Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 61
________________ સાત ] કનકવાની કથની અધ્યાય ૭ પ્રકીર્ણક કનકવાની ઉત્પત્તિ-કનકવાની ઉત્પત્તિ શાને આભારી છે તે ચોક્કસપણે જાણવામાં નથી. એમ મનાય છે કે એની પાછળ ધાર્મિક દષ્ટિ રહેલી છે. આના સમર્થનમાં એમ કહી શકાય કે ન્યુઝીલંડન મેરી (Maori)ને મન તે હજીયે કનકવા ચગાવવા એ ધાર્મિક ક્રિયા છે અને તેથી તે એ સમયે એક ગીત (kite-song ) પણ ગવાય છે. કેરિયાની પ્રજા (Korean)નું માનવું એ છે કે કોઈ એક સરદારે કનકવા પર ફાનસ ચગાવી પિતાના સૈનિકોને પ્રેત્સાહિત કર્યા હતા, કેમકે એ સૈનિકે તે એને જોઇને ભૂલથી એમ સમજ્યા હતા કે એ કઈ નવો તારો છે અને એ દિવ્ય સહાયની નિશાની છે. - આપણું આ ભારતવર્ષમાં કનકવા કાણે, ક્યારે અને કેમ દાખલ કર્યા તે જાણવું બાકી રહે છે. એમ કહેવાય છે કે દિલ્હીમાં લુકમાન હકીમે માંદા માણસનું મન અન્યત્ર પરોવવા માટે કનકવો બનાવી ચગાવ્યો. કનકવાની પ્રાચીનતા–એમ કહેવાય છે કે ટેરેન્ટમ ( Tarentum )ના આચિટસ (Archytas) દ્વારા ઇ. સ. પૂર્વે ચોથા સૈકામાં કનકવા શોધી કઢાયા, પરંતુ એ પૂર્વે ઘણા ઘણું પ્રાચીન સમયથી એશિયાની પ્રજાઓમાં અને ન્યુઝીલંડના મેરી જેવી અસંસ્કારી જાતમાં કનક્વા ચગાવવાની પ્રવૃત્તિ હતી. રાષ્ટ્રીય રમતગમત-કરિયા, ચીન અને જાપાનના લેકમાં તેમ જ ટેકિંગ, આનામ ને મલયના લેકમાં કનકવા ચગાવવાની પ્રવૃત્તિ એ રાષ્ટ્રીય રમતગમત છે, કિંતુ યુરોપમાં એ એટલી લોકપ્રિય નથી. | કનકધાની ઉજવણ-જેમ ગુજરાતમાં મકરસંક્રાન્તિને દિવસ ને મારવામાં અક્ષયતૃતીયાને દિવસ પતંગદિન ગણાય છે તેમ ચીનમાં પ્રત્યેક વર્ષના નવમા મહિનાની નવમે દિવસ પતંગદિન (kitest day) તરીકે ઉજવાય છે. એ દિવસે દરેક પરિસ્થિતિના છોકરાઓ અને પુર કનકવા ચગાવે છે. વિશેષમાં કેરિયા, જપાન, ચીન અને પૂર્વ એશિયામાં વેપારીઓ પણ ઘરાકની રાહ જોવાની હોય તેવે ફાજલ સમયે કનકવા થગાવે છે. અન્ય દેશના વિવિધ જાતના કનકવા–ચીન અને જાપાનમાં અનેક જાતનાં પક્ષીઓ, પdragon, પશુઓ ને માછલાંના આકારના કનકવા ચગાવાય છે. મલયમાં પણ ઘણી જાતના કનક્વા છે, પણ તે બધા પૂછડા વગરને હેય એમ tailless શબ્દ ઉપરથી હું અનુમાન કરું છું. ઈ. સ. ૧૮૯૩માં જેહર (Johore )ના સુલતાને ચિકાગે. માં પંદર જાતના કનકવા મોકલ્યા હતા. એશિયાના કોઈ એક ભાગમાં, જેમાંથી અવાજ નીકળે છે એવા (musical) નવા ચગાવાય છે. ત્યાંના અg જો એમ માને છે કે પિતાના ઘર ઉપર રાત્રે આવા કનકવા ચગતા રાખ્યા હોય તે નિશાચરો નાસી જાય. પ્રયોજન-ઉપગ–હિલી-રાજા C (પૃ. ૧૯૫૬)માં કહ્યું છે કે “મારતવર્ષ જ ૧ જર્મન ભાષામાં આને “drache" કહે છે અને એ પક્ષીના નામ ઉપરથી કનકવાને અંગ્રેજીમાં kite' કહેતા હોય એમ લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74