Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 56
________________ પતંગપુરાણ [ અધ્યાય અધ્યાય ૬ કનકવાની મોસમ અને એ વખતનું વાતાવરણ કનકવાની સમ—ગુજરાતમાં કનકવા ઘણુંખરૂં માગશર કે પિસથી માંડીને તે મકરસંક્રાન્તિ સુધી સામાન્યતઃ ચગાવાય છે, અને તેમાં પણ ખાસ કરીને નાતાલના દિવસો દરમ્યાન છોકરાઓને રજા પડતી હોવાથી તેઓ આ દિવસોમાં ખૂબ કનકવા ચગાવે છે. સુરતમાં મકરસંક્રાન્તિ પૂર્વે માસ કે દેઢ માસથી ને એ મકરસંક્રાતિ પછી આવતી અમાસ સુધી-દસ પંદર દિવસ સુધી કનકવા ચગાવાય છે. મુંબઈમાં તે લગભગ શ્રાવણ માસથી તે ઉતરાણુ પછી પણ એકાદ મહિના સુધી કનકવા ચગાવાય છે. મહારાષ્ટ્રમાં તે નવરાત્રિના દિવસેએ કનક્વા ચગાવવાની મુખ્ય મેસમ છે એમ માની લેક્ટોરેં પુસ્તક (પૃ. ૮૨)માં કહ્યું છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – “ગુર્થા UIFા કામ મારી જ ઔષાનૂન લુક હોવાના સંક્રાંતીપર્યંત વધુ બસો. परंतु महाराष्ट्रांत पतंग उडविण्याचा मुख्य हंगाम बटला ह्मणजे नवरात्राचे दिवसांत असतो." આ પુસ્તકના ૮૪માં પૂછગત નીચેની પંકિતઓ પણ અત્ર નેંધી લઈએ – “ह्या खेळाचा प्रसार गुजराथ व उत्तरेकडील देशांत जास्त आहे. त्यांचा पतंग उडविण्याच्या हंगाम त्या देशांत पौष महिन्या पासून तो वैशाख महिन्या पर्यंत असतो." કનકવાને અંગે શરત-જેમ સુરતમાં કાઠિ લડાવવાની શરતે અસલ બકાતી અને હજી પણ એ કેટલેક અંશે ચાલું છે તેમ કનકવાને અંગે પણ શરત થતી. જેમકે બે જણ શરતમાં ઉતરતાં. એક જણ બીજાને કહે કે હું અમુક સંખ્યામાં કનકવા દીવાસળી વડે ફાડી શકીશ અને જે તેમ ન કરી શકું તે એટલા કનકવાના પૈસા મારે ભરવા અને એ ફાડવા માટે લીધેલા તમામ કનકવા તમને આપી દેવાશે. કેટલીક વાર સળી આરપાર નીકળી જવી જોઈએ એવી પણ શરત થતી. કે કોઈ વાર સળીને બદલે બેઆની કે પૈસા વડે અમુક સંખ્યામાં કનક્વા ફાડવા કે એ બેઆની કે પૈસે આરપાર પસાર થાય તેમ કરવું એવી શરત કરાતી. કેટલીક વાર કેવળ કનકવા જતા કરવા અને તેના પૈસા ભરવા ઉપરાંત અમુક સંખ્યામાં રીલે પણ જીતનારને આપી દેવાની શરત થતી. વિશેષમાં, મને એમ હુરે છે કે કનકવાની *કમાન છટકાવવા બાબત પણ શરતે કરાતી. વેચનારની હરિફાઈકેટલાંક વર્ષો ઉપર સુરત શહેરમાં કનકળ્યા અને માંજો બનાવી વેચનારા વચ્ચે હરિફાઈ થતી. દાખલા તરીકે બે વેચનારા માન દરવાજે જઈ કનક ચગાવતા ૧ ફાડવાની શરત કરાઈ હોય તે તે વખતે જે ચીજ વડે એવી શરત કરવામાં આવી હોય તે કનકવામાંથી આરપાર પસાર ન થાય તો ચાલે. ૨ કાડવાની શરત કરનાર પોતાના ભાઈબંધ પાસે કનેકવા ૫કડાવે જેથી તે એના કહ્યા મુજબ એ કનકવા એની સામે ધરી રાખે; કેમકે કનકવા ફાડી શકાય તે માટે એ કેમ પકડાયા છે તેના ઉપર પણ આધાર રહે છે. કેવળ ફાડનારની આવડત ઉપર જ આધાર રહેતા નથી ૩ આ સળી બે જાતની હોઈ શકેઘડીને અણુદાર બનાવાયેલી અને તેમ કર્યા વિનાની. જે જાતની સળી વાપરવાની શરતમાં હા પડાઈ હોય તે વપરાય. ૪ આ કમાન એક બાજુએ કે બંને બાજુએ છટકાવવી એ વાત પહેલેથી નક્કી કરાતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74