Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 27
________________ ત્રીજો] કનકવાની કથની ૧૫ અધ્યાય ૩ દેરી, પિંકું ને પરતી દોરી– કનકે માગે દેરી ને ચગાવનાર માગે ભીખ” એ લેકક્તિમાં સૂચવાયા મુજબ કનક ચગાવવા માટે દેરી જોઈએ. કુમ્મી કે લેપડી જેવડી નાની કનકવી, સીવવા માટે જે પાટલી યાને ચાપડ વપરાય છે તેની દેરી ઉપર ચગાવી શકાય, પરંતુ મેટા કનકવા માટે એવી દેરી ચાલે નહિ, કેમકે એ કનવા સામાન્ય રીતે જોસદારભારી હોય છે. એથી એવી દેરી ઉપર મોટો કનકેવો ચગાવતાં દેરી તૂટી જવાને અને એ કનક હાથમાંથી ચાલ્યા જવાનો ભય રહે છે. આથી જેઓ સાદી દેરી ઉપર મોટા કનકવા ચગાવવા ઇચ્છે છે તેઓ એ માટે પાટલીની દેરી નહિ વાપરતાં રીલની મજબૂત દોરી વાપરવી પસંદ કરે છે. આવી રીલ અનેક જાતની છાપવાળી આવે છે. જેમકે (1) પાનઘોડાછાપ, (૨) બંને બાજુએ પાનછાપ, (૩) ભૂતછાપ, (૪) લંગર છાપ, (૫) કિસનછાપ, (૬) ગેંડાછાપ અને (૭) સાંકળીછાપ. આ બધી જુદી જુદી છાપની રીલમાંથી છેલ્લી ત્રણ પ્રકારની છાપવાળી જ રીલ મોટે ભાગે વપરાય છે, કેમકે એની દેરી ટકાઉ હોય છે, જ્યારે પાનધેડાછાપ વગેરે છાપવાળી રીલની દેરી એવી મજબૂત હેતી નથી.' કિસનછાપ રીલ ચાર તેમ જ છ નંબરની આવે છે. તેમાં છ નંબરની દેરી પાતળી હેય છે. એથી ઘણુંખરૂં ચાર નંબરની દેરી જ વપરાય છે. ચાર નંબરનું રીલ છૂટક પણ ચાર આને વેચાય છે, પરંતુ જે બાર રીલ સાથે લઈએ તે ઘણેભાગે પિણું ત્રણ રૂપિયે મળે છે. છ નંબરના બાર રીલના સામાન્ય રીતે બે રૂપિયા અને છ આના બેસે છે. ગેંડાછાપ દેરી કિસન કરતાં વધારે મજબૂત હોય છે એથી કેટલાક ગેંડાછાપ દેરી પસંદ કરે છે. ગુંડાછાપવાળી રીલ ૧, ૨, ૩ અને ૪ એમ ચાર નંબરની આવે છે. એમાં પહેલા નંબરની દેરી જાડી હોય છે, જ્યારે બીજા બધાની પાતળી હોય છે એથી મેટે ભાગે બીજા અને ત્રીજા નંબરની દેરી પસંદ કરાય છે. પહેલા અને બીજા નંબરની ગુંડાછાપ બાર રીલનો ભાવ પણ ત્રણ રૂપિયા અને ત્રીજા અને ચોથા નંબરની ગુંડાછાપ બાર રીલને ભાવ સવા બે ૧ જુએ ચિત્ર ૩૨. ૨ પાટલી ઉપર ચગાવનાર ઘણુંખરૂં પાટલીના ઉપર છેડે બાંધી રાખે છે, કેમકે નહિ તે કઈક વાર પાટલીમાંથી ચગાવેલ કનકવી સરસર દેરી લેતી હોય ત્યારે છેવટે બધી દોરી સાથે એ કનકવી હાથમાંથી જતી રહેવાનો સંભવ રહે છે. પરતી ઉપર તે બહુ થોડી દોર હોય તે આવું બને. ૩ જુએ ચિત્ર ૩૩. રીલને કેટલાક ટેલર’ કહે છે તે કેટલાક “ગ' કહે છે. રિંતી-રાજસા' (પૃ. ૧૫૬)માં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – “નિસ રો પતંગ ઉડાવા ગાતા હૈ વ૬ નર, વાના, હીઝ સઈદ ૬ થી હોતી હૈ.” ૫ કિસનછાપ રીલ એરિયાથી આવે છે. એ made in Austria છે. એવી રીતે ગેંડા છાપ તેમ જ સાંકળી છાપ રીલ વિલાયતથી આવે છે. એ made in Britain છે. ૯ બાર રીલના સમૂહને લોકો “બાકસ' કહે છે. એ અંગ્રેજી શબ્દ "box 'નું અપભ્રષ્ટ ૨૫ હોય એમ લાગે છે. આથી હું એને “બાકસ’ કહું છું. જુઓ પૃ. ૧૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74