Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 62
________________ પતંગપુરાણ [અધ્યાય मनोरंजन के लिये पतंग उड़ाया जाता है। परंतु पाश्चात्य देशो में इसका कुछ व्यावहारिक उपयोग મી યિા ના સા હૈ ”૧ આ સંબંધમાં એ ઉમેરીશ કે યુદ્ધમાં વાવટો, ફાનસ વગેરે ઊંચકવા માટે કનક ચગાવાય છે. કેટલીક વાર માણસને ઊંચકવા માટે લંગરેલા વાયુયાન ( captive baloon)નો ઉપયોગ ન કરતાં કનકવાનો ઉપયોગ કરાય છે. એ માટે ઈ. સ. ૧૮૯૪માં ૩૬ ફૂટ જેટલે ઊંચે કનક ચગાવાયો હતો. પાછળથી આવા મેટા કનકવાને બદલે નાના નાના છએક કનકવા ચગાવાયા હતા. વળી વાયુની ગતિ, દિશા ઈત્યાદિની માહિતી મેળવવા માટે-meteriological use માટે પણ કનકવા ચગાવાય છે. આ ઉપરાંત કનક ચગાવવાથી વીજળીના સંબંધમાં બેન્જામિન કેન્કલિને એક કરોધ કરી હતી તેની પણ અત્રે નોંધ લેવી દુરસ્ત સમજાય છે. આ સંબંધમાં A School Course in Science (pp. 245–246)માં એના કર્તા રા.દેસાઈ અને રા. મહેતા નીચે મુજબ નિર્દેશ કરે છે – "Benjamin Franklin proved, by an interesting experiment, that an electric charge was present in the clouds. He provided a kite with a pointed metal wire at the top and let it fly tip in the sky when a thunderstorm was approaching. To the lower end of the thread he fastened an iron key and to the key he tied a silk thread to hold it, so that the key would be insulated from him. When it rained, the key gave out sparks when the hand was brought very near it, showing there by, that the wet thread conducted an electric charge from the clouds. By this experiment Franklin proved that electricity was present in the clouds and that lightning was caused by electric discharges between two clouds or from a cloud to earth.” કનકવાને જાહેરાત માટે ઉપયોગ-કનવાના જે વિવિધ ઉપયોગો છે તેમાંના એક પિતાના ધંધા વગેરેની જાહેરાત કરવી એ છે. તેમ કરવા ઇચછનાર પોતાના કનકવા ઉપર ટૂંકમાં જાહેરખબર લખી તેને ચગાવી હાથ પરથી તેડી મૂકે છે, કેમકે કનકવા ઉપર લખેલી જાહેરખબર કંઈ મોટા અને ઊંચે ઉડાવેલા કુષ્મા ઉપરની જાહેરખબરની પેઠે દૂરથી વાંચી શકાય તે સંભવ નથી. આથી કનકવો તેડી મૂકાતાં તે જેને મળે છે તે એ જાહેરખબરથી વાકેફગાર બને છે, અને વખતે અન્યને પણ તે એ સંબંધી જાણ કરે છે. કનકવાની ઊંચાઈ-કનકવો કેટલો ઊંચે ચગી શકે તેને મુખ્ય આધાર કનકવાની રચના અને દેરીના પ્રમાણ ઉપર રહેલું છે. આ સંબંધમાં સવિત્ર માઈ તેરે પુતવાના ૮૩મા પૃષ્ઠમાં નીચે મુજબ સૂચવાયું છે – ૧ કેટલાક પિતાના ખેતરની પ્રતિકૃતિ (photograph) લેવા માટે કનક ચગાવે છે જુઓ પૃ. ૮. આ સંબંધમાં એટલું ઉમેરીશ કે છબી પાડવાના યંત્ર (camera) સાથે કનેકવા ચગાવાય છે. ૨ વાયુની ગતિ વગેરે નક્કી કરવા માટે ચગાવાયેલા એક કનકવાની ઊંચાઈ (altitude) ચાર મ સલી અને એને માટે વપરાયેલા તાર (wire)ની લંબાઈ નવેક માઈલ જેટલી હતી. ૩ આના વિશિષ્ટ વર્ણન માટે જુઓ The Encyclopedia Britannica (૧૪મી આવૃત્તિ)ના ૧૩માં પુસ્તક (volume)નું ૪૨૧મું પૃષ્ઠ. ૪ આ શોધ ઇ. સ. ૧૭૫૨માં થઈ હતી અને વિજ્ઞાનિક દષ્ટિએ એ સૈથી પ્રથમ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74