________________
પ્રસ્તાવના
१. “अनुयोगदायिनः - सुधर्मस्वामिप्रभृतयः यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहुस्वामिनश्च
तुर्दशपूर्वधरस्याचार्योऽतस्तान् सर्वानिति॥ आचा० नि० १ पृ०४ २. “गुणाधिकस्य वंदनं कर्त्तव्यं न त्वधमस्य, यत उक्तम् – 'गुणाहिए वंदणयं'। भद्रबाहुस्वामिनश्चतुर्दश
पूर्वधरत्वाद् दशपूर्वधरादीनां च न्यूनत्वात् किं तेषां नमस्कारमसौ करोति ? इति । अत्रोच्यते
गुणाधिका एव ते, अव्यवच्छित्तिगुणाधिक्यात्, अतो न दोष इति ॥ ओघ० नि० पृ०३ ३. “इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कन्धरूपमावश्यकं तावद
र्थतस्तीर्थकरैः सूत्रतस्तु गणधरैर्विरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधु-श्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुनैतद्व्याख्यानरूपा ‘आभिणिबोहियनाणं.' इत्यादिप्रसिद्धग्रन्थरूपा नियुक्तिः कृता ।"
विशे०आ०भा० मलधारिहेमचन्द्रसूरिकृत टीका पृ०१ ४. “साधूनामनुग्रहाय चतुर्दशपूर्वधरेण भगवता भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहारसूत्रं चाकारि,
उभयोरपि च सूत्रस्पर्शिकनियुक्तिः ॥" बृ०क० पीठिका पृ०२ "इह श्रीमदावश्यकादिसिद्धान्तप्रतिबद्धनियुक्तिशास्त्रसंसूत्रणसूत्रधारः... श्रीभद्रबाहुस्वामी... कल्पनामधेयमध्ययनं नियुक्तियुक्तं निर्मूढवान्।" बृ० क० पीठिका श्रीक्षेमकीर्तिसूरिकृतटीका पृ०१७७
પ્રશ્ન રહ્યો તેમના પછીની ઘટનાઓનો. તેનો એક ઉત્તર એ છે કે કેટલાક યુગોથી નિયુક્તિની ગાથાઓ અને ભાષ્યની ગાથાઓનું સંમિશ્રણ થઈ ગયું છે. જેના કારણે નિયુક્તિકારના કાળ પછીની ઘટનાઓને સૂચવતી ગાથાઓ કદાચ ભાષ્યની હોય પરંતુ કાળ ક્રમે નિયુક્તિ અને ભાષ્યગાથાઓનું સંમિશ્રણ થવાને લીધે અને પૃથક્કરણ દુર્બોધ હોવાથી નિયુક્તિકારકૃત ગાથા તરિકે પ્રસિદ્ધ પામી ગઈ હોય. જેથી ઉપરોક્ત ભ્રમ સંભવી શકે છે. વળી ભાષ્યગાથાઓ અને નિયુક્તિગાથાઓનું એકીકરણ થઈ ગયું છે. એ વાત પ.પૂ.મલયગિરિસૂરિ મ.સા. બૃહત્કલ્પની ટીકામાં જણાવેલી છે.
બીજી યુકિત એ છે કે પ.પૂ.આ.શ્રી ભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી હતા માટે તેઓ ભવિષ્યકાલીન ઘટનાઓ જાણી શકે છે. આ વિષયમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર શ્રી વાદિવેતાલ શાંતિસૂરિજી દ્વારા રચાયેલી પાઈય ટીકામાં લખ્યું છે કે – “કેટલાક ઉદાહરણો નિર્યુક્તિકાલની ઉત્તરમાં થયેલા છે એટલા માત્રથી શંકા ન કરવી કે નિયુક્તિકાર કોઈ અન્ય છે કારણ કે ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવલી ત્રણે કાલના વસ્તુવિષયને જુવે છે.” કુતર્ક પ્રેમીઓના ગળે ના ઉતરે એવી આ વાત શ્રદ્ધાળુ માર્ગાનુસારીઓને માટે ખૂબ મનનીય છે. અને બુદ્ધિમાં રહેલી કુયુક્તિની કબજીયાતને દૂર કરવા માટે રસાયણ (રેચક) તુલ્ય છે.
ઉપરોક્ત ગ્રન્યકારોના વચનથી સુસ્પષ્ટ થઈ જાય છે કે નિયુક્તિના રચયિતા ચતુર્દશ પૂર્વધર પ.પૂ.શ્રી ભદ્રબાહુસ્વામીજી હતા. જ્યારે નિયુક્તિના રચયિતા ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુસ્વામીજી નથી પરંતુ દ્વિતીય १. “ततः सुखग्रहण-धारणाय भाष्यकारो भाष्यं कृतवान्, तच्च सूत्रस्पर्शिकनियुक्त्यनुगतमिति सूत्रस्पर्शिकनियुक्तिः भाष्यं चैको ग्रन्थो जातः ।" बृ० क० भा० पीठिका पृ०२ २. “न च केषाञ्चिदिहोदाहरणानां नियुक्तिकालादर्वाक्कालभाविता इत्यन्योक्तत्वमाशङ्कनीयम्, स हि भगवाँश्चतुर्दशपूर्ववित् श्रुतकेवली कालत्रयविषयं वस्तु पश्यत्येवेति कथमन्यकृतत्वाशङ्का ? इति ।" उत्तरा० शान्तिसूरिकृत पाइयटीका पृ०१३९