Book Title: Pind Niryukti
Author(s): Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આસન્નોપકારી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામિને નમઃ - અનંતલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-ઘોષ-જયસુંદરસૂરિસગુરૂભ્યો નમઃ “અહો ! જિPહિં અસાવજ વિત્તી સાહૂણ ડેસિઆ” (પ્રસ્તાવના). ...ભિક્ષાટન કરી આવેલા શ્રમણ નિરૈન્યની વાત.... મધ્યાહ્નનો સમય... પરસેવે રેબઝેબ ભિક્ષુક... કાયોત્સર્ગની અચલ અવસ્થામાં ઊભા તે મુનિવર... એક હાથમાં પરમપદની સફરમાં ધર્મકાયના આધાર માટેનું પાથેય... નિષ્પાપ ભિક્ષાયોગની સમાપ્તિનો આનંદ.. તે યોગને સાનુબંધ કરવા માટે સ્વાધ્યાયયોગની આતુરતા.. તે બે વચ્ચેની ભીનીપળોમાં કૃતજ્ઞતાના એવરેસ્ટ પર આરૂઢ નિર્ચન્યના અહોભાવથી આર્ટ થઈ સરી પડેલા પરમતત્ત્વ ભણી સજલ વચનોગ્ગાર– અહો ! કેવી અસાવઘ ભિક્ષાવૃત્તિ પ્રભુએ બતાવી.” આ વચન આખા મલકમાં માત્ર નિર્ઝન્ય જ્ઞાતપુત્રના સુવિશુદ્ધ અનુયાયી શ્રમણ શ્રમણીઓ જ બોલી શકે તે નિઃસંદેહ વાત છે. કારણ, વિશ્વમાં એક માત્ર જૈનેન્દ્રધર્મ એવો છે કે જેણે સર્વશ્રેષ્ઠ ઉચ્ચતમ કક્ષાની આહારસંહિતા અને ભિક્ષાસંહિતાને પ્રકાશિત કરી છે. એવો ઉત્તમ પ્રકાશ કે જેના પ્રતાપે આજીવિકા ચાલે પરંતુ એમાં એક પણ જીવનો ઉપઘાત ન થાય. આવું સરસ ભિક્ષાસંહિતાનું પ્રતિપાદન અનોખા જિનશાન સિવાય બીજે ક્યાં મળે ?!!! સાધુ જીવન તે આજ્ઞાપ્રધાન જીવન છે. સર્વજ્ઞ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન તે જ શ્રમણોનું ચાલક બળ છે. તમામે તમામ આજ્ઞા પાંચ મહાવ્રત અને છઠું રાત્રીભોજન વિરમણવ્રત રૂપે મૂલગુણોનાં રક્ષણ અને માવજત માટે હોય છે. અને તે મૂલગુણો રૂપી ગગનચુંબી ઈમારતના ઉપષ્ટભક એટલે ઉત્તરગુણો. ઉત્તરગુણોમાં શિરમોર કહી શકાય એવો આચાર જેની ખૂબ મહત્તા શાસ્ત્રકારોએ વર્ણવી છે તે છે બેંતાલીશ દોષ વર્જિત ભિક્ષાચર્યા. ભિક્ષાચર્યામાં થતી અપ્રમાણિક્તા અંતે મૂલગુણના નાશ માટેનું અનિચ્છનીય નોંતરૂ બની શકે છે. માટે જ ભિક્ષામાં ડગલેને પગલે દોષોનું પરિવર્જન કરનાર મુનિવરોની ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ સાહેબ પોતાના સાડા ત્રણસો ગાથાનાં સ્તવનમાં મુક્ત કંઠે પ્રશંસા કરતા લખે છે કે મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા ત્યજતા ભિક્ષાદોષો | પગ પગ વ્રત દૂષણ પરિહરતા કરતા સંયમ પોષો રે | ધન તે મુનિવરા રે | સાધુની નિર્દોષ ભિક્ષાચર્ચા દ્વારા અનેક જીવો ઉપર ઉપકાર થાય છે. નીચા નયણે સ્ત્રી સંમુખ જોયા વગર ભિક્ષા ગ્રહણ કરતા સાધુનો આ એક આચાર ઈલાચીકુમાર જેવાનું જીવન પરિવર્તન કરાવી શકે તો તમામે તમામ નિષ્પાપ આચારની શી વાત કરવી ! १. वयं च वित्तिं लब्भामो न य कोइ उवहम्मइ । अहागडेसु रियंते पुप्फेसु भमरा जहा ॥ दशवै० १/४॥

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 226