Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 48
________________ પતંગપુરાણ [ અધ્યાય કજી કયાં ને કેમ બાંધવી?—આપણે ૨૮મા પૃષ્ઠમાં જે કન્ની વિષે ઉલ્લેખ કરી ગયા તે કની જે બાજુ બાંધવાની હોય તે તરફની કમાન પાસે મોટે ભાગે ચૂંટાડાયેલી પટી આગળ બાંધવી. જે દોરીનું ગૂંચળું કે ચીંથરું બાંધવું હોય તે કમાનમાં પરેવી મજબૂત બાંધવું, નહિ તે એ સરી જાય અને તેમ થતાં કનકવાને માપસર કની બાંધવા છતાં તેને જેવો જોઈએ તે લાભ મળે નહિ. કનકવાને કની માપસર છે કે નહિ તે જોવા માટે કેટલાક કનકવાના કન્નાને જ્યાં આગળથી દોરી બાંધી ચગાવાય છે ત્યાં આગળથી પકડી કનકવો કે બાજુ નમે છે કે કેમ તેની તપાસ કરે છે. એમ કરતી વેળા તે કનકવાને પવન ન લાગે તેની સંભાળ રાખે છે. કનકવા ચગાવવા માટેની અનુકુળતા– આપણે જોઈ ગયા તેમ જેને કનક ચગાવતાં આવડતું હોય તે જે કનક ચગાવવા ઇચ્છતા હોય તે તેની પાસે કન હેય, એ ચગાવવા માટે દેરી હોય, એ દેરી પરતી ઉપર લપેટેલી હોય અને એક હાથે પરતી ઝાલી ચગાવતાં ન આવડતું હોય કે તેમ કનક ચગાવો ન હોય તે પરતી પકડનાર હોય, કનક ચગી શકે તે પવન હોય, કનક હાથ પર ચગાવતાં ન આવડતું હોય તે કનકો મૂકાવનાર હોય, કનક્વા ચગાવવા લાયક સ્થળ હેય, એને એ માટે પૂરતો સમય હેય, કનક કદાચ ચગાવતાં ફાટે તે તે સધવા માટેની જરૂરી ચીજ હોય અને કનાતે નીકળે છે તેને બાંધવા માટે કની હેય એમ એને અનેક જાતની અનુકૂળતા હોય તે એ કનક ચગાવી શકે. કનકવા ચગાવતાં શીખવવાની રીત–જેમ બાળકને વાંચતાં લખતાં શીખવવું પડે છે તેમ ઍન કનકવા ચગાવતાં શીખવવાને પણ મેટે ભાગે પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ માટે સૌથી પ્રથમ તે એ કનકવાની સહેલ લઈ શકે તેમ કરવું જોઈએ. ત્યાર બાદ જે કનક સ્થિર રહેતું હોય તે એને થોડે થોડાં ઉતારવા આપ જોઈએ. પછી કે સાથે સાથે એને ફુગી કે લેપડી જેવી કનકવી લાવી આપી અને કન્ના બાંધી આપી તેમ જ તેને ચારેક બામ દર ગાંડી આપી આમથી તેમ મહોલ્લામાં દેડવા કહેવું. એમ કરતાં કરતાં કઈ કઈ વાર એની કનકવી ડીક ઊંચે ચગશે. આ જાતનો એને મહાવરો થાય ત્યાર બાદ કે સાથે સાથે પહેલા માળથી કે એવી જરા ઊંચી જગ્યા પરથી કનકવી નીચે મૂકી એને ઠમકે મારવા કહેવું. એમ કરવાથી કુમકે મારી કનેકવાને ઊંચે લાવતાં અને ચગાવતાં એને આવડી જશે. જો તેમ ન બને તે એક જણ એની કનકવી મૂકાવે અને પછી એ તે કનકવી ચગાવવા કોશીશ કરે. આમ કરતાં કરતાં છેવટે એને કનકવા ચગાવતાં આવડી જશે. આ પ્રમાણે કનકવા ચગાવતાં શીખવી શકાય. इति श्रीपतङ्गपुराणे पतङ्गोडायनावतारणविधिनामकश्चतुर्थाऽध्यायः समाप्तः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74