________________
પ્રસ્તાવના
• કોઈક ભદ્રબાહુસ્વામી છે એવા સ્પષ્ટ ઉલ્લેખો અઘયાવત્ કોઈ પણ મળતા નથી. જ નિયતિ ઉપર
પ્રસ્તુત પિંડનિર્યુક્તિ ગ્રન્ય સાધુઓએ પોતાનો ભિક્ષાયોગ કઈ રીતે ચા રિન્ય સાધવો તદ્ અંગે પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે. જોકે આ પવિત્ર ગ્રન્થની રેલી
અત્યંત સંક્ષિપ્ત અને સાંકેતિક છે. તેથી વર્તમાનની શ્રમણ સંસ્થાને માત્ર નિર્યુક્તિના આધારે અર્થબોધ કરવો ખૂબ જ કઠિન છે. તેના અર્થગાંભીર્યને સમજવા માટે વ્યાખ્યા સાહિત્ય અત્યંત આવશ્યક અને સહાયક બની રહે છે. કેટલાક સંપ્રદાય ટીકાકારોને અપ્રમાણભૂત માની તેમના દ્વારા રચાયેલી ટીકાઓને પ્રમાણભૂત માનતા નથી છતાં તે નિયુક્તિના એપર્યાથને સમજવા માટે તેનો જ ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરે છે. આ પ્રવૃત્તિ જોઈ મહોપાધ્યાય પ.પૂ. યશોવિજયજી મ.સા.ની પંક્તિ યાદ આવે છે –
વૃત્તિ પ્રમુખ જોઈ કરી ભાખે આગમ આપ જિનજી
તેહ જ મૂઢા ઓલવે જિમ કુપુત્ર નિજ બાપ જિનજી... પ્રસ્તુત પિંડનિર્યુક્તિ ઉપર અમારી જાણ મુજબ કુલ પાંચ વ્યાખ્યાઓ મળ છે. (૧) પિંડનિર્યુક્તિ લઘુવૃત્તિ :- (પ્રથમ વ્યાખ્યા અંગે અમે પછી લખીશું.)
(૨) શ્રી વીરગણિત શિષ્યહિતા ટીકા :- આ ટીકાના રચયિતા પ.પૂ. શ્રી વીરગણિ છે. તેમને આ ટીકા ૧૧૬૦ માં રચી છે. તે પ્રાયઃ ૭૬૭૧ શ્લોકપ્રમાણ છે. આ ટીકામાં મૂલના પ્રત્યેક શબ્દોની વ્યાખ્યા કરવામાં આવી છે. આ ટીકા વિસ્તારવાળી છે અને મૂળનો યર્થાથ બોધ કરાવામાં ખૂબ જ સહાયક નીવડે એવી છે. પ.પૂ.આ.શ્રી મલયગિરિસૂરિજી કૃત વૃત્તિ. (જેની રચના સંવત્ મળતો નથી) અને પ.પૂ.શ્રી વીરગણિજી કૃત શિષ્યહિતા વૃત્તિ બન્નેનો તુલનાત્મક પરિશીલન કરવામાં આવે તો ખ્યાલ આવે એવો છે કે ૫.પૂ હરિભદ્રસૂરિકૃત ટીકા અને ઉપરોક્ત શિષ્યહિતા વૃત્તિ બન્નેને પોતાની સમક્ષ રાખી વૃત્તિ બનાવી હશે. આ શિષ્યહિતા ટીકા અઘયાવત્ અપ્રકાશિત હતી. તે હાલમાં મુદ્રણાલય આધીન છે જેને ટૂંક સમયમાં પ્રકાશિત કરવાની અમારી ભાવના છે.
(૩) આ.મલયગિરિકૃત ટીકા :- આ ટીકા હાલમાં શ્રમણસંસ્થામાં બહુલતયા વંચાય છે. જેની શૈલી ખૂબ સરળ છે. આ ટીકા પ્રાયઃ ૭૦૦૦ થી અધિક શ્લોકપ્રમાણ છે. આ ટીકાની રચનાનો સંવત્ મળતો નથી.
(૪) પિંડનિર્યુક્તિ અવચૂરિ :- પિંડનિયુક્તિ ઉપર ક્ષમારત્નસૂરિકૃત અવસૂરિ આજે મળે છે. આમાં સંક્ષેપમાં વ્યાખ્યા કરી છે. તે મોટા ભાગે મલયગિરિકૃત ટીકાના આધારે બનાવેલી છે.
(૫) પિંડનિર્યુક્તિ દીપિકા - પિંડનિર્યુક્તિ ઉપર માણિજ્યશખસૂરિકૃત દીપિકા મળે છે. તેમાં પ્રાયઃ શરૂઆતની ૧૦૦ ગાથાઓની વ્યાખ્યા મળે છે. વચ્ચેની ગાથાઓની વ્યાખ્યા મળતી નથી. દાયકદોષથી ફરીથી વ્યાખ્યાનો પ્રારંભ થાય છે.
પ્રથમ વ્યાખ્યા અંગે હવે નવીન હકીક્ત રજુ કરીએ છીએ–
૧. પિંડનિર્યુક્તિ લઘુવૃત્તિ :- પ્રસ્તુત ટીકા જે આમાં પ્રકાશિત કરવામાં આવી છે તે બૃહટિપ્પનિકા જિનરત્નકોષ વગેરે ના આધારે લઘુવૃત્તિ તરિકે પ્રસિદ્ધ છે. આ ટીકા બે મહાપુરૂષો દ્વારા આલેખાયેલી છે. તેમાં પ્રથમ સ્થાપનાદોષ સુધી યાકિનીમહત્તરાસૂનું ૧૪૪૪ ગ્રન્થના નિર્માતા પરમ પૂજ્ય આ.શ્રીમદ્ હરિભદ્રસૂરિ મ.સા. દ્વારા રચાયેલી છે જે અદ્યાવધિ અપ્રકાશિત –અપ્રસિદ્ધ - પ્રથમવાર પ્રવેશી રહેલી છે. અને અવશિષ્ટ