________________
પતંગપુરાણ
[અધ્યાય
આંખદાર—ઢાની ટાચમાંથી પસાર થતી અને ઉપલી એ ભુજાના પ્રત્યેક છેડા સુધી લખાતી અને વળાંકવાળી એવી બે લીટી વડે કનકવાની જે આકૃતિ બને છે તેવી આકૃતિવાળા કનકવાને ‘આંખદાર’ કે ‘બેઆંખદાર' કહેવામાં આવે છે. જીએ ચિત્ર છ. આ કનકવા માટે પણ એ કે ત્રણ કાગળ કામમાં લેવાયેલા હ્રાય છે.
નાકની દાંડીની ટાચની સાથે અને આંખાના નીચલા ભાગના વળાંકની જેવી આકૃતિ અને છે તેવી આકૃતિવાળા આ કનકવા હાવાથી એનું નામ ‘આંખદાર' પડયુ' હશે એમ લાગે છે. ઢઢ્ઢાથી સરખે અંતરે આંખ જેવી એ સ ંપૂર્ણ આકૃતિ જે કનકવામાં જુદી દેખાઇ આવતી હાય તેને પણ ‘ આંખદાર ’ કે ‘એઆંખદાર ’ તરીકે ઓળખાવાય છે. જીએ ચિત્ર ૧૦.
આદાસીસી—કમાનના બે છેડામાંથી પસાર થતી એક લીટી કલ્પીએ તે એ લીટી દ્વારા કનકવાના બે ભાગ પડે છે. એમાંના ઉપરના ભાગને આપણે કનકવાના ઉપલા અડધા ભાગ કહીશું અને એવી રીતે એના નીચેના ભાગને આપણે કનકવાના નીચલા અડધા ભાગ કહીશું. આ પ્રમાણેના ઉપલા ભાગમાં અમુક રંગવાળા કાગળ વપરાયે। હાય અને બાકીના ભાગમાં ભિન્ન રગને કાગળ કે કાગળા વપરાયેલ હાય તા તેને · આદાસીસી ' કહે છે.૧ જીએ ચિત્ર ૨.
કળિયું—જેમ અસ્સેદારમાં ઢ્ઢાની 2ાચમાં એ ત્રિકા મળે છે તેમ આમાં ઢઢ્ઢાના છેડા આગળ બે ત્રિાણા મળે છે. એ બે ત્રિકાણાને બાદ કરતાં બાકીના ભાગને આકાર લગભગ કળી જેવા હાવાથી એને ‘ કળિયું ' કે કળી' કહે છે. જીએ ચિત્ર ૪.
કાગડી—નકવ'ના ઉપલા અડધા ભાગ કરતાં ઓછા ક્ષેત્રફળવાળા અને ઢઢ્ઢાની ટાયરૂપ શી*( vertex )વાળા સમદ્િભુજ ત્રિકાણુ જેવી આકૃતિ જે કનકવામાં જુદી દેખાઇ આવતી હાય તેને ‘કાગડી' કહેવામાં આવે છે. જીએ। ચિત્ર ૧૨. આ ઉપરથી જોઇ શકાશે કે આદાસીસી એ કાગડીનુ વિસ્તૃત રૂપ છે.
--
ખડબૂચું—ત્રણ સમયેારસ આકૃતિએ જુદી જણાઇ આવે એવા આ કનકવો છે. એ ત્રણે સમચેારસના સામસામા બબ્બે છેડા ઢઢ્ઢા ઉપર રહેલા હાય છે. વચલા સમચેરસ સિવાયના સમચારસાના ખાકીના ખને છેડા એકેક ભુજા ઉપર હાય છે, જ્યારે કનકવાના મધ્ય ભાગમાં રહેલા વચલા સમચે રસના એક પણ ડેા કાઇ પણ ભુજા પર હાતા નથી. જીએ ચિત્ર ૨૫. ગિલ‘ડર–નીચલી એ ભુજાએ ચમચકને જ્યાં છેદે છે તે એ બિન્દુના અંતર જેટલી લગભગ પહેાળી અને ટ્ઠાથી સમાન અંતરે રહેલી બે લીટીઓથી બનેલા એવા જે આકાર કનકવામાં સ્પષ્ટપણે દેખાઇ આવતા હેય તેને ‘ગિલ'ડર' કહે છે. જીએ ચિત્ર ૫.
ચર્ચાપટેદાર—જુદા જુદા રંગની અનેક લંબચેારસ અને સમાન અંતરવાળી ત્રાંસી પડીવાળા કનકવાને ‘ચટપટેદાર' કે ‘ટેરી' કહે છે. જીએ ચિત્ર ૬.
ચાંદદાર—ખીજના ચન્દ્ર જેવી આકૃતિ જે કનકવામાં જુદી જણાઈ આવતી હાય તેને ‘ચાંદદાર’ કે ચાનદાર' કહે છે. જુએ ચિત્ર ૧૮,
.
૧ કેટલાક આને · આધાસીસી ' પણ કહે છે અને તેનો અથ અડધુ' માથુ'' એમ કરે છે. વળી કેટલાક એમ પણ કહે છે કે અસલ લોકો આ જ કનકવાને ‘ કાગડી ' કહેતા હતા, અને જે કનકવાના એક કમાનના છેડામાંથી સામી ભુજને લગભગ અધવચમાં છેદતી લીટી દેરી એ છેડે, એ લીટી અને એ છેડામાંથી પસાર થતી જીન્ન વડે જે ત્રિકે બને છે તે આકૃતિ જેમાં જુદી દેખાઇ આવે તેને અસલ આદાસીસી ’ કહેતા હતા. જીએ ચિત્ર ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com