________________
૧૦
પ્રસ્તાવના
અવશિષ્ટ અંશની ટીકા ક્યાં અને પ.પૂ.હરિભદ્રસૂરિ મ.સા. પછી કેટલાં અંતરે લખી એનો કોઈ ઉલ્લેખ
ર્યો નથી.
આ સંપૂર્ણ ગ્રન્થ સાધુની ભિક્ષાચર્યામાં સંભવતા પણ ટાળવા જેવા દોષો ઉપર પ્રકાશ પાથરતો મૌલિક ગ્રન્થ છે. આ ગ્રન્થમાં આવતાં વિષયોનો નિર્દેશ વિસ્તારથી અનુક્રમમાં અમે બતાવી દીધો છે. તેથી અહીં અમે વિશેષ લખતા નથી, સ્થાનાશૂન્યાર્થી કાંઈક જણાવીએ છીએ. આ પ્રસ્તુત ગ્રન્થ આઠ અર્થાધિકારમાં વહેંચાયેલો છે. આ આઠ અર્થાધિકારનો પ્રારંભ કરતા પહેલા નિર્યુક્તિકારે વિસ્તારથી સચિત્તપિંડ અચિત્તપિંડ અને મિશ્રપિંડનું તલસ્પર્શી નિરૂપણ કર્યું છે. અને ત્યાર પછી આઠ અધિકારનું નિરૂપણ પ્રારંભ કરે છે. તેમાં પ્રથમ અને દ્વિતીય ઉદ્ગમ અને ઉત્પાદના અર્થાધિકારમાં આધાકર્મ વગેરે સોળ ઉદ્ગમદોષોનું અને ધાત્રી વગેરે સોળ ઉત્પાદનાદોષોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્રીજા એષણા અર્થાધિકારમાં શંક્તિદિ દશ દોષોનું સરસ વિવેચન કરેલું છે અને છેલ્લા પાંચ અર્થાધિકારમાં માંડલીના પાંચ દોષ તરીકે પ્રસિદ્ધ એવા સંયોજના, પ્રમાણ, ઈંગાલ, ધૂમ અને કારણ એનું સચોટ નિરૂપણ કરેલું છે.
પ્રાન્ત, આ ગ્રન્થના અધ્યયનદ્વારા શ્રમણ-શ્રમણીઓ નિર્દોષ ભિક્ષાચર્યામાં ઉદ્યમશીલ બની શાશ્વત અણાહારી પઠના ભોક્તા બને એવી અભિલાષા સાથે,
જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો અન્તઃકરણપૂર્વક મિચ્છામિદુક્કડં
વિષય
વસ્તુ
ઈઈ,
ફા.વદ ૧૦, ૨૦૫૩
સંઘશાસનકૌશલ્યાધાર ગુરૂદેવ પ.પૂ.શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજીનો ચરણ ચંચરિક
શિષ્ય