Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 67
________________ સાતમો ] કનકવાની કથની પણ આ બાજુદાર, પેચ કરવા આવે છે; કુનું સ્થાન, સિરું લાલ, ગોથ કેવી મારે છે ?! મરહિ ગઈ મેમુદી, માન શું ધરતી ભાસે ! પણ વળિ ધીમે રહી, આવિ કેવી આ પાસે ? થયા પેચ પણ ભંડ-પડ્યો વચમાં ત્રીજે આ; પણ દેતાં તે દુખ, થયો પોતે પૂરો આ ! હેય ચાલતા પેચ, પડે વચમાં ત્રીજે જે, દઇ બીજાને દુઃખ, ખમે પોતે મુખેં તે ! ખેન જાણિ એ ગયું, બહેન કરતાં ખુબ લેટે; વચમાં વચમાં નમી, મેમુદી દિપતી માટે! રામરોટલે કે, ગયા કના ગંઠાઈ, ઓ સૂતાં એ ઉઠયાં, અહા કેવી સરસાઈ !! સરકી ચાલે કેવિ, લેટતાં કેવાં હશે; છુટી ગયાં એ પેચ, ઘુમે ગગને શાં જેસે ? એ આ આવી કવિ, કનકવી કુમકી ખાતી; પુંછડૂ કેવું ઉડે, ગેલ કરિ શી શરમાતી ! પણ આ ખળ કે દિસે, કાળિને ખેંચી જાતે; પણ છટકી ગઈ કાંપ, દિસે હાવાં પસ્તાતો. ધરમડાંડિયે જાય, અહા ધારે છે જૂન; શ દીસે છે રસિક, ખેલ એ પણ હિંદુને ! રૂપકમાં કહિ વાત, જન સહુ શિક્ષા લેજે; હંસ પડે ગ્રહિ સાર, તજી દુર્ગુણ સહુ દેજે. અહા જેવું ભિતર, બહાર તેવું નવ નિકળે; એ ભાષાને દેવ, કે હું અધુરા કાવ્યબળે. ધન્ય દિવશ સંક્રાંતિ, ધન્ય આતુરતા મહારી; હર્ષ થકી સંગ્રામ, જેઉં હજિ ધારી ધારી! જોઈ એમ એ ગગન, લગન લાગી રહે રોજે; કહે વિજય હું મન, તર્કની એવી મેજે !!” –વિજ્યવાણી (પૃ. ૩ર૪-૩૩૧) કાહુ બિરલાબાની સુનત ઍક ઉછે, આહા કૈસી ફિર બિદ્યાનંદ લગન લગત હૈ, બિજ ભવન ત્યારે ત્યારે મત પવન, કવન પતંગ બડે જેશપે ઉડત હૈ.” –વિજયવાણુની વિ. સં. ૧૯૭૯ની પ્રસ્તાવના (પૃ. ૭). કનકવાનાં ગીત (જોડકણાં)-કનકવાને પરણાવતી વેળા તેમ જ એનું વરસી વાળતી વેળા જે કેટલાંક ગીત-જોડકણું સુરત તરફ બેલાય છે એ હું અત્ર જતાં કરું છું. જૂનું નર્મગદ્ય (પુસ્તક ૧લું, બીજી આવૃત્તિ, ઇ. સ. ૧૯૧૨)નાં પૃ. ૪૧૫-૧૬માં પણ કનકવા વિષે ઉલ્લેખ છે. એ પણ આપણે જોઈ લઈએ – શેરના કાગળના કનકવા છોકરા રે, તમારે મઝા છે-શેરનાં કાગળિયાંના કનવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે તારે તેમાં ફીનાનસે અને કે દેખાશે અને પછી એકદમ ગોથ ખવાડી તમારા મેટેરાઓને બતાવે છે કે, તમારી નિાનસ અને બેંકે આમ જ હવામાં ચડી ચળકી હશે. ને આમ જ પાછી નીચે પડી સુઈ ગઈ હશે અને પછી “આનું કરનાર તે આમ ગયું ને અંડળમંડળ હાથમાં રહ્યું' એમ બોલી હૈયાશક હાથમાંની દેરી પણ મુકી દેવી પડી હશે. છેકરાઓ, હવે તમારે વારે છે પણ જરા ધીરા રેહ- દેરી, મને લાહી, કામડી, તૈયાર કરવા માંડે, એટલે કનક્વાનાં કાગળ (શેરનાં ખેમાં) પણ રસ્તે કુદતાં કરતાં તમારી પાસે આવશે !” રા. કાલિદાસ કૃપાશંકર શેલતે કનકવાના સંબંધમાં બે કટાક્ષકાવ્યો લખ્યાં છે? એક કાવ્યનું નામ “ઉતરાણ” રખાયું છે અને તે કવિવર નાનાલાલના “ધર્મના વીર એ આર્યપુત્ર ઊઠજે ”નું “પ્રભાતિયું’ એ રાગનું પ્રતિકાવ્ય છે, જ્યારે બીજા કાવ્યનું નામ પતંગજંગ' રખાયું છે અને એને રાહ “નારાયણનું નામ જ લેતાં તેને તજીયે રે” રખાયેલ છે. આમાંનું પહેલું કાવ્ય નીચે મુજબ છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74