Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 55
________________ પાંચમ ] કનકવાની કથની બીજા પ્રકાર પ્રમાણે કનકેવા લપટાવવામાં કેટલીક વાર ભય રહે છે અને ખાસ કરીને એ ભરદેરીએ કપાયેલો હોય ત્યારે; કેમકે એ સમયે આપણે એને કન્ના આગળથી લપટાવીએ અને પછી ઉતારવા માંડીએ તેટલામાં એ કોઈક સ્થળેથી પકડાઇ જવાનો સંભવ રહે છે અને તેમ થતાં જે આપણામાં એ કનકવો લપટાયો હોય અને સાથે સાથે અન્યત્ર પકડાયો હોય તે નાહકની આપણે ખેંચતાણ કરી આપણે કનક ઉતારવા પડે છે. આથી ભરીએ કપાયેલા કનકવાને પહેલા પ્રકાર પ્રમાણે લપટાવો વિશેષ અનુકૂળ ગણી શકાય. પ્રથમ પ્રકાર પ્રમાણે કનકે લપટાવવા માટે આપણે આપણું કનવાને ખેંચવા જોઈએ. એ બરાબર ખેંચાય અને પસાર થતા કનકવાની દર સાથે આપણું દોર અથડાય અને આપણું કનકવાનું લગભગ કનું આવશે એમ જણાય એટલે આપણું કનક્વાને થોડી થોડી દેર મૂકતાં જવું જોઈએ અને સાથે સાથે લટાવતાં રહેવું જોઈએ જેથી કપાઈને જતા કનકવાની દેર આપણી દેરી સાથે બરાબર વિટલાઈ જાય. એ પ્રમાણે વીંટળાઈ જતાં કપાયેલે કનકે સર બંધ થશે. પછી તો જાણે આપણે કનકો આપણું હાથ પર ચગવાને બદલે કપાઈને જતો કનકવો જ આપણે હોય અને આપણું હાથ ઉપર ચગાવાતો હોય તેમ લાગશે. તેમ થતાં આપણે આપણો કનક ગ્ય રીતે ઉતારવા માંડે. એ કાર્ય જે ફતેહમંદીથી પાર પડે છે તે આપણને અને અન્યને આનંદ થાય છે અને પછી “વહુવર આવ્યું', “અમે વહુવર લાવ્યા” એવા પિકાર એમાં અને વધારે કરે છે. બીજા પ્રકાર પ્રમાણે કનક લપટાવો હેય તે પણ કપાઈને જતાં કનકવાની દેરીને આપણા કનકવાની દર અડકે એટલે આપણે આપણું કનકવાની દેર છેડવી જોઇએ અને સાથે સાથે એને લેટાવતાં રહેવું જોઈએ જેથી ટુંક સમયમાં કપાઈને જતો કનક સરતે બંધ થાય. આમ થતાં આપણે આપણે કનક યોગ્ય રીતે ઉતારવો. કનક લપટાવવામાં મુખ્ય વાત એ છે કે જે કનકવો લપટાવીએ તે અને જેના વડે લપટાવીએ એ બે કનકવામાંથી એકનું લગભગ કનું આવવું જોઈએ અને જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે પ્રસ્તુત કનકવો સરવો ન જોઈએ. આમ થાય તો જ અન્ય કનક લપટાવી લાવવામાં વહુવર લાવવામાં સફળતા મળે; નહિ તે કપાઈને જતા કનકવો મળવાને બદલે એની દેર સરતી રહેવાને લીધે તે આપણે કનકવો લેતે જાય-કાપતા જાય, અને તેમ થતાં તે “લેને ગઈ પૂન એર ખેઇ આવી ખસમ” જેવો ખેલ થાય. કાઇ કનક કપાયે હેય કે ચગાવ્યા બાદ તૂટી ગયો હોય અને એની દેર કોઈ ઝાડમાં કે અન્ય સ્થળે ભેરવાઈ ગઈ હોય અને એ ચગ્યા કરતું હોય તો તે પણ લપટાવી શકાય છે, પરંતુ એમાં વિશેષ આવડતની જરૂર છે. જો એ સ્થિર ચગ્યા કરતો હોય તે આપણે એના કરતાં આગળ દર મૂકી જવી અને પછી એને સરસર ખેંચીને કાપવો અને પછી લપટાવે અથવા તો સરતા મૂકીને તે કાયા બાદ લપટાવે, કિન્તુ એને કાપ્યા વિના લપટાવો નહિ. બહુ પવન કુંકાતે હેય ત્યારે અથવા તે આપણે કનક ખૂબ જેસદાર હોય ત્યારે અથવા તો કોઈ મામુલી લેપડી જેવો કનેકો કપાઇને જતે હેય ત્યારે કનકવા લપટાવવાનેવહુવર લાવવાનો લાભ ન કરે. इति श्रीपतङ्गपुराणे पतङ्गविग्रहवेष्टापनवर्णनात्मकः पञ्चमोऽध्यायः समाप्तः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74