Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ
સુખચિત્ર દયાવિ.પત્ર. ૧ આ ચિત્ર પ્રભુ મહાવીરના યવન કલ્યાણકને પ્રસંગ રજૂ કરે છે.
પુષ્પોત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ચવ્યા. રવીને પ્રભુ મહાવીર બ્રાહાણ કુંડગ્રામ નામના નગરમાં, કેડાલગોત્રી અષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધર ગોત્રી છે, તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો હતો તે વખતે પ્રભ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરીને ગર્ભમાં આવ્યા.
* ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. હાલમાં જેવી રીતે જિન મંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મસ્તકે મુગટ, બંને કાનમાં કુડલ, ગરદનમાં કઠો, હૃદય પર રત્નજડિત હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને કાંડા પર બે કડાં વગેરે ચીતરવામાં આવ્યાં છે. મૂર્તિ પદ્માસનની બેઠક બેઠેલી છે, અને મૂતિની બંને બાજુ પરિકર છે. પરિકરની બંને બાજુએ એકેક પુરુષ સ્તુતિ કરતો ઊભેલો છે. વળી પબાસનની નીચે મધ્યમાં ધર્મચક્ર, ધર્મચકની બંને બાજુએ એકેક હાથી અને એકેક સિંહ તથા બંને છેડે એકેક વ્યક્તિ પ્રભુસ્તુતિ કરતી બેઠેલી છે. - ચિત્રમાંની પ્રભુમ ની જમણી બાજુએ અને પાનાની બરાબર મધ્યમાં ગ્રંથિસ્થાને હરિતસ્કંધ ઉપર બંને હાથે કલશ પકડીને પ્રભુ સન્મુખ આવતો સોધમેન્દ્ર રજૂ કરેલો છે. પાનાની ઉપર અને નીચે પ્રભુને જન્મકલ્યાણક મહોત્સવ ઊજવવા આવતાં દેવદેવીઓ જુદીજુદી પૂજન સામગ્રીઓ લઈને ગીત ગાતાં ગાતાં અને નૃત્ય કરતાં કરતાં આવતાં દેખાય છે.
ચિત્રમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં અનુક્રમે ત્રણ પ્રસંગે રજૂ કરેલા છે. પ્રથમ લાલ વર્ણ વાળી ચાર હાથવાળી પદ્માવતી દેવીનું ચિત્ર રજૂ કરેલું છે. દેવીના ચાર હાથે પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ છે અને નીચે જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં કુલ છે. દેવીની નીચે પ્રસંગ બીજામાં ને હાંસિયાની મધ્યમાં બે સ્ત્રીઓ નૃત્ય કરતી પ્રભુની સન્મુખ જતી રજૂ કરેલી છે. આ બે સ્ત્રીઓ પૈકી એકમો જમણે હાથ મસ્તક ઉપર છે તથા ડાબા હાથમાં કુલની માળા પકડેલી છે; અને બીજી સ્ત્રીના હાથમાં ફલ જેવી માંગલિક વસ્તુ પકડેલી છે. ત્રીજા પ્રસંગમાં ચાર હાથવાળી અને પીળા વર્ણવાળી લહમીદેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના બંને હાથમાં દાંડી સહિતનું વિકસિત કમલનું એકેક ફલ છે, અને નીચેના બંને હાથ વરદ મુદ્રાઓ છે.
પાનાની ડાબી બાજુના હાંસિયામાં પણ ત્રણ પ્રસંગે રજૂ કરેલા છે. પ્રથમ ધળા વર્ણ વાળી સરસ્વતી દેવીનું ચાર હાથ સહિતનું ચિત્ર છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક, અને ડાબા