Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 47
________________ ] કનકવાની કથની હી આવી સહેલ મળતાં રાજી રાજી થઈ જાય છે. એવી સહેલ લેનારને હાથમાં રહેલ કનકો કદાચ ગાય ખાવા કે લેટવા માંડે છે તે તે મોટે ભાગે ગભરાઈ જઈ એ કનક ચગાવનારને આપી દે છે. તે પાછો એને સ્થિર બનાવી સહેલ આપે છે. આમ સહેલ આપવાનું કામ આસપાસ કેઇ પેજ લેનાર ન હોય ત્યારે સહેલાઇથી અને નિર્ભયપણે થઈ શકે છે. જેમ કેવળ કનકવાની સહેલ અપાય છે તેમ કનકવા ઉપર ફાનસ (જુઓ ચિત્ર ૫૭) કુગ્ગા કે ખુરસી ચગાવી હોય ત્યારે પણ કેટલીક વાર સહેલ અપાય છે. કનક ઉતારવાની રીત–કલ્લાસર કનકવો ઉતારવામાં તે ખાસ કોઈ મુશ્કેલી નથી. એ માટે તે સીધી સીધી દોરી ખેંચ કરાય એટલે થયું. હા, લગભગ કનકેવો તદન નીચે આવી જાય ત્યારે તે છાપરા કે અન્ય સ્થળ સાથે અથડાઈને ફાટે નહિ તેની કાળજી રાખવી જોઈએ. ઉતારનાર હેશિયાર હોય તે તે હાથ પર જ કનક ઉતારે છે. લેટ તો કનક ઉતારો હોય ત્યારે સાવચેત રહેવાની જરૂર છે; નહિ તો એ કોઈ વખત સૂઇ જાય. એવી રીતે એક બાજુ કતરા કનકવો ઉતારવો હોય ત્યારે પણ સંભાળવું. એની દોરી કેવળ ખેંચતાં તો તે લોટવા માંડે-ગંડુલ બને તે સંભવ છે. એથી કરીને વચ્ચે વચ્ચે જરા ઢીલ છોડતાં જવી જોઈએ. બને ત્યાં સુધી તે એવા કનક્વાને નમતી બાજુએ વધારે કરાવી કમજોસ બનાવી ઉતારો સહેલે થઈ પડે છે. કોઈને કનક લપટાવ્યો હોય ત્યારે એ બે કનકવા ઉતારતી વેળા થોડીક સંભાળ રાખવી જોઈએ. પિતાને કનક કથાસર હેય અને અન્ય કનકવાને લગભગ એનાં કેન્નાં આગળથી લપટાવ્યા હોય તે તો એ બેને ઉતારવામાં સામાન્ય રીતે ખાસ મુશ્કેલી જેવું નથી. હા, એ સમયે આસપાસ કોઈને કનક ચગતા હોય અને તે પેચ લેવા આવે ત્યારે થોડીક મુશ્કેલી નડે ખરી, પરંતુ એનો તોડ કનકવા ચગાવવામાં હોંશિયારને કેમ કાઢવી તે શીખવવું પડે તેમ નથી. કનક જેમ જેમ ઉતારાતે જાય તેમ તેમ સાથે સાથે દર વીંટાળી શકાય તેમ હોવું જોઈએ; નહિ તો દેરમાં ગુંચ થવા સંભવ છે. આથી એ ફલિત થાય છે કે વીંટાળનારની ઝડપ અને શક્તિને લક્ષ્યમાં રાખી કનક્વા ઉતારનારે એ ઉતારે જોઈએ, પરંતુ કેટલીક વાર તેમ થઈ શકે તેમ હેતું નથી. દાખલા તરીકે કોઈ સાથે ખેચંખેંચી ચાલતી હોય ત્યારે અથવા તો કોઈ સાથે ખૂબ લંબાણ પિચ ગયા હોય અને પાછળથી કાઈ પેચ લડાવવા આવી ચડવું હોય ત્યારે, અથવા તો કનકે લપટાવ્યો હોય અને ઇ પેચ લેવા આવતું હોય ત્યારે અથવા તે કનો કપાઈ જતાં એની દેર પકડાવાનો ભય હોય ત્યારે ધીરે ધીરે કનકવો ઉતારો પાલવે નહિ. આવે વખતે સાથે સાથે દેર લપેટવાનું માંડી વાળવું એ દુરસ્ત છે. આનું કારણ એ છે કે લપેટવું ચાલુ રખાય તો ચત્તા સાંતા ઊંધા બની જાય એટલે દોરના આંટા ગમે તેમ એક બીજામાં ભરાઈ જાય અને પછી તે ઉકેલવામાં મુશ્કેલી ઊભી થાય. આથી સાંતરા પાડ્યા બાદ દેરી લપેટવી જોઈએ. અત્ર સાંતરા પાડવા એટલે શું તે વિચારી લઈએ. જેમ મેદાની અને રવાની સેવ કરનાર ચાળણા, પાટલા કે સૂપડા ઉપર છૂટી ટી સેવને પાથરે છે તેમ દેરીને શ્રી શ્રી પાથરવી તે એના “સાંતરા પાડ્યા” એમ કહેવાય છે. કેટલાક “સાંતરા'ને બદલે “સાતરા’ શબ્દ પણ વાપરે છે. આ બેમાં શુદ્ધ શબ્દ શો છે તે એની વ્યુત્પત્તિ અને ઉપપત્તિ જાણ્યા વિના કહેવું મુશ્કેલ છે, પરંતુ “સાંતા” શબ્દ અત્યારે તે મને વધારે શુદ્ધ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74