પછી દિવંગત થયા. જ્યારે બીજી બાજુ શ્રી હરિભદ્રસૂરિજી પોતાની દશવૈકાલિકની ટીકામાં જણાવે છે કે મારા વડે પિંડનિર્યુક્તિની વ્યાખ્યા કરાયેલી છે તો વાસ્તવિક્તા શું હશે ? શું શ્રી હરિભદ્રસૂરિ મ.સાહેબે સ્થાપનાદોષ સુધી જ વૃત્તિ રચી હશે કે સંપૂર્ણ પિંડનિયુક્તિ ઉપર, તે એક શોધનો વિષય છે.
-
આના વિષે નીચે મુજબની ક્લ્પના થઈ શકે છે કે પ.પૂ.શ્રી હરિભદ્રસૂરિ મ.સાહેબે પિંડનિર્યુક્તિ ઉપર સંપૂર્ણ વૃત્તિ લખી હશે પરંતુ બનવા જોગે કોઈક કારણોસર દેદ્દાચાર્યજીના શિષ્ય વીરાચાર્યજીના કાળમાં સ્થાપનાદોષની પહેલી ગાથા સુધીની જ વૃત્તિવાળી હસ્તપ્રતો મળતી હશે. તેથી બાળ જીવો પર ઉપકાર કરવા શ્રી વીરાચાર્યજીએ અવશિષ્ટ અંશ પૂર્ણ કર્યો હશે.
ત્યાર પછીના કાળમાં તેવી હસ્તપ્રતો જ ભંડારમાં ઉપલબ્ધ થતી હોવાથી પ.પૂ. શ્રી વીરગણિજીના કાળમાં એવી માન્યતા ચાલતી હશે કે પ.પૂ. શ્રી હરિભદ્રસૂરિ મ.સા. જેવા પ્રકાંડ વિદ્વાન આ રીતે કોઈ ગ્રંથ અધૂરો છોડે નહિ. તેથી સંભવિત છે કે તેમના જીવનના છેલ્લાં દિવસોમાં પ્રસ્તુત ગ્રન્થની વૃત્તિ રચવાનો પ્રારંભ કર્યો હોય અને સ્થાપનાદોષ સુધીની વૃત્તિ લખાઈ ત્યાં તે દિવંગત થયા હશે. તેથી તેમને પોતાની વૃત્તિમાં પ્રારંભિક શ્લોકોમાં આવો ઉલ્લેખ કર્યો હશે.
જો કે પ્રસ્તુત ટીકાની શૈલી જોતા અને વિચારતા અમને એવું લાગે છે કે પ.પૂ.શ્રી હરિભદ્રસૂરિ મ.સા.નો આ પ્રારંભિક ગ્રંથ હોવો જોઈએ કારણ કે આ પ્રસ્તુત શ્રી હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ યાવત્ ચૂર્ણિ સ્વરૂપ હોય એવું લાગે છે. ચૂર્ણની શૈલીના જે લક્ષણો સંસ્કૃત-પ્રાકૃતનું મિશ્રણ, તથા એકાર્યક શબ્દો બતાવવા વગેરે આમાં જોવા મળે છે. તથા અત્યંત સંક્ષિસ છે. ચૂર્ણિઓની રચનાનો અંતિમકાળ અને શ્રી હરિભદ્રસૂરિ મ.સા.નો શરૂઆતનો સમય તે બે વચ્ચે બહુ અંતર નથી. તેથી સંભવી શકે કે ત્યારે તેમની ટીકામાં આ રીતે ચૂર્ણિની છાંટ હોય.
આ અમારૂં અનુમાન છે પરંતુ વિદ્વાન વાચકવર્ગને વિનંતી છે કે પોતાની માર્ગાનુસારી પ્રજ્ઞા દ્વારા આનો નિર્ણય કરે.
સ્થાપનાદોષ પછીની વૃત્તિના રચયિતા શ્રી વીરાચાર્યજીના ઈતિહાસ અંગે પર્યાપ્ત સામગ્રી મળતી નથી પરંતુ પોતાની વૃત્તિના પ્રારંભિક શ્લોકમાં પોતાને દેદ્દાચાર્યના શિષ્ય તરીકે ઓળખાવે છે. તેમને
१. भावस्सुवगारित्ता एत्थं दव्वेसणाइ अहिगारो । तीइ पुण अत्थजुत्ती वत्तव्वा पिंडनिज्जुती ॥ २३९ ॥
टीका – प्रकृतयोजनामाह - 'भावस्य' ज्ञानोपकारित्वाद्... वक्तव्या पिण्डनिर्युक्तिरिति गाथार्थः । सा च पृथक्था मया व्याख्यातैवेति नेह व्याख्यायते । दशवै० ५ / १ नि० २३९ हरिभद्रसूरिकृतटीका ॥
२. प्रणिपत्य जिनवरेन्द्रं वीरं वागीश्वरीं च सर्व्वीयाम् । देद्दाचार्य्यं च गुरुं निष्पादितशिष्यसङ्घातम् ॥१॥