________________
પતંગપુરણ
[ અધ્યાય
કાપને કનક કપાઈ જતાં જે એની દોર પકડનાર સાવધ ન રહે તે કેટલીક વાર આંગળાં ચીરાઈ જાય છે, કેમકે જેની જેની દેર પકડવામાં આવે તેમાંથી કઈક પકડનારનાં આંગળાં કાપવાના ઈરાદાથી એક બે વાર થોડી ઢીલ મૂકે છે. એટલે દર પકડનાર તે ખેંચવાના લોભમાં પડે છે. એવે વખતે પેલો ઓચિંતે આચકે મારે છે અને તેમ થતાં દેર પકડનારનાં આંગળાંને મોટે ભાગે ઇજા થાય છે.
વાસી ઉતરણ, ગોરવ, ઉઠમણું અને વરસી–જેમ સુરત શહેરમાં મકરસંક્રાતિને આગલો દિવસ “ખાટું વડું' કહેવાય છે અને મકરસંક્રાન્તિને દિવસ લગ્ન' કહેવાય છે–એ ઉતરણને દિવસ ગણાય છે તેમ એના પછીનો દિવસ “વાસી ઉતરણ” તરીકે સંબોધાય છે. મકરસંક્રાતિ અને ત્યાર બાદ આવતી અમાસની વચ્ચે જે એક કે એથી વધારે રવિવાર આવતા હોય તે એ રવિવારે કેટલાક લેકે રાંદેરને સામે કાંઠે આવેલા ગેબનસા જઈને કનકવા ચગાવે છે. વળી મકરસંક્રાતિ પછી જે અમાસ આવે છે તે દિવસે સુરત શહેરમાં ઘણું લેકે સ્ટેશન નજીક આવેલા ઘેબીગદ્દે જઈ કનકવા ચગાવે છે અને ત્યાં અરસ્પરસ પેચ લે છે. અંતમાં જે કઈ કનકવા રહે તે ચગાવી હાથ પરથી તેડી મૂકે છે. આ પ્રમાણેની કનકવાને લગતી પ્રવૃત્તિને કનક્વાની ગોરવ', “ઉઠમણું કે કનકવાની વરસી' કહે છે.
સુરતમાં હિંદુસ્તાની કનકવા–એમ કહેવાય છે કે હરબખસ જેપુરવાળાએ અને બુલાખી પહેલવાને આ શહેરમાં જયપુર, દિલ્હી વગેરે સ્થળના હિંદુસ્તાની કનકવા દાખલ કર્યા.
સુરતને શેખ-ગુજરાતમાં-બકે આખા મુંબઈ ઇલાકામાં કનકવા ચગાવવામાં સુરતના જેવો શોખ અન્યત્ર જેવા નથી. અહીં તે કિશોર વયની કુમારિકાઓ અને વૃદ્ધો પણ કનકવા ચગાવે છે. વળી એની પાછળ કેટલાક તે દર વરસે વીસથી પચ્ચીસ રૂપિયા ખરચે છે અને એ શોખ પૂરો પાડવા માટે જ્યાં નોકરી કરતા હોય ત્યાંથી ઉતરણના બે ત્રણ દિવસ આગળ અને બે ત્રણ દિવસ પાછળ રજ મેળવે છે–નોકરી પર જતા નથી.
અહીં જે જાતજાતના કનકવા ચગે છે તેમાંના એકનું નામ સુરતી છે એ ઉપરથી, અહી કનકવા ચગાવવા માટે જ અગાસી ઉપર નાની અગાસી કે ધાબા જેવું રખાય છે એ ઉપરથી તેમ જ “આઠ વાર ને નવ તહેવાર ” એ કહેવતને ચરિતાર્થ કરનાર આ શહેરમાં ત્રણ ત્રણ ઉતરણ ઉજવાય છે તે ઉપરથી સુરતના શોખનું અનુમાન થઈ શકે છે. વિશેષમાં એમ માનવાનું કારણ મળે છે કે સુરતની અસર મુંબઈ, અમદાવાદ વગેરે સ્થળમાં થયેલી છે, કેમકે પહેલાં ત્યાં અત્યારના જેટલા કનકવા ચગતા ન હતા.
એમ કહેવાય છે કે હાલના અહાના બક્ષીજીના દાદાને ત્યાં નાતાલમાં આગા લેકે આવતા અને તેઓ રેશમની દેરીના માંજા ઉપર કનકવા ચગાવતા. કહે છે કે છેક દરિયામહેલમાંથી ચગેલો કનક મોટા મંદિરમાંથી ચગેલા કનકાવા સાથે પેચ લેવા આવતા.
इति श्रीपतङ्गपुराणे मकरसङ्क्रान्तिपर्वाराधनसञ्जकः षष्ठोऽध्यायः समाप्तः ।
અગાસીના એક ખૂણામાં કે છાજલીમાં મુકાવી રાખે છે. પછી ભલભલાં નિશાનબાજને પણ છક કરે તેવી રીતે નળિયાં મારે છે. સાથે સાથે “જનથી મારે સાલાને, હરામખેરે એમના મનમાં સમજે છે શું ? માથાં ચીરી નાંખો' ઇત્યાદિ અવાજેથી વાતાવરણ ગજાવી મૂકે છે.
૧ હવે સુરતી કનકવામાં સફેદ કનક્વા મળતા નથી. વળ ચાર આંખદાર કે ચાર પાનદાર કનક પણ જણાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com