________________
પતંગપુરાણ
[અધ્યાય કનકવા પર નામઠામ–પિતાને કનક કપાઈને કે ભેરવાઈને કે અન્ય કોઈ રીતે બીજાને હાથ જઈ ચડે તે તે પાછો મળે એવા ઇરાદાથી અને કેટલીક વાર કેવળ ગમ્મત ખાતર કઇ કઇ પિતાના કનકવા ઉપર પાતાનું નામ અને સરનામું ( શિરોનામ) લખે છે.
જર્મની અને ઇંગ્લેંડ વચ્ચેનું યુદ્ધ-ઈ. સ. ૧૯૧૪માં જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. કહેવાય છે કે એ અરસામાં મુંબઈમાં કોઈ બે જણે કનકવા ચગાવ્યા હતા અને તેમ કરવા પૂર્વે એકે પિતાના કનકવા ઉપર “જર્મની” લખ્યું હતું અને બીજાએ પોતાના કનકવા ઉપર ઈગ્લેંડ' લખ્યું હતું. વિશેષમાં તેમ કરી એ બંનેએ પોતપોતાનાં કનકવાનાં એ નામ રાખ્યાં હતાં. એ વાત લેકેદમાં પસારતાં એ બેના પેચ જેવા ઘણું માણસે એકઠા મળ્યા હતા અને ઈગ્લડ' એ નામને કનક કપાતાં શેરબકોર થયો હતો. કહેવાય છે કે ઉપર પ્રમાણેને મામલો અદાલતે ચડ્યો હતો અને એ સંબંધમાં “જર્મની” કનક ચગાવનારને કંઈ દંડ પણ થયો હતે.
કયા પેચ લડાવવા સારા ?–સામાને કનક કાપી શકાય તે માટે આપણે ઉપલા પેચ લેવા જોઈએ કે નીચલા લેવા જોઈએ એને ઉત્તર કનવા ચગાવનારની આવડત, બંનેના કનકવા કેવા અને કેટલા કહ્યાસર છે તે, બંનેના કનકવા કેવી સ્થિતિમાં છે એટલે કે લેટતા છે કે સ્થિર છે, લપુક છે કે જો સદાર છે, કન્નતા છે કે કેમ ઇત્યાદિ હકીકત ઉપર આધાર રાખે છે. એવી રીતે આપણે હાથ મારીને પેચ લેવા કે સરતીના પેચ લેવા તેને ઉત્તર પણ ઉપર મુજબ સમજવાને છે અને સાથે સાથે તેમાં પેચ લેનારની રુચિને પણ અવકાશ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. આમ છતાં આ સંબંધમાં કેટલાક સામાન્ય નિર્દેશ થઈ શકે. જેમકે આપણે કનો મટે અને જેસદાર હોય તે આગળવાળાના કનકવાને લટકાવી દેવા માટે નીચલા પેચ લેવા કંઈ ખોટા નહિ, પરંતુ તેમ કરવાથી એ પેચ કાઢી લેવા હેાય તે ઝટ તેમ કરવું મુશ્કેલ છે. ઉપલા પેચ લીધા હોય તે ઝટ દઈને પેચ ઉઠાવી લેવા હોય તે તે માટે અનુકૂળતા રહે છે, પરંતુ નીચેથી પેટું લીધા બાદ એક ઉપલા આંટે પડી પેચ ઉપલા બન્યા હોય તે તેમ ન થઈ શકે.
સામાને કનકે થાંભલા જેવો સ્થિર રહેતા હોય કે તેના લંબાણ પેચ જવાથી કે અન્ય કારણસર દેરીના વચલા ભાગમાં ઝેલ્લે પડી ગયે હેય-કનક બરાબર દેરી ખમત નહિ હેય તે એવે વખતે પેટામાં ઘુસી, ઝોલ્લે હોય તે ત્યાંથી હાથ મારવા ઠીક થઈ પડે. વળી બે કનકવાના પેચ થયા પછી એ ગંઠાઈ ગયા હોય એટલે કે બહુ આંટા પડી ગયા હોય ત્યારે પણ હાથ મારવા બેટા નહિ, કેમકે એવા પ્રસંગમાં મેડ કે વહેલા પણ બંનેને ઉતાર્યા વિના મેટે ભાગે છૂટો થતો નથી.
સરતીના પેચ બરાબર લીધા હોય છતાં પિતાને કનક કપાઈ જાય એમ બને. જેમકે સરતીના પેચ લીધા પછી નકામે આચકે મરાય કે એકાએક પરતીમાંથી દર ગુંચવાયેલી નીકળે અને તે કેમે કરી જલદી છૂટે નહિ, પરતીમાંથી નીકળતી દેરમાં કોઈ ગૂંચ પડી હોય તે સાથે જ દેર છોડવી પડે, ૫રતી અધવચ હાથમાંથી પડી જાય ને જોઇતી દર ન નીકળી શકે ઇત્યાદિ અકસ્માત નડતાં સારા પેચ લીધા હેય તે પણ તે ધૂળધાણું બને.
કેની સાથે પેચ ન લેવા ?-કેટલાંક છોકરાં બહુ જ થોડી દેરી ઉપર પિતાને કનકવો રાખી મૂકે છે અને તે એવી દાનતથી કે કોઈ પેચ લડાવે તે પિતાના કનકવાને પિતાની અગાસીના
૧ જેને હાથ મારવા હોય તેને તે નીચલા જ પેચ લેવા પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com