Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 36
________________ પતંગપુરાણ [અધ્યાય અને તે પણ એવી રીતે કે એક પૈડામાંના કાણાની ચીપ તેની સામેના બીજ પૈડાના કાણુમાંથી પસાર થાય છે અને તે ચીપને વચલો ભાગ કંઈક ઉપસેલો રહે છે અને આજુબાજુને ભાગ ઢળતો રહે છે. બંને બાજુનાં પિડાં નીકળી ન જાય તે માટે એ દરેક પડાની બહારની બાજુ ઉપર આવતી દાંડીમાં એકેક કાણું પાડી તેમાં ઊભી સળી કે ખીલી ખસેલી હોય છે. વળી એ મેટી દાંડીને છે. દેરી પિરવી તેને લટકાવવા માટે એક કાણું પાડેલું હોય છે. આ જાતની જે ગોળ પરતી નાની આવે છે તેના ચીથી બનેલા નળા જેવા ભાગ ઉપર કાગળ ચટાડેલા હોય છે. જુઓ ચિત્ર ૩૫. આ ઉપરાંત એવી પણ એક પરતી આવે છે જે સામાન્ય રીતે ગોળ ૫રતી જેવી ગણી શકાય. ગોળ ૫રતીમાં વચલા ભાગમાં ચીપ હોય છે ત્યારે આ પરતીમાં ચીપ નહિ હેતાં સળંગ રીલ જેવું કામ કરાયેલું હોય છે. પરતીએનાં અવયવની રચના–ઘુમટદાર તેમ જ ગોળ ૫રતીનાં દાંડી, ચીપ અને પડાં એ મુખ્ય અવય છે. તેમાં વાંસની ચીપ બનાવવા માટે વાંસના નાના નાના કટકા કરાય છે. એ કટકા ભૂંગળી જેવા હેય છે. એને ચપુ વડે ચીરી એની ચીપે બનાવાય છે. દાંડી તૈયાર કરવા માટે પણ ચપ્પ વપરાય છે. પડાને સામાન્ય આકાર લાકડામાંથી ચપુ વડે કાપીને બનાવાય છે, પરંતુ એને બરાબર ગોળ બનાવવા માટે ખરાદને ઉપયોગ કરાય છે. દાંડી તૈયાર થતાં પૈડાં કપ કે લાહી વડે યોગ્ય સ્થળમાં બરાબર બેસાડાય છે અને પછી એના ઉપર ચીપ મૂકી પતાસામાં એ ચી ભેરવાય છે. નેતરની પરતી માટે નેતરની ચીપ તૈયાર કરાય છે અને ચાર સ્થળે તાર બંધાય છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઘુમટદાર પરતી બનાવાય છે. ગોળ પરતી બનાવવી હોય તો એનાં બે સરખાં પૈડાંમાં સમાન અંતરે કાણું પડાય છે અને પછી અણીદાર બનાવાયેલ ચીપે એમાં બેસાડાય છે. ત્યાર બાદ વચલા પૈડાં ઉપર ખીલીઓ આવે તેમ એ ચીપને ખીલી ઠેકવામાં આવે છે. વિશેષમાં એ પરતી ખૂબસુરત દેખાય તે માટે બહારના પડાં રંગાય છે અને એના નળા જેવા ભાગ ઉપર રંગબેરંગી કાગળ ચુંટાડાય છે. સીસમની પરતી બનાવવી હોય તે દાંડી અને પૈડાં સીસમનાં બનાવાય છે, પરંતુ એની ચીપ સીસમમાંથી બનાવવી મુશ્કેલ છે. પરતીના સંબંધમાં હિંતી-રીવલીમાં શે ઉલ્લેખ છે તે આપણે નોંધી લઈએ. એના ૧૯૫૬મા પૃષ્ઠમાં કહ્યું છે કે “વાંસ જે નિત વિશેષ ઢાંજે કોલ કરી હતી હૈ કસમ સે પ્રજા 9 વાલી સૌર દૂસરા તા.” એને ૨૦૨૩મા પૃષ્ઠમાં પરેતાને અર્થે નીચે મુજબ સમજાવાય છે – “पतंग की डोर लपेटने का बेलन जो बाँस की गोल और पतली चिपटी तीलियों से बनता है। बीचों बीच एक लंबी और कुछ मोटी बाँस की छड होती है, जिसके दोनों किनारों पर गोल चक्कर होते हैं। इन चक्करो के बीच पतली तीलियों का ढाँचा होता है। इसी ढाँचे पर डोरी लपेटी जाती है। परेता दो प्रकारका होता है। एक का ढाँचा सादा और खुला होता है और दूसरे का ढाँचा पतली चिपटी तीलियों से ढंका रहता है। पहले को चरखी और दूसरे को परेता कहते हैं।" પરતીનાં નામ–પરતીને પાસેરિયા, અચ્છેરિયા ઈત્યાદિ નામથી ઓળખાવાય છે. એ નામ પરતી ઉપર જેટલા શેર માં લપેટાયેલ હોય તે ઉપરથી પડેલાં છે. જેમકે જે પરતી ઉપર પાશેર યાને ૧૮ પિસાભાર માંજો હોય તેને “પાસેરિયા પરતી ” કહેવામાં આવતી અને હજી પણ તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74