________________
પાંચમા ]
નક્શાની થતી
અધ્યાય ૧
પેચ લડાવવાના ને નવા લપટાવવાના પ્રકારા
એક કરતાં વધારે કનકવા ચગતા હોય ત્યારે એક બીજાની દારી પરસ્પર ભેરવાતાં જે સ્થિતિ ઊભી થાય તે · પેચ' કહેવાય છે ( જુએ ચિત્ર ૪૫ ) અને એવી સ્થિતિ ઊભી થાય તે પેચ લાગ્યા ’ અને ઊભી કરવી તે પેચ લડાવ્યા ' કહેવાય છે.
.
૩૩
પેચ લડાવવાના પ્રકારો—સામાન્ય રીતે પેચ એ પ્રકારે લડાવાય છે: (૧) હાથ મારીનેથ્થા મારીને અને (3) સરતી મૂકીને. પ્રથમ પ્રકારમાં પાછળવાળા પેાતાના કનકવા વડે આગળવાળાના કનકવાને તેના પેટામાં ઘૂસી હાથ મારે છે. તેમ કરતાં પૂર્વે એ પેચ લડાવનાર હાંશિયાર હાય છે તેા તે આગળવાળાના કનકવા કરતાં વધારે લાગુ સુધી દેર મૂકે છે. પછી પેાતાના કનકવા, પેાતાને ફાવે તેવી એક બાજુ ઉપર કતરાવે છે અને ત્યાંથી આગળ ખૂબ નીચે ગાય મારી સામાના કનકવાના પેટા સુધી સરસર ખેંચતા ખેંચતા આવે છે અને એ સામાને કનકવા કપાઇ ન જાય ત્યાં સુધી ખેંચે છે. આમ કરવું તે ‘હાય માર્યો' કહેવાય. આ પ્રમાણે હાથ મારનાર માટે ભાગે સામાને કવે કાપી શકે છે, પરંતુ સામા પશુ લડાવનાર ઉસ્તાદ ઢાય તેા હાથ મારનાર હાથ મારવાની તૈયારી કરે ત્યારથી સાવધ રહે છે અને તે પણ હાથ મારનાર પેટા સુધી ઘુસી આવે તે પૂર્વે એની ગેાથ જ્યાં આગળ પડે તેટલામાં સામી ગાથ મારે છે, પરંતુ પેાતાના કનકવાને સેાટા જેવા ઊભા રાખી મૂકતા નથી. ભાગજોગે કનકવા કહ્યા પ્રમાણે ગાથ આવે વખતે ન ખાય તેા એકદમ ભપકેા ન મૂકતાં-પૂરપાટ દેરી ન છોડતાં તે પશુ સામે ઉપરથી હાથ મારે છે અને તેમ કરવાથી હાથ મારનારના કનકવાને માટે ભાગે કાપી નાંખે છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે હાથ મારનારને કનકવે પેાતાના કનકવાથી આગળ નીકળી ગયા હોય તે। હાથ મારનારના કનકવા જેટલા જોઇએ તેટલા ઓછી દેારવાળા ખેચાઇ ખેચાઈને અને નહિ ત્યાં સુધી તેની સાથે પેચ લેવા નહિ અને તેને કાવ્યા કરવું.
સાથે સાથે આપણે એ વાત પશુ નોંધી લઇએ કે હાથ મારનાર ચાલાક હેાય તે। સામાના કનકવાની ગાથ પડતાં કે સામાને કનકવા લાટતા એના ઉપર પડતાં એ હાથ મારવાનું માંડી વાળે છે, અને અને તે પેચ કાઢી લે છે અથવા તેા સરતી જવા દે છે, અને પછી લાગ મળતાં હાથ મારે છે. સાધારણ રીતે એમ મનાય છે કે જેની પાસ માંજો ઓછો હાય છે તે જ હાથ મારે છે, કેમકે બધા પાસે પૂરતા પ્રમાણમાં માંજો હેાતા નથી એટલે તેઓ આગળના ઘેાડાક ભાગમાં માંને રાખે છે અને ત્યાર બાદ સાદી દેરી રાખે છે, પરંતુ પૂરતા માંો હાય છતાં પણુ કેટલાક હાથ મારે છે.
કનકવાના પેચને બીજો પ્રકાર સરતી
જવા દેવી જોઈએ પણ હાથ મારવાના નહિ. આ
•
મૂકવાના છે એટલે કે પેચ લાગ્યા પછી દેારી પ્રમાણે દેરી મૂકવી તેને કેટલાક · સરકી મૂકવી ’ કે સેહેર મૂકવી ' પણ કહે છે. જો બંને જણુ ચાલાક હાય તા સરતીના પેચ લાંબે વખત સુધી ચાલે અને કેટલીક વાર તા થાકીને બંને જણુ સાથે પોતપાતાના કનકવા ઉતારવા માંડે છે. એમ થતાં કાઇક વાર એક જતા કનકવા કપાઇ જાય છે અથવા તે બંને કનકવા એક જણુના હાથમાં આવે છે અને તે સજ્જન હોય ને બની શકે તેમ હોય તે તે બીજાને કનકવા આપી દે છે. સરતીના પેચ લેવા પૂર્વે પાછળવાળા અને કેટલીક વાર સમસ્થિતિમાં રહેલા કનકવા ચગાવનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com