Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 57
________________ બો] કનકવાની કથની અને મહેમાંહે પિચ લેતા. એ પેચ ઘણે વખત ચાલતા, અને અંતમાં એક જણને કનકવો કપાઈ જતા તે હારી ગયેલે ગણત. આવા પેચ જોવા સેંકડે માણસે હાજર રહેતા. જેને કનકે ન કપાય હેય તેના કનકવા અને માંજા વખણુતા અને તેને સારો વકરે તે. ખાવડું–લગ્નને આગલે દિવસે છોકરાવાળાને ત્યાં જે નાત (જમણે) કરવામાં આવે છે તેને “ખાટું વડું' કહે છે. એવી રીતે મકરસંક્રાતિનો દિવસ લગ્નનો દિવસ ગણાતો હોવાથી એને આગલે દિવસ “ખાટું વડું' કહેવાય છે. મેડામાં મેડા એ દિવસે કનકવાઓને કનાં બાંધી ઠાંસી જેવામાં આવે છે એટલે કે કનકવાને કન્ના બાંધી તેને થોડેક દૂર સુધી દેર મૂકી ચગાવી જોવામાં આવે છે જેથી તે કલ્યાસર છે કે નહિ તે જાણી શકાય અને જે એ કwાસર ન માલમ પડે તે તેને તેમ બનાવી શકાય. આમ કરવાનું કારણ એ છે કે મકરસંક્રાતિને દિવસે તેમને દિવસે તે એમ કનક ઉતારચડ કરો પાલવે નહિ. મકરસંક્રાન્તિને લગતું વાતાવરણ મકરસંક્રાન્તિને દિવસે ખાસ કરીને સુરત શહેરમાં નાનાં નાનાં છોકરાં જ અગાસી ઉપર કનકવા ચગાવવા ચડતાં નથી, પરંતુ મેટી ઉમ્મરની કુમારિ. કાઓ અને વૃદ્ધો પણ એમાં ભાગ લે છે. આથી દરેક ઘરની અગાસીઓ નાનાં મોટાં સ્ત્રી પુરૂષોથી ચીકાર દેખાય છે. વળી આકાશમાં પણ ખૂબ કનકવા ચગતા જોવાય છે. કોઈ સામાને કનકવો કાપે એટલે તે અને તેના મળતિયાઓ “કાઈ..', “ કાદે' ઇત્યાદિ અવાજે કરે છે. એવી રીતે કોઇના પેચ ચાલતા હોય અને તે બહુ નીચાણમાં જતા હોય ત્યારે અથવા તે કનક કપાઈને દર પડતાં કેઇ એના ઉપર વાંસડ-મુંડ મારી (જુઓ ચિત્ર ૫૩) કે ૪ોલ મારી પકડે છે (જુઓ ચિત્ર ૫૫). એ સમયે “એ...દોરી છોડ” વગેરે બૂમ સંભળાય છે. કોઈ કનક કપાઈને કોઈની અગાસી ઉપરથી કે આગળથી જતો હોય ત્યારે અથવા તે અન્યને બનાવવા માટે એ ભાઈ! ભૂરી આવી, અડધિયું આવ્યું, છે મારે, શું મારો, પકડે, પકડ ઇત્યાદિ શેરબર સંભળાય છે. કોઈને મતદાર કનક ફાટી જતાં “મદાર કુ...સસ' વગેરે બૂમ પડે છે. આ પ્રમાણે જુદી જુદી બૂમેથી ચોમેરનું વાતાવરણ આખો દિવસ ગાજતું રહે છે. કનકવાને પૂછડું બાંધી ચગાવ્યાં હોય અને પછી થોડીક વારે એ પૂછડું સરી પડે ત્યારે એ પડતું જોવામાં રમુજ પડે છે. વળી કેાઈનું કનું તૂટી જાય ત્યારને દેખાવ પણ આનંદ આપે છે. આ ઉપરાંત સુરત શહેરમાં તે વૃદ્ધો પણ કનકવા ચગાવે છે. એવામાં કોઈક વાર કોઈ વૃદ્ધના અન્ય સાથે પેચ જતા હોય ત્યારે એની ઢીલી બેસેલી કાછડી અચાનક નીકળી જાય છે તે તેને વખતે અન્ય પાસે એ કાછડી બેસાવતા નજરે પડે છે. આ પણ એક રમુજને પ્રસંગ ગણી શકાય. ૧ આ દિવસે મુંબઈના વરિષ્ઠ ન્યાયમંદિર (High Court)માં જાહેર (૧) તહેવાર પળાવનાર તરીકે પહેલ કરનાર આ સુરત શહેરના સ્વ. નાનાભાઈ હતા એમ કહેવાય છે. ૨ પહેલાના પ્રમાણમાં તો હવે કંઈ જ નથી. અત્યારે જેટલા કનકવા મકરસંક્રાન્તિને દિવસે ચગે છે એટલા વીસેક વર્ષ ઉપર નાતાલના દિવસમાં ચગતા હતા. એની પૂર્વે તે એટલા બધા કનકવા ચગતા તા કે મકરસંક્રાતિને દિવસે પકડેલ કનકવા સાચવી રાખ્યા હોય તે બીજે વર્ષે કામ લાગતા. મોટી અગાસી હોય તો આમથી તેમથી કેટલા યે કનકવા આવીને પડતા. કેટલા યે કનકવા ભરદોરીએ કપાઈન જતા પકડાતા. કોઈ કાઈ તે કનકવા ખૂબ પકડાયા હોય તે તે સાચવી રાખવા માટે પ્રત્યેક કનકવાની બંને બાજાની કમાન છટકાવી તેને હા સરસી રાખી એની આસપાસ કનકવાને કાગળ લપેટી સાચવી રાખતા. ૭ વાંસના ઉપર ઝાડ કે ઝાંખરાં બાંધી આ તૈિયાર કરાય છે, કેમકે એકલા વાંસ વડે દોરી પાડવી મુશ્કેલ પડે છે. આથી ઝાડ કે ઝાંખરાં હોય તે દેરી એમાં ભેરવતાં તે સરી ન જાય. ૪ દોરીને એક છે કે બંને છેડે ઠીકર વગેરે બાંધીને તેયાર કરેલ લંગરિયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74