Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ કવિવર કાલિદાસ, માઘ, ધનપાલ, આ. હેમચંદ્રસૂરિ આદિ પ્રત્યે તેઓ કેટલે આદર-સદભાવ રાખતા હતા. આજની સરકાર આ અલૌકિક દિવ્ય અર્થગાંભીર્યપૂર્ણ આવી પ્રાચીન ભાષા અને લિપિઓ તરફ ઉપેક્ષાભાવ રાખે છે. અરે ! રાજ્યસત્તાની વાત બાજુ પર રાખીએ, પરંતુ જૈનશ્રમણ-સમુદાય પણુ ગણતરીની સંખ્યા સિવાય બાકીના શ્રમણે આપણું મૂળસૂત્રો, જે પ્રાકૃત–અર્ધમાગધીમાં તેમજ સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં અન્ય ગ્રન્થ છે, તેનું વાંચન, મનન-પરિશીલન અને અધ્યયન કરવા તરફ ઉપેક્ષાભાવે સેવનાર દેખાય છે અને અનુભવાય છે. તેને અંગે ભવિષ્યમાં આ સૂત્ર અને અર્થોની પરંપરા કેવી રીતે ટકી રહેશે? તે પણ ચિંતા કરાવનાર વિષય છે. આવા મોટા ગ્રન્થના અનુવાદનાં કાર્યો અનેકના પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર વિના બની શકતાં નથી. તેમાં પ્રથમ મારા વિનીત શિષ્ય મુનિરાજ શ્રી મનસાગરજી, મુનિ શ્રીનિમલસાગરજી, મુનિ શ્રીનદિન્યૂણસાગરજી, તપસ્વી મુનિ શ્રીજયભદ્રસાગરજી, મુનિ શ્રીમહાસેનસાગરજી આદિ સેવા-ભક્તિ વૈયાવૃત્ય સમયસર કરતા હતા અને કરે છે, જેથી મને અનુવાદનું કઠણ કાર્ય કરતાં ઘણું સાનુકૂળતા અને પ્રસન્નતા રહેતી હતી. પ્રાકત ઉમેચરિયનો અનુવાદ સંપૂર્ણ થયા પછી સમગ્ર પ્રેસમેટર વડોદરા રાજ્ય પ્રાયવિદ્યામંદિ. રના નિવૃત વિદ્વાન જૈન પંડિતવર્ય શ્રીયુત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ ૭મા પર્વ તથા મૂળપ્રત સાથે ફરી અનુવાદ મેળવીને ભૂલ રહેવા ન પામે તેની પૂર્ણ કાળજી રાખી વિદગ્ય ગ્રન્થ લેકભેગ્ય કેમ બને; તેમ પ્રયત્નશીલ રહી સહસંપાદક તરીકેનું કાર્ય કાળજીથી સુંદર કર્યું. વળી પિતાની ઝીણવટભરી દૃષ્ટિથી પ્રફ-વાંચન કરી તથા પ્રસ્તાવના લખી ગ્રન્થને ગૌરવમાં ઉમેરો કર્યો છે. આ વગેરે તેમના કાર્યો અભિનંદનીય છે. વળી વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, વિદ્યાવ્યાસંગી વિદ્વાન લેખક પ્રા, હીરાલાલ ર. કાપડિયા એમ. એ. એ આ ગ્રન્થની વિસ્તૃત અભ્યાસ પૂર્ણ ઉપક્રમણિકા લખી આપીને પ્રશંસનીય સાહિત્યસેવા કરી છે. યોગાનુયોગ મુંબ–પાયધુનીના મુખ્ય શ્રીગોડીજી ઉપાશ્રયમાં ધર્મારાધન કરતા શ્રાવક-શ્રાવિકા વગની ઈરછાનુસાર ઉપાશ્રયના ટ્રસ્ટીમંડલ તરફથી વિ. સંવત ૨૦૨૫ના ચાતુર્માસની વિનંતી થતાં મેં ૫૦ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરિજી મહારાજની આજ્ઞાનુસાર વિનંતિને સ્વીકાર કર્યો. ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનમાં શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, તેમજ ભાવનાધિકારે વસુદેવહિંડી ચરિત્રનું દરરોજ નિયમિત વ્યાખ્યાન થતું. જેમાં શ્રોતા વર્ગ સારી સંખ્યામાં હાજર રહે. મને પોતાને આવી મોટી વિશાળ સભામાં મારો અવાજ પહોંચવાની તથા વ્યાખ્યાન કાયમ ચાલુ રહેવાની શંકા હતી, શાસનદેવની સહાયથી ચતુર્વિધ શ્રી સંઘે વ્યાખ્યાનમાં ઉલ્લાસપૂર્વક સુંદર લાભ લીધે વળી મુંબઇ મધ્યે ગોડીજી ઉપાશ્રયનું સ્થલ દરેક આરાધના માટે કેન્દ્ર હવાથી ચોમાસી ચૌદશથી જ છ, અક્રમ તેમજ સામુદાયિક વિવિધ તપ, એકાસણું મોટી સંખ્યામાં થતાં હતાં. મુનિરાજ શ્રી મનસાગરજીની પ્રેરણાથી અનેક ભક્તિવંત ઉદાર શ્રાવકે તપસ્યાનાં પારણાં, અન્તરવાયણાં એકાસણાં, આયંબિલ આદિ ભક્તિને સામુદાયિક લાભ લેતા હતા અને સાધુવર્યો પણ સામુદાયિક કિયા કરાવવામાં તપસ્વીઓને ઉલસિત કરતા હતા. ટ્રસ્ટીમંડલ તથા મેનેજિંગ ટ્રસ્ટીઓ ગોકલભાઈ વગેરે એકાસણુની વ્યવસ્થા કરાવવાનો સહકાર નિરંતર ખડે પગે આપતા હતા. વળી મુનિરાજ શ્રી મનસાગરજી તથા સુરત-નિવાસી ઝવેરી અમરચંદ રતનચંદના પ્રયાસથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 520