Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 63
________________ સાતમે ] નકવાની કથની " पतंग फारच उंच उष्ठविण्याची इच्छा असल्यास एक पतंग जितका उंच जाणे शक्य असेल, तितका उंच गेला की, त्याच्या दोरीचें खालचे टोंक दुस-या एका पतंगाच्या वरच्या बाजूस बांधावें, व त्यास दुसरी दोरी बांधून तो वर उडवावा; म्हणजे ह्या दुस-या पतंगाच्या मदतीने पहिला पतंग जास्त उंच जाईल." આનું તાત્પર્ય એ છે કે જેને કનકે ખૂબ ઊંચે ચગાવવાની ઇચ્છા હોય તેણે કન જેટલો ઊંચે જઈ શકે એટલે તે જાય ત્યાર બાદ તેની દેરીને નીચલે છે એક બીજા કનકવાની ઉપલી બાજુએ બાંધવો અને તેને બીજી દેરી બાંધી તે ચગાવો એટલે આ બીજા કનકવાની મદદથી પહેલે કનકો વધારે ઊંચે જશે. કનકવાને વેગ–કનકવાને વેગ કેટલે હેય એ પ્રશ્નનો ઉત્તર કનકવાના પ્રકાર ઉપર આધાર રાખે છે. સન્નિત્ર માઠી ક્ષેત્રને પુસ્તકને ૮૪ મા પૃષ્ઠમાં નિર્દેશાયું છે કે છ ફૂટ લાંબા કનક્વાને સરાસરી વેગ ગાડીને જોડેલા એક ઘોડાના વેગ જેટલો હોય છે. કનકવા ચગાવવાથી થતા લાભ-લગભગ દરેક પ્રવૃત્તિમાં ઓછેવત્તે અંશે લાભ અને હાનિ રહેલ છે તેમ કનકવાની બાબતમાં પણ જણાય છે. કનકવા ચગાવવાથી શા લાભ થાય છે એને ઉત્તર એમ આપી શકાય કે બે ઘડી એ મજનું–આનંદનું સાધન બને છે. વળી કેટલાક એમ કહે છે કે એથી આંખ સુધરે છે. વળી કેટલાકનું કહેવું એમ છે કે અગાસી જેવા સ્થળમાંથી ચગાવનારના શરીર ઉપર સૂર્યનાં કિરણે પડે છે તેમ જ એને ઊંચેની ચેકુખી હવા મળે છે એ એની તંદુરસ્તીને પોષે છે. કનકવા ચગાવવાથી થતી હાનિ-કેટલાકના મત મુજબ કનકવા ચગાવવાથી આંખ બગડે છે, કેમકે એકસરખું કનકવા સામું જોયા કરવાથી આંખને ત્રાસ પડે છે. વળી માંજાવાળી દેરી વાપરતાં કેટલીક વાર આંગળાં કપાય છે અને ટાઢમાં તો એ બહુ સાલે છે. વિશેષમાં કનક ચગતો હોય ત્યારે કબૂતર વગેરે પંખીની પાંખ કઈ વાર તેની દેરીમાં ભરાઈ જાય છે અને એ દોરી કાચ પાયેલી હોય અને પાંખ એમાંથી ઝટ ન નીકળી શકે તો એ પાંખ પર કાપા પડી જાય છે, એમાંથી લોહી નીકળે છે અને એવામાં જે કનક ઉતારવામાં આવે કે દેર મૂકી એને વધારે ચગાવવામાં આવે તો સંપૂર્ણ પાંખ કપાઈ જવાને અને અંતમાં પંખીને જાન જવા સુધીનો દારણ અને દુઃખદાયક પ્રસંગ ઊભો થાય છે. આવે વખતે દોરી હાથ પરથી તેડી નંખાય તો એ પંખી કદાચ બચે. જેમ શ્રેયસ્કારી વસ્તુના સેવન સિવાયનું કોઈ પણ વ્યસન હાનિકર્તા બને છે તેમ કનકવાને પણ વધારે પડતો નાદ વખતની બરબાદી કરવા ઉપરાંત કંગાળિયતને નેતરે છે. “ કનક માગે દેરી અને ચગાવનાર માગે ભીખ ” એ કહેવત પણ આ હકીક્તને ચરિતાર્થ કરે છે. કનો ચગાવવા માટે કે તે પકડવા માટે તડકે ને તડકે વધુ વખત રહેવામાં આવે તે કાળા પડી જવાય છે અને લોહી બહુ ઉકળી આવે છે એ પણ આ કનકવાને વધારે પડતો નાદ રાખનારને હાનિરૂપ છે એમ કહી શકાય. વળી પવન નહિ જેવો હોય ત્યારે કુમકા મારી મારીને ચગાવવા જતાં હાથ દુખે છે. આ ઉપરાંત છાપરે કૂદનારના હાથે નળિયાં ને કેટલીક વાર પિતાનાં હાડકાં ભાંગે છે. કોઈ વાર ગાબંગાળી ને મારામારી જેવી કગી સ્થિતિ ઊભી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74