________________
પર
પતંગપુરાણ
[ પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ : લંગરિયાં ને ઘસરકાટ્ટા લંગરિયાં અને તે લડાવવાને અથ–સાદી દેરી કે માંજાને એક છેડે ઠીકરાનો કકડ, નાને સરખો પત્થર, ફીરકી કે એવી બીજી કોઈ જરા વજનદાર ચીજ બાંધીને એ દેરી - કે માંજાને બીજે છેડે હાથમાં રાખી લટકાવેલી ચીજને ઝુલતી રાખવી તે “લંગર” કે “લંગરિયું' કહેવાય છે. બે કે એથી વધારે છેકરાં આવાં લંગરિયાં, સામાનું લંગરિયું કાપી નાખવાના ઈરાદાથી એક બીજામાં ભેરવે છે તેને “લંગરિયાં લડાવવાં” કહેવામાં આવે છે. આ લંગરિયાં લડાવવા માટે ઓછામાં ઓછી એક બામ જેટલી તે દોરી કે માં જે જોઇએ જ.
માસમ–ઘણુંખરું કનવાના દિવસમાં અને કેટલીક વાર ત્યાર પછી પણ થોડાક દિવસ લંગરિયાં લડાવાય છે, કેમકે કનકવા ચગાવતી વેળા દોરી કે માંજ ગુંચવાતાં તે ન ઉકેલાતાં કકડા પડે છે અથવા તે થોડીક દોર કે માંજો પકડાય અને તે ચગાવવાના કે કનનાં બાંધવાનાં કામમાં વપરાય તેમ ન હોય તે લંગરિય માટે દોરી મળી રહે છે અથવા તે એના કેટલાક ખાસ શોખીને કનકવા ચગાવવા માટે કામમાં લઈ શકાય એવી દેરી કે એ માં પણ આ કામ માટે વાપરે છે.
નિયમ–લંગરિયાં લડાવનારા તમામ જણ પાસે ક્યાં તે સાદી દોરી કે શણને દરે કે માંજે હવે જોઈએ એટલે કે બધા પાસે એક જ જાતનું સાધન હોવું જોઈએ. લંગર તરીકે બાંધેલી ચીજ ભલે જુદી હોય એને કંઈ વાંધો નહિ.
કોઈ બે કે એથી વધારે જણાં સાદી દેરીથી લંગરિયાં લડાવતાં હોય તેવામાં કોઈ કાચ પાયેલી દેરીવાળું લંગરિયું લડાવે તે તેણે નિયમનો ભંગ કર્યો ગણાય-તે લુચ્ચ ગણાય અને બીજાં તેની સાથે લંગરિયાં લડાવે નહિ.
હાથલંગરિયાં લડાવવાની રીત–જેમ કનકવાના પેચ કેમ લેવા એમાં પણ હોંશિયારીની જરૂરિયાત છે તેમ સામાનું લંગરિયું કાપવામાં પણ આવડત જોઈએ. કેઈએ લંગરિયું લગભગ ઊભી સીધી લીટી જેવું પકડી રાખ્યું હોય તે ઓચિંતા પિતાના લંગરિયાને તેના ઉપર ઘસરકે બેસે એ માટે પિતાનું લંગરિયું છેલ્લે મારી જલદી ભેરવી આચકે મારવામાં આવે તે સામાનું લંગરિયું કપાઈ જવાનો સંભવ છે. જે બેમાંથી એકેનું લંગરિયું ન કપાય તે પછી બંને જણાં પિતાપિતાની દોરી ખેચે છે-આચકા મારે છે અને તેમ થતાં એકનું લંગરિયું અને કોઈક વાર બંનેનાં લંગરિયાં કપાઈ જાય છે કે કોઈક વાર લંગર તરીકે બાંધેલી ચીજ છૂટી જાય છે. જેનું લંગરિયું થોડીક દોર ઉપરથી કપાયું હોય તે બાકી રહેલી દોરી સાથે ગાંઠ બાંધી જેડી દે છે અથવા તે એ દરને જતી કરે છે, અને હાથમાં રહેલી દેરીએ વળી બીજું ઠીકરું કે એવું કંઈ બાંધી લંગરિયું તૈયાર કરે છે. કેટલીક વાર લંગરિયું લડાવતી વેળા તે હાથમાંથી છૂટી જાય છે અથવા કેટલાક સામાની દોરીમાં ઘસરકે પાડવા માટે હાથે કરીને છોડી દે છે, પરંતુ એમ કરવું એ તો લુચ્ચાઈ કહેવાય.
કેટલીક વાર બે જણાં અરસ્પરસ પિપિતાનાં લંગરિયાં ભેરવી ત્રીજાને ગમે તેના લંગરિયા ઉપર પેતાનું લંગરિયું નાંખવા કહે છે. પહેલાં બે હોશિયાર હોય છે તે કેટલીક વાર ત્રીજે એનું લંગઠુિં નાખે કે તરત જ તેનું લંગરિયું પેલાં બે જણ પિતાનાં લંગરિયાને ઝેક આપીને-ઉછાળીને કાપી નાંખે છે.
કેટલીક વાર ત્રણથી પણ વધારે જણાં લંગરિયાં સાથે લાવે છે અને સામાનાં લંગરિયાં કાપવા માટે ખેચંખેંચા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com