________________
પ્રસ્તાવના
તેમાં પિંડેષણા નામક પાંચમા અધ્યયનની નિયુક્તિ ઘણી વિશાળ થવાના કારણે તેને શાસ્ત્રાન્તરરૂપે પ્રસ્થાન
ક્યું છે. જેનું નામ “પિંડનિર્યુક્તિ” આ પ્રમાણે આપ્યું. - જ્યારે પ્રસ્તુત પ્રકાશિત ટીકામાં યાકિની મહત્તરાસૂનુ ૧૪૪૪ ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. જણાવે છે કે દશવૈકાલિક નામનો શ્રુતસ્કંધ છે. તેનું પાંચમું અધ્યયન પિંડેષણા છે. તેના ઉપક્રમ વગેરે ચાર અનુયોગદ્વાર છે. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપમાં પિંડેષણા' આ નામનું અહીં નિરૂપણ કરાય છે.
ઉપરોક્ત ત્રણે ટીકાકારોનાં મતે એટલું તો દીવા જેવું સ્પષ્ટ છે કે આ પિંડનિર્યુક્તિ એ દશવૈકાલીનો પૂરક ગ્રંથ છે. અને આ ગ્રંથના રચયિતા ચતુર્દશ પૂર્વધર યુગપ્રધાન અંતિમ શ્રુતકેવલી અનેક નિર્યુક્તિઓનાં સર્જનહાર પરમ પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીજી છે. એમનું જીવન કવન જૈન સમાજમાં આબાલગોપાલ પ્રખ્યાત છે માટે અહીં અમે તેનો વિસ્તાર કરતા નથી.
એક ભ્રમણા છેલ્લા કેટલાક દાયકાઓથી આધુનિક પશ્ચિમી સંશોધનકારોએ જેનસમાજમાં વહેતી મૂકી છે. જેનો મુખ્ય ઈરાદો જનમાનસમાં રહેલી ધર્મગ્રંથો પ્રત્યેની પવિત્ર શ્રદ્ધા રૂપી વૃક્ષોને સમૂળ ઉન્મેલન કરી પોતાની માન્યતાઓના વિષકંટકોનું રોપણ કરવું તેના સિવાય બીજું કશું નથી. તે કહેવાતા પશ્ચિમી સંશોધનકારોનું માનવું છે કે જેનવાભયમાં ઉપલબ્ધ થતી નિયુક્તિરૂપ વ્યાખ્યા સાહિત્યના શિલ્પી ચતુર્દશપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી નથી પરંતુ તેમના પછી થયેલા દ્વિતીય ભદ્રબાહુસ્વામી છે. (જેને એક પણ શ્વેતાંબર ગ્રન્થોનું સમર્થન નથી.) આ માન્યતા પાછળ તેમની મુખ્ય બે કુયુક્તિઓ એ છે કે –
પૂ.આ.શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા રચિત નિયુક્તિઓમાં એમના સ્વર્ગગમન પછીની કેટલીક ઘટનાઓનું વર્ણન મળે છે. તો તે કઈ રીતે સંભવે, માટે કોઈક બીજા ભદ્રબાહુસ્વામી આ નિર્યુક્તિઓના રચયિતા હશે.
વળી બીજી યુક્તિ એ છે કે પંચસિદ્ધાનિકા નામક ગ્રન્ય, જેની રચનાનો સંવત્ તેઓના મુજબ મળે છે, તેના રચયિતા પ.પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજીના સગા ભાઈ વરાહમિહિર છે. તે ગ્રન્થ જે સંવતુમાં રચાયો છે તે અંતિમ શ્રતકેવલીના વિચ્છેદ પછીની છે.
આ અંગે મારે તેઓને એટલો જ વિચાર આપવો છે કે પંચસિદ્ધાતિકા નામના ગ્રન્થના આધારે દ્વિતીય ભદ્રબાહુસ્વામીની કલ્પના કરો છો એના બદલે કોઈક દ્વિતીય વરાહમિહિરની કલ્પના કરવામાં શું દોષ છે માત્ર કલ્પનાના ઘોડા જ દોડાવાના છે ને !
અનેક ગીતાર્થ સંવિગ્ન તપૂત બુદ્ધિ અને પ્રતિભાના સ્વામી મહાપુરૂષો શાસ્ત્રોમાં નિર્યુક્તિઓના સર્જનહાર તરીકે ચતુર્દશપૂર્વધર પરમ પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીને બિરદાવે છે તે મહાપુરૂષોની માર્ગનુસારી બુદ્ધિની સામે આપણા જેવા વામન મોહગ્રસ્તબુદ્ધિના ધણીની શી વિસાત !
નિયુક્તિના રચયિતા ચતુર્દશ પૂર્વધર પ.પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી છે તેને સૂચવતા પાઠો આ પ્રમાણે
१. इह प्रवचने दशकालिकाख्यः श्रुतस्कन्धोऽस्ति । तत्राऽपि पिण्डैषणाऽऽख्यं पञ्चममध्ययनम् । तस्य च चत्वार्यनुयोगद्वाराणि भवन्ति, उपक्रमादीनि । तत्राऽपि नामनिष्पन्ने निक्षेपे 'पिण्डैषणे'ति नाम, तदिह निरूप्यते इत्ययं प्रस्तावः । इति हरिभद्रसूरि॥