________________
પ્રસ્તાવના અંશ શ્રી દેદાચાર્યના શિષ્ય શ્રી વીરાચાર્યજીએ પૂર્ણ કરેલો છે. પ્રસ્તુત ટીકા પ્રાયઃ ૨૫૦ શ્લોક પ્રમાણ છે. જેમાંથી ૧૩પ૩ શ્લોક પ્રમાણ ટીકા શ્રી હરિભદ્રસૂરિજીની છે બાકીની શ્રી વિરાચાર્યજી કૃત છે.
પ.પૂઆ.શ્રી હરિભદ્રસૂરિ મ.સાહેબે પિંડનિર્યુક્તિ ઉપર ટીકા રચેલી છે આ વાત શ્રમણસંસ્થામાં સુવિદિત હતી, પરંતુ આ ગ્રન્થરત્ન કાળની વિષમ ગર્તામાં ક્યાં વિલિન થઈ ગયો એ એક શોધનો વિષય હતો. પરમાત્માની અસીમ કૃપાથી અને પ.પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ના દિવ્ય અનુગ્રહથી આજે તે ગ્રન્થરત્ન મળી આવતા જૈન શ્રમણસંઘ આનંદના હિલ્લોળે ચડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. '
પ્રસ્તુત સ્થાપનાકોષ સુધીની ટીકાના શિલ્પી યાકિની મહત્તાસૂન ૧૪૪૪ ગ્રન્થના સર્જનહાર પ.પૂ. આ.શ્રીમદ્ વિજય હરિભદ્રસૂરિજી છે તેને સિદ્ધ કરતી પંક્તિ શાસ્ત્ર સંદર્ભો આ મુજબ છે –
સૌ પ્રથમ ઉપર બતાવ્યા મુજબ પિંડનિયુક્તિ ઉપર ૧૧૬૦ માં રચાયેલી શ્રી વીરગણિજીની ટીકા મળે છે તેના પ્રારંભિક શ્લોકોમાં આવો ઉલ્લેખ મળે છે કે “પંચાશકાદિ શાસ્ત્ર સમુદાયના રચયિતા એવા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મ.સાહેબે પિંડનિયુક્તિ ઉપર વિવૃતિ રચવાનો આરંભ કરેલો. તે મહાપુરૂષે સ્થાપનાદોષ સુધીની વિવૃત્તિ લખી અને ત્યારબાદ તે દિવંગત થયા. બાકીની કોઈક વીરાચાર્યે સમાપ્ત કરી. તેમાં ‘રૂમાં સુગમાં થા’ એમ વિચારી કેટલીક ગાથાઓનું વ્યાખ્યાન કર્યું નથી...”
- ઉપરોક્ત પાઠ દ્વારા સિદ્ધ થાય છે કે આ પ્રસ્તુત ટીકા પ.પૂ. આ.શ્રી હરિભદ્રસૂરિ મ. સાહેબે રચેલી છે. વીરગણિકૃત શિષ્યહિતા ટીકા અને પ્રસ્તુત પ્રકાશિત ટીકા બન્નેને સમક્ષ રાખી વાંચો તો સ્પષ્ટ પણે ખ્યાલ આવે તેમ છે કે શ્રી વીરગણિજીએ પોતાની ટીકા બનાવા માટે પ્રસ્તુત ટીકાનો બહુધા આધાર લીધો છે.
બીજી વાત સ્થાપનાદોષથી માંડીને અવશિષ્ટ અંશની ટીકા લખતા પૂર્વે પ્રારંભિક માંગલિક શ્લોક પછી લખે છે કે “સાધુપિંડનિર્યુક્તિની હરિભદ્રસૂરિ વિરચિત ટીકાના શેષભાગને વીરાચાર્ય પોતે યથાશક્તિ સ્પષ્ટ કરે છે.”
આનાથી પણ સ્પષ્ટ થાય છે કે સ્થાપનાદોષ સુધીની વ્યાખ્યાના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ છે.
પ.પૂ, મલયગિરિસૂરિ મ.સાહેબે પોતાની પિંડનિયુક્તિ ઉપર ટીકામાં અનેક સ્થળોમાં પ્રસ્તુત ટીકાના અંશો વૃદ્ધસમ્પ્રદાય, વૃદ્ધવ્યાખ્યા, મૂલટીકા વગેરેનાં નામે રજૂ કર્યા છે. અને આ વૃદ્ધ વ્યાખ્યા વગેરે તરિકેના ઉલ્લેખો સ્થાપનાદોષ સુધી જ મળે છે તેમને પણ આ જ ટીકાનો ઉપયોગ કર્યો હશે એવું અનુમાન થઈ શકે છે. १. पञ्चाशकादिशास्त्रव्यूहप्रविधायका विवृतिमस्याः । आरेभिरे विधातुं पूर्व हरिभद्रसूरिवराः ॥७॥
ते स्थापनाख्यदोषं यावद्विवृतिं विधाय दिवमगमत् । तदुपरितनी तु कैश्चिद्वीराचार्यः समाप्येषा ॥८॥ तत्रामीभिरमुष्याः सुगमा गाथा इमा इति विभाव्य । काश्चिन्न व्याख्याता या विवृतास्ता अपि स्तोकम् ॥९॥
ताः सम्प्रति मन्दधियां दुर्बोधा इति मया समस्तानां । तासां व्यक्तव्याख्याहेतोः क्रियते प्रयासोऽयम् ॥१०॥ इति वीर० २. हरिभद्रसूरिविरचितटीकायाः साधुपिण्डनिर्युक्तेः । स्पष्टं व्यधत्त शेषं वीराचार्यो यथाशक्त्या ॥२॥ ३. प्रवचनादिपदसप्तके पुनरेवं पूर्वाचार्यव्याख्या प्रवचनलिङ्गः... । मलय० पृ०५५
उक्तं च मूलटीकायां चरणात्मविघाते... हेतोरर्थकत्वादिति । मलय० पृ०४२ अत्र चायं वृद्धसम्प्रदायः - सङ्कल्पितासु दत्तिषु... कल्प्यमवसेयम् । मलय० वृ० पृ०७७ यत उक्तं मूलटीकायां - 'अत्र चायं विधिः- संदिस्संतं जो सुणइ... दोषाभावादिति । मलय० पृ०८१।