________________
છો]
કનક્વાની કથની
ચગાવનારના સરસ પિચ જતા હોય ત્યારે એ જ અગાસીમાંથી જે કોઈ અટકચાળાને કનક ચગતો હેય તે તે પિતાને કનકવો હાથે કરીને અન્ય ચગાવનારના હાથ પરથી પેચ લઈ એના કનકવામાં પોતાને ભેરવે છે અને આમ કરી અન્યને સંકડામણમાં નાંખે છે.
નિયમ–સામાના કનકવા ને દેરી પકડવા એ અનીતિનું કાર્ય છે. એ અનીતિને પણ કંઈક મર્યાદા રહે તે માટે અમુક નિયમો પ્રવર્તે છે. જેમકે (૧) એક જ મહેલાવાળાને કનો કપાતાં એની દેરી એ મહેલામાંના અન્ય જનથી પકડાય નહિ. (૨) કનકવો કેઈ સ્થળે ભેરવા હાય અને તે કાઢી આપી શકાય તેમ હોય તો એક જ મહેલામાં રહેનારા પરસ્પર તેમ કરે. (૩) કોઈ એક અગાસીમાંથી, કપાયેલો કનકે કે તેની દેરી પકડાય ત્યાર પછી આસપાસની અગાસીમાંથી એ પકડી શકાય તેમ હોય તે પણ પકડાય નહિ. આ નિયમનો ભંગ થવાની તૈયારી જણાતાં “એ હાથ પર છે” એમ પહેલે પકડનાર બૂમ પાડે છે, અને તેમ થતાં, જે અન્ય એ પકડેલ હોય તે તે માટે ભાગે છોડી દે છે. મહેલામાં ઝુંડા લઈને જે બહારના છોકરાઓ કનકવાની મેસમમાં ફરે છે તેઓ તે પરસ્પર આ નિયમને જવલે અનુસરે છે. એથી તે કનક કપાઈને આવતાં પડાપડી ને લડાલડી થાય છે અને ભાગ્યે જ કોઇના હાથમાં એ આખો જાય છે અને દેરનું પણ તેમ જ બને છે. તેમ છતાં મહોલ્લામાં આવા રખડતા છોકરાઓમાંથી જે કનકવા પકડી શક્યા હોય તેઓ પછી જૂજ કિંમતે એ વેચે છે.
સામાના કનકવા અને દેશી પકડવાની રીત-ખરી રીતે જોકે સામાની દેરી કે તેને કનકો આપણુથી લઈ જ ન લેવાય તેમ છતાં આ નિયમને નહિ અનુસરનારા જોવાય છે. એમાંના કેટલાક કપાઈ ગયેલા કનકવા કે એની દેરી પકડવા માટે વાંસ ઉપર ઝાંખરાં બાંધી તે તૈયાર રાખે છે (જુઓ ચિત્ર ૫૩) તે કેટલાક લંગર–લ તૈયાર રાખે છે (જુઓ ચિત્ર ૫૫). કેટલાક તે નીચાણમાં પેચ જતા હોય ત્યારે અથવા એમ ને એમ જ કોઇને કનકે લટકી પડ્યો હોય ત્યારે પણ ઉપર દર્શાવાયેલી બે રીતમાંથી ગમે તેને ઉપયોગ કરતાં પંચાતા નથી. પિતાની અગાસીમાંથી જ કનકવા પકડાય તે પકડવા એમ નહિ, પરંતુ આસપાસની અગાસી કે છાપરા ઉપરથી ૫ણ ૫કડી શકાય તે તેમ કરવા કેટલાક લલચાય છે (જુઓ ચિત્ર ૫૪). આ લાલચનું કેટલીક વાર ભયંકર ફળ ભોગવવું પડે છે. કોઈ કોઈ વાર છાપરા ઉપરથી ગબડી પડવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. વાસ્તે આ રીત બંધ કરવા જેવી છે અને એને દાખલો બેસાડવા હોય તે મોટેરાંએ અયોગ્ય વર્તનથી બચવું જોઈએ અને આદર્શ વર્તન રાખવું જોઈએ.
કનકવા પકડવાની ઉપર મુજબની રીત ઉપરાંત કપાઈને જતાં કનકવાને પોતાના કનક્વા વડે વીંટળાવી લેવો એ પણ કનકવા પકડવાને એક પ્રકાર છે. પારકાને ચગત કનક પકડવાથી કે નીચાણમાં પિચ જતા હોય ત્યારે એ પકડવાથી કેટલીક વાર તકરાર થાય છે–ગરમાગરમ બોલાચાલી થાય છે–ગાળંગાળી થાય છે. વળી એ કેટલીક વાર એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે સામસામા છૂટે હાથે નળિયાં ફેંકાય છે (જુઓ ચિત્ર ૫૬) અને એથી ઇતર જનને પણ કઈક વાર એના ભેગા થવું પડે છે.
1 આ સંબંધમાં ર. દવે અમે બધાં (પૃ. ૧૧) માં નીચે મુજબ ઉલ્લેખ જોવાય છે –
“હરામખોર, કમબખત, પતંગ નહિ મળતા હોય તે ભીખ માગો ભીખ, સાલે ઝોલ મારનાર કોણ? હમણાં બતાવી દઉં છું.”
૨ કેટલાક આવું થશે એમ ચોક્કસપણે માનતા હોઈ છાપરું ચળાવે ત્યારે ભાંગેલાં નળિયાં સંધરી રાખે છે. પછી આ ઉતરણની મોસમમાં એ ભાંગેલાં નળિયાં અને દેટેડાં તેમ જ ઢેફાને ટોપલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com